આ એવા 5 ફળ છે જે વ્યક્તિને યુવાન બનાવવાની તાકાત આપે છે, તો જાણો આ 5 ફળ વિશે …

0

ફળ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે અને સાથે સાથે તેમના ઘણા બધા પણ ગુણો છે જે આપણા સુદરતાને પણ પણ વધારે છે. આજે અમે તમને એવા ફળો વિશે જણાવીએ છીએ જે ખાવાથી તમે સુંદર તો બની શકો છો સાથે સાથે તમે યુવાન પણ રહેશો. ને તમારા ચહેરાનો નિખાર કુદરતી રીતે જ વધશે.

આ કુદરતી વસ્તુઓનાં ઉપયોગ કરવા માટેના ફાયદા પણ ઘણાં છે. જો તમે બજારની કોસ્મેટિક અને ક્રીમની વસ્તુઓનો ઉપયોગ કરશો તો તમને તેનાથી થતી સાઇડ ઇફેક્ટ્સનીનું પણ જોખમ રહે છે.

જ્યારે કુદરતી વસ્તુઓના ઉપયોગથી એવું જોખમ રહેતું નથી એ મોટો ફાયદો. અને આ વસ્તુઓનાં ઉપયોગ માટે પૈસા પણ ખર્ચવામાં આવતા નહીં, જે મોંઘા પાર્લરોમાં જઈને ખર્ચવામાં આવે છે. આટલી મોંઘી બ્યૂટી સારવાર પછી પણ જો ત્વચાને જો નુકશાન સહન કરવું પડે તો તે પણ શું કરવાનું ?

પપૈયું :
આમાં પપેન નામનું એનઝાઇમ દ્રવ્ય રહેલું હોય છે, જે ત્વચાની ડેડ સ્કીન દૂર કરવામાં મદદ કરે છે. આ દ્રવ્ય ડ્રાય થયેલી ત્વચાને મોઆઇસ્ચરાઇઝ કરવાનું કામ કરે છે. તેમાં વિટામીન એ, બી, સી, પોટાશિયમ, કોપર અને મેગ્નિશિયમથી ભરપૂર એન્ટિ ઑક્સિડેન્ટ મળી આવે છે. જો તેનું રોજ સેવન કરવામાં આવે તો ચહેરાની રંગતમાં ચાર ચાંદ લાગી જાય છે. પાક્કા પપૈયાથી મસાજ કરવાથી પણ સ્કીનને ખૂબ ફાયદો થાય છે

2. કેળું :
કેળું એક સદાબહાર ફળ છે. જેમાં પોટાશિયમ અને વિટામીન-સી, બી 6 નું ઉત્તમ સ્ત્રોત છે. રોજિંદા તેના સેવનથી ઘણી સમસ્યાઓ નો ઉકેલ તેની જાતે જ આવી જાય છે. તે સ્વાસ્થ્ય માટે , વાળ અને ત્વચાની સુંદરતા માટે ઉત્તમ ફળ કહેવાય છે. તેની ગુણવત્તા વાળ અને ત્વચા બંને માટે મુલાયમ બનાવે છે. કેમિકલથી ખરાબ થયેલ વાળને પણ સિલ્કી બનાવવામાં મદદ કરી શકે છે.

3. નારંગી
નારંગીના ફળનો રસ હોય કે તેની છાલ બંનેના ફાયદા સમાન છે. આ સૌથી ઓછું કેલરીયુક્ત અને વિટામીન સીનું સૌથી મોટો સ્રોત છે. ઉપરાંત મેગ્નિશિયમ, કેલ્શિયમ, વિટામીન એ અને બી, ફોસ્ફોરસ, પોટાશિયમ અને અન્ય ઉપયોગી તત્વો પણ એન્ટિ ઑક્સિડેન્ટથી ભરપૂર એવું આ ફળ ખાવાથી તમારા તમારી સ્કીનના ખીલ, ડાઘ, અને કરચલી આપોઆપ જ ગાયબ થઈ જાય છે ને સ્કીન એકદમ ચમકદાર બને છે.

4. સ્ટ્રોબેરી
એશિયાના મોટાભાગના દેશોમાં આ ફળ ‘સુપર ફૂડ’ ના નામથી જાણીતું છે. તેમાં વિટામીન સી અને કે, પોટેશિયમ, મેગ્નિશિયમ, ઓમેગા 3, ફોલિક એસિડ, મંગેનીઝ, ફાઇબર સાથે સાથે સૌથી વધુ એન્ટિ ઑક્સિડેન્ટની ફળોની યાદીમાં પણ શામેલ છે. કુદરતી જ તેમાં એસ્ટ્રીજન્ટ અને બાયોટિન હોવાના કારણે તે વાળને સ્વસ્થ અને ત્વચાની સુંદરતાને જાળવી રાખે છે.

5. કેરી :
આ ફળમાં કુદરતી ગુણનો ખજાનો છે. તેમાં વિટામીન એ, સી, ઇ, કે, પોટાસીયમ, કેલ્શિયમ, ફાસ્ફોરસ, મેગ્નિશિયમનો ઉત્તમ સ્ત્રોત રહેલો છે. સાથે સાથે તેમાં અસરકારક એન્ટિ ઑક્સિડેન્ટ પણ જોવા મળે છે. તેની સેવનથી આરોગ્ય સુધરે છે ને ત્વચા ગોરી બને છે, તેના સેવનથી કરચલી દૂર થાય છે ને વૃદ્ધા વસ્થાને આવતી અટકાવે છે, તેથી તેને એન્ટી એન્જીંગ ફળ તરીકે પણ ગણવામાં આવે છે. સામાન્ય ત્વચાને અને વાળને તે હેલ્ધી બનાવે છે. કેરીને ફળોનો રાજા પણ ગણવામાં આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here