ચામડી કેન્સર ના આ નાના નાના લક્ષણો ને અનદેખ્યાં ના કરો, થઇ શકે છે મોટું નુકસાન….વાંચો માહિતી

0

જયારે આપણી ત્વચા ની કોશિકાઓ માં અસામાન્ય રૂપથી વૃદ્ધિ થવા લાગે છે, તો તેને આપણે સ્કિન કેન્સર કહીએ છીએ. તે આપણા શરીર ના તે અંગો પર હોય છે, જ્યાં પર સૂરજ ની કિરણો સીધી પડે છે જેમ કે ચેહરો, હોંઠ, ગરદન વેગેરે.કડકડતા તડકામાં ફરવાથી તમે સ્કિન કેન્સર ના શિકાર થઇ શકો છો. આ બીમારી નો ઈલાજ જલ્દી જ કરાવો ખુબ જ જરૂરી છે નહીંતર તેનું પરિણામ ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે.
જો સ્કિન પર કોઈ પ્રકારનું પરિવર્તન નજરમાં આવે, પણ જો તે એક કે બે દિવસમાં ઠીક ના થઇ શકે તો તમને ખતરો રહી શકે છે.1. એકજીમાં:એકજીમાં એટલે કે ખરજવું પણ ત્વચા ના કેન્સર નું લક્ષણ થઇ શકે છે. ખાસ કરીને આ સમસ્યા કોણી, હથેળી, કે ઘૂંટણો પર જોવા મળે તો તેને અનદેખ્યું ના કરો, અને સારવાર કરાવો.

2. જન્મ નિશાન:શરીર માં જન્મથી જ કોઈ નિશાન છે તો ડરવાની જરૂર નથી પણ તેમાં પરિવર્તન નજરમાં આવી રહ્યું છે તો મામલો ગંભીર થઇ શકે છે. જો બર્થ માર્ક્સ પહેલા જેવા નથી દેખાઈ રહ્યા, અને ત્યાં ખંજવાળ આવી રહી છે અને લોહી પણ નિકળવા લાગે છે તો તે સ્કિન કેન્સર નું લક્ષણ હોઈ શકે છે. એવામાં તમારે ડોકટર ની સલાહ લેવી ખુબ જ જરૂરી છે.

3. દાગ-ધબ્બા:સ્કિન પર દાગ ધબ્બા પડવાના ઘણા કારણો છે. એવામાં જો સ્કિન પર દાગ-ધબ્બા લગાતાર પડતા રહે છે તો તેના પર થોડા સિરિયસ થઇ જાઓ, કેમ કે તે સ્કિન કેન્સર ના સંકેત હોઈ શકે છે.

4. તલ:જો કે તલ ને સુંદરતા ની નિશાની માનવામાં આવે છે. પણ ઘણીવાર આ તલ સ્કિન કેન્સર ના ખતરા નો સંકેત પણ હોઈ શકે છે. જો તલ ના શેપ બદલાઈ રહ્યા છે, રંગ બદલાઈ રહ્યા છે અને જો તેની આસ-પાસ ની સ્કિન માં પણ બદલાવ થઇ રહ્યા છે તો સમય વ્યતીત કર્યા વગર ડોક્ટરની સલાહ ચોક્કસ લો.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.