સીતાજીએ રાવણને કહી હતી આ ચાર વાતો જે તમે ક્યારેય સાંભળી નહીં હોય ! વાંચો આ ચાર વાતો…

0

રામાયણ વિશે તો આપ સૌને ખબર જ હશે. રાવણ સીતાજીનું હરણ કરીને લંકા લઈ આવ્યો હતો. રાવણ સીતાજી સાથે લગ્ન કરવા માંગતો હતો. રાવણ સીતાજીને પોતાના મહેલમાં લઈ આવે છે અને વિવાહ માટેનો પ્રસ્તાવ રાખે છે. સીતાજી પતિવ્રતા હતા અને આ કારણથી એમણે રાવણના મુખ તરફ નજર પણ ના કરી અને વિવાહ માટે પણ ના પાડી. આ વાત સાંભળીને રાવણને ખૂબ જ ગુસ્સો આવ્યો અને રાવણે સીતાજીને કહ્યું કે એક મહિનામાં વિવાહ માટે હા નહીં પાડે તો હું તારી હત્યા કરી નાખીશ. આ વાત સાંભળીને સીતાજીએ રાવણને ચાર વાતો કહી હતી. તો આ હતી એ ચાર વાતો…

1. સીતાજીએ રાવણને કહ્યું હતું કે જે પણ પુરુષ પરસ્ત્રીને ખરાબ નજર જોવે છે અને એની ઈચ્છા વિરુદ્ધ એને સ્પર્શે છે એ સૌથી મોટો દુરાચારી અને પાપી હોય છે. એ વ્યક્તિના પાપોનો ઘડો એક દિવસ ભરાય છે અને એના પાપોની સજા અવશ્ય મળે છે અને એને નર્કમાં પણ જગ્યા નથી મળતી.

2. બીજી વાતમાં સીતાજી કહે છે કે કોઈ પણ વ્યક્તિ ગમે એટલો ધનવાન અને બળવાન કેમ ન હોય, પણ જ્યારે એને એના ધન અને બળ પર થોડો પણ ઘમંડ આવે છે ત્યારે એનું ધન અને બળ કંઈ જ કામનું નથી અને માણસ ભિખારી બની જાય છે અને એનો સર્વનાશ નક્કી હોય છે.

3. માતા સીતાજીએ ત્રીજી વાતમાં કહ્યું છે કે અહંકાર માણસનો સૌથી મોટો શત્રુ છે. જ્યારે માણસમાં અહંકાર આવે છે ત્યારે એ પોતાની જાતને સર્વશ્રેષ્ઠ માનવા લાગે છે અને બીજા પ્રાણીઓને તુચ્છ માનવા લાગે છે. ત્યારે માણસને જરાં પણ ખ્યાલ નથી હોતો કે આ જ અહંકાર એના વિનાશનું કારણ બની શકે છે. જે રીતે રાવણના વિનાશનું કારણ અહંકાર જ હતો.

4. માતા સીતાજીએ ચોથી અને મહત્વપૂર્ણ વાત કહી છે કે કોઈ પણ માણસ ગમે તેટલો બળવાન કેમ ન હોય અને એના બળનો સાચો પ્રયોગ નથી કરતો અને એનું બળ બીજા પ્રાણીઓ માટે હાનિકારક હોય છે તો એનું મૃત્યુ સમયથી પહેલા થઈ જાય છે. જેમ રાવણને પોતાના બળ પર ઘમંડ હતો

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!