સીતાફળ એટલું બધું ગુણકારી છે કે આપણા શરીરનો ભાગ્યે જ કોઈ ભાગ હશે જેને સીતાફળથી ફાયદો નહિ થતો હોય. આવો જાણી લઈએ સીતાફળના ૧૦ ગુણો.
૧. સીતાફળમાં વજન વધારવાની ક્ષમતા હોય છે જો તમે વજન વધારવા માંગો છો અને ઘણા બધા ઉપાય કરવા છતાં પણ કોઈ ફાયદો નથી મળ્યો તો તમારે આજથી જ સીતાફળ ખાવાનું શરુ કરી દેવું જોઈએ. રોજ તમારે તમારા ખાવામાં સીતાફળનો ઉપયોગ કરવો જોઈએ.
૨. સીતાફળમાં કુદરતી એન્ટીઓક્સિડેંટ વિટામીન સી વધારે માત્રમાં હોય છે. વિટામીન સી થી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. આના માટે રોજ તમારે ફક્ત એક જ સીતાફળ ખાવું જોઈએ.
૩. શું તમને થોડું કામ કરીને પણ થાક લાગે છે? સીતાફળ તમારી આ સમસ્યાને દુર કરી દેશે. સીતાફળમાં એનર્જી વધારવા માટેનો સારો સ્ત્રોત હોય છે આનું સેવન કરવાથી થાક અને નબળાઈ દુર થઇ જાય છે. તમારે રોજીંદા ખાવામાં સીતાફળ લેવું જોઈએ.
૪. વિટામીન બીથી ભરપુર સીતાફળ એ મગજને ઠંડક આપવાનું કામ કરે છે. સીતાફળના નિયમિત ઉપયોગ થી ચીડિયાપણું દુર થઇ જાય છે. તો બસ આજથી જ સીતાફળ ખાવાની શરૂઆત કરો.
૫. સીતાફળ એ આપણા દાંત માટે પણ બહુ ફાયદાકારક છે. નિયમિત સીતાફળ ખાવાથી દાંત અને પેઢા મજબુત બને છે.
૬. જે લોકોમાં લોહીની કમી એટલે કે એનીમિયાની તકલીફ હોય છે તેમના માટે સીતાફળ એ આશીર્વાદ સમાન છે. સીતાફળ દરરોજ ખાવાથી ઉલટી અને બીજી ઘણી તકલીફોમાંથી રાહત આપે છે.
૭. સીતાફળ એ આંખના તેજમાં પણ વધારો કરે છે. આમાં વિટામીન સી અને રીબોફ્લોવીન વધારે માત્રામાં હોય છે. સીતાફળ ખાવાથી આંખના નંબર એ સરળતાથી ઓછા કરી શકાય છે.
૮. સીતાફળમાં રહેલ મેગ્નીસીયમ એ શરીરમાં રહેલ પાણીના પ્રમાણને સંતુલનમાં રાખે છે. સાંધામાં થવાના દુખાવાને પણ રાહત આપે છે. સીતાફળથી ગઠીયા રોગમાં પણ રાહત મળે છે.
૯. હૃદયની સ્વસ્થતા જાળવવી એ બહુ સરળ છે. સીતાફળમાં સોડીયમ અને પોટેશિયમ સરખા પ્રમાણમાં હોય છે આનાથી બ્લડ પ્રેશરમાં અચાનક આવતું પરિવર્તન એ નિયંત્રણ લાગે છે.
૧૦. શરીમાં સતત થતા સુગરના લેવલને પ્રમાણસર રાખવાનું કામ એ સીતાફળ કરે છે. સીતાફળએ શરીરમાં થતી સુગરની ખામીને પણ દુર કરે છે.
સીતાફળ એ એક બહુ ટેસ્ટી, ગળ્યું અને અનેક ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. શરીરના દરેક ભાગ માટે તે બહુ ઉપયોગી છે.
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .
