સીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને …..કરી દો આજે જ એનો ઉપાય શરૂ .

0

હવે શિયાળો આવ્યો કે તરત જ એની શરૂઆતમાં જ માર્કેટમાં સીતાફળ ખૂબ જ તાજા ને એકદમ ટેસ્ટી ને ભરાવદાર મળવાનું શરૂ થઈ જાય છે. આપ સૌ સીતાફળ ખાવાથી થતાં ફાયદાઓ વિષે તો જાણો જ છો. જેટલા સીતાફળ હેલ્થ માટે ગુણકારી છે એટલા જ ફાયદાકારક સીતાફળના બી પણ છે. પરંતુ આપણે સૌ એના ફાયદાથી અજાણ હોવાથી સીતાફળના બી ને ફેંકી દેતા હોઈએ છીએ. તો ચાલો આજે જાણીએ સીતાફળના બીના ઉપયોગો વિશે.

સીતાફળના બીને દળીને કે ખાંડીને પાઉડર બનાવો. આ પાઉડર સાચવીને કાચની કે પ્લાસ્ટિકની બરણીમાં રાખી દો. જ્યારે પણ ઘરમાં કોઈ જીવ જંતુ કે કીડી મકોડાનો ઉપદ્રવ વધે કે તરત જ આ પાઉડર ને છાંટી દો. આમ થોડા દિવસ કરવાથી ઘરમાં કીડી મકોડા કે જીવ જંતુઓ આવતા બંધ થઈ જશે.
જો માથામાં જૂ પડી હોય તો માથામાં નાખવાના તેલમાં સીતાફળના બી વાટીને ઉકાળી નાખો. તેલ ઠંડુ પડે એટ્લે એક બોટલમાં ગાળીને ભરી દો. અને રાત્રે સૂતી વખતે વાળમાં પેથીએ પેથીએ આ તેલ લગાવી માથા પર રૂમાલ કે દુપટ્ટો બાંધી સૂઈ જવું. સવારે બધી જ જૂ મરી જશે અને દુપટ્ટા કે રૂમાલના કપડાં સાથે ચોંટી જશે…પછી  સવારે શેમ્પૂથી માથું ધોઈ નાખવું.
દવાઓ બનાવવા માટે પણ મોટી મોટી દવાઓ બનાવતી કંપની એનો ઉપયોગ કરે છે.
જો ખેતરમાં જીવાણુન્નાસક દવા માટે પણ સીતાફળના બી નો ઉપયોગ કરવામાં આવે છે. કડવા લીંબડાના ની અને સીતાફળના બી ને વાટીને એક પેસ્ટ બનાવવામાં આવે છે અને આ પેસ્ટ થી ખેતરમાં પાકને નુકશાન કરતી જીવાત ને મારવામાં કામ આવે છે. તેમજ જો તે ખોરાક પર રહી જાય તો પણ તે માનવશરીરને કોઈ જ પ્રકારનું નૂકશાન પહોંચાડતી નથી.
સીતાફળના બી માં મીથાઈલ અને ફેટી એસીડની માત્રા વધારે હોવાથી તેમાંથી ગેસ ઉત્પન્ન થઈ શકે છે. આ બીજની મદથી જર્મનીમાં તો બાયોગેસ પ્લાન્ટ પણ મોટાપાયે શરૂ કરવામાં આવ્યા છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here