સીતા માતાએ આપેલ શ્રાપ આજે પણ ભોગવી રહ્યા છે આ 4 જીવો, વાંચો અને જાણો શું છે આ શ્રાપની કહાની…

0

આમ તો હિંદુ ધર્મમાં દરેક મહિનાને ખાસ માનવામાં આવે છે પણ શ્રાદ્ધનો મહિનો એક એવો મહિનો છે જેમાં લોકો સદીઓથી અમુક નિયમોનું પાલન કરતા આવ્યા છે. શ્રાદ્ધનો મહિનો ફક્ત આપણી સાથે જ નહિ પણ આપણા પૂર્વજો સાથે જોડાયેલ છે. ઇતિહાસમાં શ્રાદ્ધ સાથે અનેક પરંપરા અને વાર્તાઓ જોડાયેલ છે જેનો ઉલ્લેખ આજે પણ રામાયણમાં આપણે જોઈ શકીએ છીએ. આજે અમે તમને શ્રાદ્ધ સાથે જોડાયેલ એવી એક વાત જણાવીશું જે વાંચીને તમારા પગ તળેથી જમીન ખસી જશે. તમને જણાવી દઈએ કે આ એકદમ સાચી ઘટના છે આને ભગવાન રામ સાથે જોડવામાં આવે છે.

જયારે પ્રભુ રામને ૧૪ વર્ષનો વનવાસ થાય છે ત્યારે તેઓ પોતાની પત્ની માતા સીતા અને ભાઈ લક્ષમણ સાથે નીકળી પડે છે. તેઓ ના વન વિહાર દરમિયાન જ રાજા દશરથ મૃત્યુ પામે છે અને જયારે આ સમાચાર તેમને મળે છે ત્યારે તેઓ બહુ દુખી થઇ જાય છે અને પછી તેમની ફરજ નિભાવવા માટે માતા સીતા એ લક્ષમણને પિંડદાન કરવા માટેની સામગ્રી ભેગી કરવાનું કહે છે.

માતા સીતાનો આદેશ માનીને લક્ષમણ તરત સામગ્રીની શોધમાં નીકળી પડે છે પણ ઘણો સમય થઇ જવા છતાં પણ તેઓ પરત ફરતા નથી ત્યારે માતા સીતાને તેમની ચિંતા થવા લાગે છે. પછી તેઓ પોતાની બુદ્ધિ વાપરે છે અને જાતે જ પિંડદાન કરવા માટેની તૈયારી કરે છે. કહેવાય છે કે માતા સીતાએ આ પિંડદાનમાં ગાય, પંડિત, નદી અને કાગડાને સાક્ષી રાખીને પિંડદાન કર્યું હતું. જયારે માતા સીતા ભગવાન રામ પાસે પહોચે છે ત્યારે તેઓ જણાવે છે કે તેમણે સંપૂર્ણ વિધિ અને પરંપરાથી પિંડદાન કરી દીધું છે તમે પૂછવું હોય તો આ ચાર ને પૂછી શકો છો.

માતા સીતાને વિશ્વાસ હતો કે એ ચારેય સાચું જ જણાવશે પણ તેઓ પોતાની વાતથી ફરી જાય છે અને ખોટું બોલે છે. તેઓએ પિંડદાનની વાત નકારી દીધી. આ વાત સાંભળીને ભગવાન રામ એ માતા સીતા પર ગુસ્સે થાય છે. ભગવાન રામના ગુસ્સાથી બચવા માટે માતા સીતાએ રાજા દશરથની આત્માને તેમની સામે આવવા માટે આજીજી કરે છે. થોડીવાર પછી રાજા દશરથની આત્મા ત્યાં આવે છે અને તેઓ કબુલ કરે છે કે માતા સીતાએ પિંડદાન કરી દીધું છે અને આ ચાર જુઠું બોલી રહ્યા છે. એ ચારેવના જુઠ્ઠું બોલવા પર માતા સીતા ગુસ્સે થઇ ગયા અને તેમને શ્રાપ આપી દીધો. તેમના શ્રાપને આજે પણ આ લોકો ભોગવી રહ્યા છે.

માતા સીતાએ પંડિતને શ્રાપ આપ્યો કે તને ગમે એટલું ધન મળશે કે પછી કોઈ રાજા તને તેનું રાજ પાઠ પણ જો સોંપી દેશે તો પણ તું ગરીબ જ રહીશ. માતા એ ફલ્ગુ નદીને શ્રાપ આપ્યો કે તે પાણી આપશે તેમ છતાં પણ તે સુકી જ રહેશે. તેમણે ગાયને શ્રાપ આપ્યો કે તારી પૂજા જરૂર થશે પણ પછી તને ગમે ત્યાં રખડીને અને વધેલું ઘટેલું એંઠું ખાઈને ચલાવવું પડશે. આટલું જ નહિ માતા સીતાએ કાગડાને એકલા શાંતિથી ખાવાનું નહિ પણ લડી ઝઘડીને ખાવું પડશે. એ સમયથી આજ સુધી આ જીવો આ શ્રાપ ભોગવી રહ્યા છે. આ ઘટના એ રામાયણ સાથે જોડાયેલ છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here