સાયન્ટીફીક ફક્ત 3 રીત થી ઘટાડો કમરની ચરબી, નથી કોઈ આડઅસર ગેરંટી અને વજન ઘટશે જોતજોતામાં…

0

વજન ઘટાડવા માટે અનેક લોકો અનેક પ્રકારના નુસખા અને ડાયટ કરતા હોય છે. એમાંથી ઘણા બધા તમે પણ અપનાવ્યા હશે પણ અમુક મિત્રોને જ તેમાં સફળતા મળી હશે અને અમુકને નહિ પણ મળી હોય. જો તમને પણ લાગતું હોય કે વજન ઘટાડવું એ તમારી બહુ અઘરું કામ છે તો ના એવું નથી આજે અમે તમને જે ટીપ્સ જણાવવાના છે એમાં તમે ચોક્કસ સફળ થશો અને તમારું વજન જરૂરથી ઘટશે. આ બધી ટીપ્સ એ વૈજ્ઞાનિક છે અને વિશ્વના ઘણાબધા લોકોએ અજમાવેલ છે. તો તમે પણ જાણી લો અને આજથી જ અપનાવો.

કેવીરીતે ઘટશે વજન?

તમને પણ આ સવાલ જરૂર થતો જ હશે કે આખરે વજન ઘટશે કેવીરીતે અને એ પણ સાયન્ટીફીક રીતે? આપણું શરીર એ વિજ્ઞાનના નિયમો અનુસાર કામ કરતુ હોય છે. આ નિયમો બહુ ઓછા લોકો જાણતા હોય છે અને આજ કારણે શરીરને સમજી શકાતું નથી. વજન ઘટાડવા માટે આજ સુધી તમે ઘણાબધા નુસખા અજમાવ્યા હશે. એમાંથી અમુક નુસખાની અસર વિપરીત પણ થઇ હશે એટલા માટે હવે તમારે વજન ઘટાડવા માટે તમારે આ ત્રણ વાતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.

 • તમારે ક્યારેય ભૂખ્યા રહીને વજન ઘટાડવાનું નથી.
 • તમારે ધીરે ધીરે પોતાના ખોરાકમાં સાયન્ટીફીક રીતે ચેન્જ લાવવાનો છે.
 • આની સાથે સાથે તમારે તમારા મેટાબોલીઝમ પણ સરખું કરવાનું છે જેના કારણે શરીર નબળું પડે નહિ.

જો તમે આ ત્રણ વાતોનું ધ્યાન રાખશો તો વજન ઘટાડશો ત્યારે તમારી તબિયત પર કોઈ ખરાબ અસર થશે નહિ. આવો હવે તમને જણાવી દઈએ કે તમારે વજન ઘટાડવા માટે શું કરવું પડશે.

શુગર અને સ્ટાર્ચનું પ્રમાણ ઓછું કરવાનું.

આપણું વજન એ સૌથી વધારે સુગર અને કાર્બોહાઈડ્રેટના કારણે વધતું હોય છે. એટલા માટે વજન ઘટાડવાના સમય દરમિયાન તમારે આ વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ. સ્ટાર્ચ અને સુગરવાળા ખોરાકમાં ચોખા, બટેકા, મીઠાઈ, કોફી, ચા, તેલ વાળું ભોજન અને મેંદાથી બનેલી વસ્તુઓ ઓછી ખાવી જોઈએ.

શું છે સાયન્ટીફીક કારણ : જયારે આપણું શરીર એ થોડું ભૂખ્યું હોય છે ત્યારે તે આપણા મગજને ભૂખ લાગવાના સંકેત મોકલે છે. ત્યારે આપણે આપણા શરીરમાં જેટલી ભૂખ હોય છે તેનાથી વધારે ખાવાનું ખાઈ લઈએ છીએ. આવામાં થોડી માત્રા એ કાર્બોહાઈડ્રેટ એનર્જીમાં બદલાઈ જાય છે અને તમને પેટ ભરેલું ભરેલું લાગે છે અને તેના કારણે શરીરમાં એનર્જી આવી જાય છે. પણ તમે શરીરમાં વધારાનું કાર્બોહાઈડ્રેટ આરોગી લીધું હોય છે એ આપણા શરીરમાં ફેટ સ્વરૂપે જમા થાય છે આ એક કારણ છે તમારું વજન વધવા પાછળનું. એટલા માટે ડાયટમાં લો કાર્બોહાઈડ્રેટ વાળી વસ્તુઓ ખાવી જોઈએ.

પ્રોટીનયુક્ત ભોજન અને શાક ખાવા જોઈએ.

આપણે જયારે પણ વજન ઘટાડવા માટે પ્રયત્ન કરીએ છીએ ત્યારે ઘણીબધી વસ્તુઓ ખાવાની બંધ કરી દઈએ છીએ જેનાથી આપણા શરીરને જરૂરી તત્વો અને પ્રોટીન મળતું નથી અને આપણું શરીર એ નબળું પડી જાય છે. વજન ઘટાડવાના સમય દરમિયાન ઓછા કાર્બોહાઈડ્રેટવાળો ખોરાક લેવો જોઈએ પણ એવો ખોરાક લેવો જોઈએ જેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય. પ્રોટીન માટે તમે બપોરે જમવામાં ચીકન, માછલી, ઈંડા અને જો તમે નોનવેજ નથી ખાતા તો તમારે અલગ અલગ પ્રકારની દાળ ખાવી જોઈએ. આના સિવાય રાતના ભોજનમાં તમે લો કાર્બોહાઈડ્રેટ વાળી અનેક રંગીન શાક ખાઈ શકો છો.

લો કાર્બોહાઈડ્રેટ વાળા શાકભાજી- ફુલાવર, પાલક, ટામેટા, કેળા, કાકડી, કેપ્સીકમ અને લીલા મરચા વગેરે

તમારે જમવાનું તેલ બદલવું જોઈએ – તમે જે તેલમાં જમવાનું બનાવો છો એ તમારે બદલવું જોઈએ. ગુડ ફેટવાળું તેલ જેમ કે ઓલીવ ઓઈલ, કોકોનટ ઓઈલ, બટર અથવા એવોડેકો ઓઈલમાં બનેલા ભોજનથી તમને પૂર્ણ પોષણ મળશે. ફેટનું નામ સાંભળીને ડરવાની જરૂરત નથી તે તમારા શરીર માટે જરૂરી છે. જો તમે એક જ સમયે લો કાર્બોહાઈડ્રેટ ખોરાક અને લો ફેટ ભોજન કરશો તો તમારું શરીર નબળું પડી જશે અને શરીરમાં એનર્જી રહેશે નહિ. એટલા માટે આ સમય દરમિયાન તમારે ફેટ વાળા તેલમાં ભોજન બનાવવું જોઈએ.

શું છે સાયન્ટીફીક કારણ – પ્રોટીન એ આપણા શરીર માટે બહુ જરૂરી છે કારણ કે શરીરમાં થવા વાળી અનેક ક્રિયાઓ માટે તે જરૂરી છે. આના સિવાય લો કાર્બોહાઈડ્રેટ વાળા શાકભાજી ખાવાથી પણ શરીરને જરૂરી એનર્જી મળે છે. જો તમે પ્રોટીન વાળો ખોરાક લો છો તો તમારું પેટ એ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને તમારું મગજ એ વારંવાર એ ભૂખ વિષે વિચારશે નહિ અને તમને અડધી રાત્રે ભૂખ લાગશે નહિ.

અઠવાડિયામાં ૩ વાર થોડી કસરત કરો.

જો તમે ખરેખર વજન ઘટાડવા માંગો છો તો ડાયટથી પણ તમારું વજન ઘટવા લાગશે પણ જો તમે ફટાફટ વજન ઘટાડવા માંગો છો તો તમારે ખાવા પીવામાં ફેરફારની સાથે સાથે તમારે થોડી કસરત પણ કરવી જોઈએ. કસરત માટે તમારે વધારે હેરાન થવાની જરૂરત નથી. તમારે અઠવાડીએ ફક્ત ૩ થી ૪ દિવસ જ કરવાની છે જેમાં ૨૪ કલાકમાંથી તમારે ફક્ત ૩૦ મિનીટ કાઢીને કસરત કરવાની છે. આમ કરવાથી તમને ખબર પડશે કે તમારું વજન એ ઘટવાની શરૂઆત થઇ ગઈ છે. વજન ઘટાડવાના સમય દરમિયાન તમારે થોડું વોર્મઅપ, વેટ લીફટીંગ, સાયકલીંગ અને ધીરે ધીરે દોડવું જોઈએ. તમે ઈચ્છો તો જીમ પણ જોઈન કરી શકો છો.

શું છે સાયન્ટીફીક કારણ – જયારે તમને શારીરિક રીતે કોઈ મહેનત નથી કરતા તો તમારા શરીરનું મેટાબોલીઝમ બહુ ઘટી જાય છે. દિવસ દરમિયાન બહુ કસરત કરશો તો તમારું મેટાબોલીઝમ બરોબર રહેશે. આના કારણે શરીરમાં બ્લડ ફલો સારો રહે છે. આના કારણે તમને મેન્ટલી પણ ફ્રેશ ફિલ કરશો.

આ વાતોનું ખાસ ધ્યાન રાખો.

 • દિવસમાં ૩ થી ૪ વારથી વધુ ખાશો નહિ.
 • ભૂખ હોય એટલું જ ખાવાનું.
 • ઈચ્છો તો અઠવાડિયામાં એક દિવસ હાઈ કાર્બોહાઈડ્રેટ ખોરાક એટલે કે ઓટ્સ, રાઈસ, બટેકા અને ફ્રુટ પણ ખાઈ શકો.
 • ક્યારેય સવારનો નાસ્તો કરવાનું ભૂલવું નહિ, સવારનો નાસ્તો એ દિવસના ભોજન થી પણ વધુ જરૂરી છે.
 • સવારના નાસ્તામાં હાઈ પ્રોટીન ખોરાકને સામેલ કરો.
 • ફ્રુટ જ્યુસ અને શુગર વાળો ખોરાક કે પીણા બંધ કરો.
 • બની શકે તો પ્રયત્ન કરો કે દિવસમાં બે થી વધુ ચા કે કોફીનું સેવન કરવું નહિ.
 • જમ્યાના અડધો કલાક પહેલા પાણી પીવો.
 • તળેલું અને બાફેલું ખાવા કરતા કાચું ખાવાનું રાખો જેમાં ફળ, શાકભાજી અને ડ્રાયફ્રુટનો ઉપયોગ કરી શકો.
 • બે દિવસમાં ઓછા માં ઓછું એક વાર વજન અચૂક કરો.
 • રાત્રે સુવાના સમયના બે કલાક પહેલા ભોજન કરી લો.
 • મોડી રાત સુધી જાગવું નહિ. ૬ થી ૭ કલાકથી વધુ ઊંઘ લેવી નહિ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here