સિંહ પર સવાર થઈને આવશે સંક્રાંતિ જુઓ તમારી રાશિ ઉપર શું અસર થાય છે…..જાણો કોના ભાગ્ય ખુલશે અને કોને થશે ધનલાભ

0

આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર 14 મી જાન્યુઆરી અને ૧૫મી જાન્યુઆરીએ ઉજવવામાં આવશે.

સૂર્યના રાશિ પરિવર્તન એ સંક્રાંતિ કહેવામાં આવે છે. જો સૂર્ય મકર રાશિમાં જાય તો તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. અને જો સૂર્ય ધનુ રાશિમાં જાય તો તેને ધનુસંક્રાંતિ કહેવામાં આવે છે.સૂર્ય ગોચર રાશિ માં ભ્રમણ કરી કરીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે.

આ વખતે સૂર્ય 14 જાન્યુઆરી સાંજે 7: 51 મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરશે. અને ઉદય તિથી 15 જાન્યુઆરી સવારે મકર રાશિમાં થશે.

આ વખતે સંક્રાંતિનું વાહન સિંહ અને ઉપ વાહન હાથી છે. મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં તલનો લેપ કરીને સ્નાન કરવાથી તેનું પુણ્ય પણ વધારે મળે છે.આ દિવસે તલનું દાન કરવાનો ખૂબ જ મહત્વ માનવામાં આવે છે આ દિવસે તલ ની બનાવેલી કોઈ પણ વસ્તુ દાન કરવું જોઈએ તેમજ તાંબાનો કોઈપણ વાસણ દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે..

આ મકરસંક્રાંતિએ બાર રાશિઓ પર શું અસર જોવા મળે છે જુઓ….

1) મેષ રાશિ:-મેષ રાશિવાળા જાતકો માટે આ મકરસંક્રાંતિ ધનલાભ લઈને આવી રહી છે…

2)વૃષભ રાશી:-વૃષભ રાશિના જાતકો માટે આ મકરસંક્રાંતિ થોડી હાનિ થવાની શક્યતા બતાવી રહી છે તેથી ધ્યાન રાખવું…

3) મિથુન રાશિમિથુન રાશિવાળા જાતકો માટે આ સંક્રાંતિ કોઈ મોટો લાભ અપાવશે.

4) કર્ક રાશિકર્ક રાશિના જાતકો માટે આ મકરસંક્રાંતિ કાર્યસિદ્ધિમાં પ્રાપ્તિ થશે. તેમજ કાર્ય સિદ્ધિ યોગ બની રહ્યો છે..

5) સિંહ રાશી:-સિંહ રાશિવાળા જાતકો માટે આ મકરસંક્રાંતિ લાભ લઇને આવી રહી છે તેની પુણ્ય લાભ પણ મળશે.

6) કન્યા રાશિ:-કન્યા રાશિ ના જાતકો માટે આ મકરસંક્રાંતિ કષ્ટ અને પીડા થવાની શક્યતા બતાવી રહી છે. એટલા માટે તમારે તમારું ધ્યાન રાખવાનું રહેશે.

7) તુલા રાશિ:-તુલા રાશિના જાતકો માટે આ મકરસંક્રાંતિ સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે તેવા યોગ બની રહ્યા છે.

8) વૃષીક રાશિવૃષિક રાશી ના જાતકોને આ મકર સંક્રાંતિ ભય અને વ્યાધિ બતાવી રહી છે.

9) ધનુ રાશિ:-ધનુ રાશિના જાતકો માટે આ મકરસંક્રાંતિ કોઇ મોટી સફળતા અપાવશે. તે સફળતાના યોગ લાવી રહી છે.

10) મકર રાશિ :-મકર રાશિના જાતકો માટે આ મકરસંક્રાંતિ વાદ-વિવાદની શક્યતા બતાવી રહી છે એટલા માટે વાદ-વિવાદથી બચવુ.

11) કુંભ રાશિ:-લોકો માટે આ મકરસંક્રાંતિ થી ધનલાભના યોગ બતાવી રહી છે અને ધનલાભ થશે.

12) મીન રાશિ:આ રાશિના જાતકો માટે આ મકરસંક્રાંતિ કાર્યસિદ્ધિમાં પ્રાપ્તિ બતાવી રહી છે અને કાર્ય સિદ્ધિ યોગ બની રહ્યો છે

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here