સિંગાપુરમાં ખુદના ઘરમાં પણ કપડા વગર ફરવું છે ગૈરકાનૂની, જાણો ત્યાના એવા જ 10 અજીબ નિયમો…..

0

જેને વાંચીને તમે પણ કહેશો કે ‘મેરા ભારત મહાન’.

ફરિયાદ કરવી દરેક ઈન્સાની ફિતરત હોય છે. જે મળ્યું તેમાં ખુશ રહેવાનો હુનર ખુબ ઓછા લોકોની પાસે હોય છે. આ હુનર ખાસ કરીને આપણા ભારતમાં ખુંબ દુર્લભ છે. આપણે ત્યાં જરા-જરાથી વાત પર લોકો રસ્તાઓ પર ઉતરી આવતા હોય છે. મોટાભાગે લોકો તે શિકાયત કરતા રહે છે કે ભારતમાં અસહિષ્ણુતા દિન પ્રતિદિન વધતી રહી છે. આમીર ખાન પણ આ બાબત વિશે એકવાર પોતાનો મંતવ્ય આપીને ફસાઈ ચુક્યા હતા.

પણ દોસ્તો ઘણા એવા દેશો છે જ્યાં આવી ચીજો ગેરકાનૂની છે, જેની આપણે ક્યારેય કલ્પના પણ ન કરી શકીએ. આજે અમે તમને એવા જ એક દેશ સિંગાપુર વિશે કહેવા જઈ રહ્યા છીએ. જેના વિશે જાણીને તમે પણ કહી ઉઠશો કે આપણો ભારત દેશ સૌથી સારો છે.

1. ચ્યુઇંગમ વહેંચવી:તમારી આસપાસ મોટાભાગે એવા લોકો નજરમાં આવતા હશે, જેને દિનભર ચ્યુઇંગમ ચાવવાની આદત હોય. જો આવા લોકો સિંગાપુર ચાલ્યા હાય તો તેઓને ત્યાં ખુબ જ પરેશાની પડી શકે છે. ત્યાં તેઓને ક્યાય પણ ચ્યુઇંગમ નહિ મળે કેમ કે તેને વહેંચવા વાળા ને $100,000 (64,87,500 रुपए) સુધીનો દંડ ભરવો પડે છે. અને સાથે જ બે વર્ષની જૈલ પણ થઇ શકે છે.

2. કોઈ અન્યના Wi-Fi નો ઉપીયોગ કરવો:

અમુક લોકો એવા પણ હોય છે જેઓ છત પર જઈને પાડોશીઓના Wi-Fi થી ફિલ્મો ડાઉનલોડ કરી લેતા હોય છે. સિંગાપુરમાં આવું કરવા પર લોકોને $10,000 (6,48,850 रुपए) સુધીનો દંડ ભરવો પડે છે સાથે જ જૈલ પણ થઇ શકે છે.

3. ટોઇલેટનું ફ્લ્શ ન ચલાવવું:

પબ્લિક ટોઇલેટમાં મોટાભાગે લોકો હલ્કા થઈને ધીમેથી ખીસકી જતા હોય છે. તેઓ ફ્લશ ચલાવા જેવી નાની વાતો પર ધ્યાન પણ દેતા ન હોય. સિંગાપુરમાં આવું કરવા પર અપરાધ માનવામાં આવે છે અને અપરાધી ને $150 (9,731 रुपए) દંડ ભરવો પડે છે.

4. કબૂતરોને ખવડાવવું:

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ નો તે સીન તો તમને યાદ જ હશે જ્યારે શાહરુખ ખાન અને અમરીશ પૂરી કબૂતરોને દાણા આપી રહ્યા હોય. જો તેઓ તેવું સિંગાપુરમાં જઈને કરે તો તેઓને $500 (32,447 रुपए) નો દંડ આવી શકે.

5. ઘરમાં કપડા વગર ફરવું:

ઘરમાં માણસ કઈ પણ કરે, તેનાથી કોઈને શું ફર્ક પડે. જો તમે સિંગાપુરમાં રહીને તેવું વિચારો તો તમે ગલત છો. ત્યાં તમે જો કપડા પહેર્યા વગર પોતાના જ ઘરમાં ફરી રહ્યા છો અને કોઈએ તમને જોઈ લીધા તો તમને $2,000 (1,29,770 रुपए) સુધીના દંડની સાથે ત્રણ મહિનાની જૈલ પણ થઇ શકે છે.

6. સાર્વજનિક સ્થાન પર થૂંકવું:

દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાન જોર-શોર માં ચાલતું હોવા છતાં લોકો મોટાભાગે સડક પર થુંકતા નજરમાં આવતા હોય છે. પણ સિંગાપુરમાં આવો નજારો જોવા મળે તો તેઓને  $1000 (64,875 रुपए) દંડ ભરવો પડે છે.

7. પબ્લિક પ્લેસ પર ગાવું:

સિંગાપુરમાં સડક પર અશ્લીલ ગીત ગાવું જૈલ કરાવી શકે છે. જો ભારતમાં પણ આવો નિયમ લાગુ પડી જાય તો ન જાણે કેટલા લોકો જૈલની હવા ખાતા થઇ જાય.

8. પતંગ ઉડાડવી:

તમે ત્યાં સડકો પર ન તો પતંગ ઉડાવી શકો કે નતો કોઈ રમત રમી શકો, આવું કરવા પર તમને $5000 (3,24,470 रुपए) સુધીનો દંડ ભરવો પડે છે.

9. સમલૈન્ગીંગ સંબંધ:

સમલૈન્ગીંગ સંબંધ માટે સિંગાપુરમાં કોઈ કઠોર નિયમ નથી પણ તેને ત્યાં પ્રકૃતિના ખિલાફ માનવામાં આવે છે.

10. સડક પર દોડવું:ભારતમાં મોટાભાગે લોકો સડકો પર દોડીને ટ્રાફિક પાર કરતા નજરમાં આવતા હોય છે. સિંગાપુરમાં આવું કરતા લોકોને $1000 (64,875 रुपए) સુધીનો દંડ અને સાથે જ ત્રણ મહિનાની જૈલ આવી શકે છે. અને તેને ફરીથી કરવા પર $2,000 (1,29,770 रुपए)  સુધીનો દંડ આવી શકે છે.

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.