સિંગાપોર માં લાગ્યું અનુષ્કા નું અનોખું સ્ટૈચ્યું, ઘણા બૉલીવુડ સ્ટાર્સ ના લાગેલા છે અહીં સ્ટૈચ્યું….7 Photos જુવો

0

બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા ને એક્ટિંગ માં ખુબ જ કામિયાબી મળી છે. દરેક ફિલ્મ માં દમદાર એક્ટિંગ થી તે દર્શકો ના દિલો જીતવામાં કામિયાબ રહી છે. તેની આગળની ફિલ્મ સુઈ-ધાગા એ બોક્સ ઓફિસ પર ખુબ કમાણી કરી છે. તેના પછી તેની આગળની ફિલ્મ શાહરુખ ખાન ની સાથે ‘ઝીરો’ આવવાની છે. તેના સિવાય અનુષ્કા એ એક અન્ય કામિયાબી હાંસિલ કરી છે. અનુષ્કા નું વૈક્સ સ્ટૈચ્યું સિંગાપોર ના મૈડમ તુસાદ મ્યુઝિયમ માં લગાવામાં આવ્યું છે. જેને ખુદ અનુષ્કા ના દર્શકો માટે ખોલવામાં આવ્યું. આ સ્ટૈચ્યું માં મ્યુઝિયમ ને આઈફા એવોર્ડ્સ એક્સપિરિયન્સ ગેલેરી માં લગાવામાં આવ્યું છે.
અનુષ્કા ના સ્ટૈચ્યું ની જો વાત કરીયે તો આ સ્ટૈચ્યું ફોન પર વાત કરી રહેલું જોવામાં આવશે. એટલે કે તેના હાથમાં એક ફોન હશે જે કામ કરશે અને સાથે જ અહીં આવનારા દર્શકો આ વૈક્સ સ્ટૈચ્યુંની સાથે સેલ્ફી પણ લઇ શકશે.
તેનું અનાવરણ કરતા અનુષ્કા ખુબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે. ખુદ અનુષ્કા પણ પોતાના જ સ્ટૈચ્યું ની સાથે સેલ્ફી લેવા માટે ઉભી રહી ગઈ હતી. જણાવી દઈએ કે અહીં અનુષ્કા ના સિવાય બૉલીવુડ સ્ટાર્સ શાહરુખ ખાન અને અમિતાબ ના પણ સ્ટૈચ્યું લાગેલા છે. વિદેશી સિતારો માં અહીં ઓપ્રા વિન્ફ્રે અને ક્રિસ્ટિએનો રોનાલ્ડો જેવા સ્ટાર્સ ના પૂતળા પણ આ મ્યુઝિયમ ની શોભા વધારી રહ્યા છે.ભારતીયો ની વાત કરીયે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિતાબ, સચિન તેંદુલકર, રણધીર કપૂર, કાજોલ, માધુરી દીક્ષિત વગેરે ના પૂતળા પણ અહીં લાગેલા છે. આ સિવાય અહીં મહાત્મા ગાંધી ને પણ જગ્યા આપવામાં આવેલી છે. મ્યુઝિયમ ના મેનેજરે જણાવ્યું કે અહીં અભિનેતા અનિલ કપૂર નું પૂતળું હતું જે હાલના સમયે દિલ્લી ના મૈડમ તુસાદ મ્યુઝીયમ માં છે. તેમને જણાવ્યું કે લંડન સહીત ઘણા દેશોમાં સ્થાપિત મૈડમ તુસાદ મ્યુઝિયમ માં અલગ અલગ હસ્તીઓ ના પૂતળાં એકબીજા માં આવતા જાતા રહે છે.
મૈડમ તુસાદ ના વૈક્સ મ્યુઝિયમ ની સ્થાપના 1835 માં મેરી તુસાદ એ સૌથી પહેલા લંડન માં કરી હતી. ત્યારથી અત્યાર સુધી તેની કુલ 23 શાખાઓ છે જે અલગ અલગ દેશોમાં સ્થાપિત છે. દિલ્લી માં 2017 માં તેની શાખા ખોલવામાં આવી હતી જેમાં નરેન્દ્ર મોદી સહીત 50 હસ્તીઓના સ્ટૈચ્યું લાગેલા છે.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here