શિમલા ફરવા જવાનું વિચારો છો તો તેની આસપાસ આવેલ આ 14 જગ્યાઓની મુલાકાત લેવાનું ભૂલતા નહિ.

0

શિમલા ફરવા જવા માટે બહુ સુંદર જગ્યા છે પણ જો તમે એવું વિચારતા હોવ કે ફક્ત શિમલા જ જઈને પાછા આવી જવાશે તો એવું નથી તમે તેની આસપાસ આવેલી આ સુંદર જગ્યાઓ જોવાનું ચુકતા નહિ. અહીની સુંદરતા એ જાણે ઈશ્વરે સુંદર ચિત્ર દોર્યું હોય એવું લાગે છે.

આવો આજે તમને જણાવી દઈએ શિમલાની આસપાસ આવેલી આ સુંદર અને મનોહર જગ્યાઓની માહિતી.

મનાલીજે લોકો બહુ જ ગરમીથી પરેશાન હોય છે તેઓ હંમેશા મનાલી જવાનું વિચારે છે. અહિયાં હંમેશા ઠંડક વાળું વાતાવરણ હોય છે. ચોમાસું શરુ થતા જ અહિયાં કુદરતના રંગો સોળે કળાએ ખીલી જાય છે. મનાલી એ શિમલાથી ફક્ત ૨૬૫ કિલોમીટર દુર છે. જો તમે પ્લેનથી જવા માંગો તો એ ફક્ત ૧૨૮ કિલોમીટર દુર છે.

Wild Flower Hallભારત-તિબ્બેટ રોડ પર આવેલ Wild Flower Hall એ શિમલાથી ફક્ત ૧૩ કિલોમીટર દુર છે. ૨૪૯૮ કિલોમીટરની ઉંચાઈ પર આવેલ આ જગ્યાએ હંમેશા બરફનો વરસાદ થતો હોય છે. રંગબેરંગી ફૂલો અને લીલોતરી એ અહિયાં દરેક લોકોને આકર્ષે છે.

મશોબરાઆ જગ્યા શિમલાથી ફક્ત ૧૦ કિલોમીટર જ દુર છે. મશોબરા ની ઉંચાઈ ૭૭૦૦ ફૂટ છે. અહિયાં સુંદર પહાડો, અદ્ભુત બગીચાઓ, પથ્થરોએ કાપીને બનાવવામાં આવેલ ખુરશી. વગેરે જેવી વસ્તુઓ પ્રવાસીઓને આકર્ષે છે.

નાલદેહરા૬૭૦૬ ફૂટની ઉંચાઈ પર આવેલ આ જગ્યા એ શિમલાથી ફક્ત ૨૫ કિલોમીટર દુર છે. અહિયાં આપણા દેશનું સૌથી જુનું ગોલ્ફ સેન્ટર પ આવેલ છે. લોકો અહિયાં પીકીનીક માટે આવતા હોય છે. ઘોડાસવારી માટે પણ આ જગ્યા બહુ પ્રખ્યાત છે. બોલીવુડની ઘણીબધી ફિલ્મોનું શુટિંગ અહિયાં કરવામાં આવેલ છે.

તત્તા પાણીશિમલાથી ૫૧ કિલોમીટર દુર આવેલ આ જગ્યા એ ગરમ પાણીના ઝરણા ના લીધે બહુ ફેમસ છે. અહિયાં ઝરણામાં સલ્ફર નું પ્રમાણ વધુ જોવા મળે છે. અહિયાં પણ માછલીઓ પકડવા અને નાહવા માટે ફેમસ જગ્યાઓ છે.

કુફરીશિમલાથી ૨૨ કિલોમીટર દુર આવેલ આ જગ્યા એ ઘોડેસવારી, Bungee Jumping, Rope Climbing અને Ziplining માટે બહુ ફેમસ છે.

ફાગુશિમલાથી ૨૩ કિલોમીટર દુર ભારત તિબ્બેટ રોડ પર આવેલ આ જગ્યા એ હંમેશા બરફથી ઘેરાયેલી રહે છે. ટ્રેકિંગ કરવા માટે આ બહુ સુંદર જગ્યા છે.

નરકડાંશિમલાથી ફક્ત ૬૬ કિલોમીટર દુર આવેલ છે. અહિયાં સૌથી ઉંચી ચોટી હાટુ પીક છે જેમ=ની ઉંચાઈ ૯૦૧૭ ફૂટ છે. ટેકિંગ અને સ્કીનીંગ માટે અહિયાં ઘણાબધા લોકો આવતા હોય છે. અહિયાથી દુર દુર સુધી ફેલાયેલ લીલોતરી જોઈ શકાય છે.

ચૈલશિમલાથી ૪૫ કિલોમીટર દુર આવેલ આ બહુ સુંદર હિલ સ્ટેશન છે. ચૈલની Wild Life Sanctuary વન્ય જીવોની સાથે સાથે પર્યાવરણના સંરક્ષણ માટે પણ ઓળખાય છે. અહિયાં ગુરુદ્વારા, કાલીના ટીબ્બા, મહારાજા મહેલ એ જોવા લાયક સ્થળ છે. અહિયાનું ક્રિકેટ અને પોલો સ્ટેડીયમ એ દરિયાની સપાટીથી ૨૪૪૪ મીટર ઉંચાઈ પર આવેલ છે. આ દુનિયાનું સૌથી ઊંચું ક્રિકેટ સ્ટેડીયમ છે. ટ્રેકિંગ માટે પણ આ બહુ ફેમસ અને સુંદર જગ્યા છે.

સોલનશિમલાથી ફક્ત ૨૧ કિલોમીટર દુર આવેલ છે. સોલન એ મશરૂમ સીટીના નામથી ઓળખવામાં આવે છે. અહિયાં લોકો શોલીની દેવી મંદિર, કૃષ્ણ મંદિર અને Mohan Shakti National Heritage Park જોવા માટે આવે છે. અહિયાનું રેલ્વે સ્ટેશન એ વિશ્વનું સૌથી ઊંચું રેલ્વે સ્ટેશન માનવામાં આવે છે.

તીર્થન ઘાટીશિમલાથી ૭૫ કિલોમીટર દુર આવેલ આ ઘાટી છે જ્યાં તીર્થન નદી વહે છે, આ નદીએ જે લોકોને માછલી પકડવાનો શોખ છે તેમની માટે બહુ પ્રખ્યાત છે. જલોડી દર્રા અને ઓટ એ આ જગ્યાના મુખ્ય આકર્ષણ છે.

કુલ્લુશિમલાથી ૨૨૩ કિલોમીટર દુર આવેલ આ જગ્યા એ કુદરતી દ્રશ્યો અને તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. સિલ્વર વેલીના નામથી મશહુર આ જગ્યા એ ફક્ત સંસ્કૃતિ અને ધાર્મિક ગતિવિધિઓ જ નહિ પણ અનેક એડવેન્ચર સ્પોર્ટ્સ માટે પણ ઓળખાય છે.

ધર્મશાળાશિમલાથી ૨૩૭ કિલોમીટર દુર આવેલ ધર્મશાળા. અહીયાની કુદરતી સુંદરતા એ એક અદ્ભુત વાતાવરણ ઉભું કરે છે. દલાઈલામાનું નિવાસ્થાન પણ અહિયાં જ આવેલ છે. લોકો આ જગ્યાને નાનું લ્હાસા ના નામે ઓળખે છે.
દલાઈ લામા અને તિબ્બતી લોકો ના રહેવા માટે આ ધર્મશાળા એ બહુ ફેમસ છે. અહિયાં દેશનું સૌથી સુંદર ક્રિકેટ સ્ટેડીયમ બનેલ છે. આપણા દેશનું આ સૌથી વધુ ઉંચાઈ પર બનેલ એકમાત્ર આ ઇન્ટરનેશનલ સ્ટેડીયમ છે. ૨૦૦૫માં બનીને તૈયાર થયેલ આ સ્ટેડીયમમાં આઈપીએલ, ટેસ્ટ અને વન ડે મેચ પણ રમવામાં આવેલ છે. આ સ્ટેડીયમમાં ૨૫૦૦૦ દર્શકો એકસાથે બેસીને ક્રિકેટ જોઈ શકે છે.

મૈક્લોડ્ગંજશિમલાથી ૨૪૦ કિલોમીટર દુર આવેલ આ જગ્યા એ તિબ્બેટ અને બુદ્ધને પોતાની અંદર બરોબર વસી ગયું છે. શિવાલિક પર્વતો પર આવેલ આ જગ્યા એ સ્વર્ગ સમાન છે. બૌદ્ધ મઠો, સુંદર લીલોતરી અને અહિયાનું સુંદર વાતાવરણ એ આ જગ્યા પર કુદરત ખરેખર મહેરબાન છે. અહિયાં ઘણાબધા લોકો એ યોગ, ટ્રેકિંગ અને અધ્યાત્મ શાંતિ માટે અહિયાં આવતા હોય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક પર્યટન માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here