બુટ ના બોક્સમાં આપવામાં આવતી નાનકડી પડીકીનો જાણો આજે ઉપયોગ, આ જાણ્યા પછી તેને ફેંકવાની જગ્યાએ તેને રાખી મૂકશો સાચવીને !!!

0

ઘણીવાર આપણે નાની મોટી વસ્તુને નકામી સમજીને અનદેખા કરીને તેને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ ક્યારેક ક્યારેય આ વસ્તુઓ આપણને એટલી બધી ઉપયોગી સાબિત થાય છે કે આપણે તેના વિષે વિચારી પણ શકતા નથી. બુટ ના બોક્સમાં અથવા તેનાજેવી કેટલીય વસ્તુઓમાં કે કોઈ દવાના પેકેટમાં એક નાની એવી પડીકી જોવા મળતી હોય છે. જે એક કાગળના નાના પાઉચ જેવુ હોય છે ને આપણે પણ તેને કાગળનું પાઉચ સમજી ને ફેંકી દેતા હોઈએ છીએ.
આપણે જ્યારે પણ નવા બુટ અથવા તો દવાની બોટલ ખરીદીએ છીએ તો એ કાગળની 3 થી 4 પડીકી તો આપણી સામે આવે જ છે. જેને આપણે તરત જ ફેંકી દઈએ છીએ. અને ખરીદેલ સામાનને જ જોવામાં બીજી થઈ જઈએ છીએ. આપણે એ વસ્તુ તો સાવ ભૂલી જ જઈએ છીએ કે સાથે આપ્યું છે તો જરૂર કોઈ કારણ હશે, તેનો પણ કોઈ જગ્યાએ ઉપયોગ થતો હશે.
તમને જણાવી દઈએ કે તેનું નામ ” સિલિકા જેલ” છે અને તે ભેજને સૂકવવાનું કામ કરે છે. મોટેભાગે આપણે તેને ફેંકી જ દેતા હોઈએ છીએ, પરંતુ હવે તેને ભેગી કરવાનું કામ શરૂ કરી દો, જાણો તેના ઉપયોગો વિશે.
ઘણીવાર આપણો મોબાઈલ ફોન પાણીમાં પડી જાય છે કે વરસાદમાં પલળી જાય છે. એવામાં સૌથી પહેલા તો મોબાઇલની બેટરી કાઢીને તેને લૂછીને સૂકવી દો. હવે મોબાઇલને કોઈ પ્લાસ્ટિક બેગમાં રાખીને તેમાં સિલિકા જેલની બે થી 3 પડીકી નાખી દો. અને પ્લાસ્ટિકની બેગ બંધ કરી દો. આમ બે દિવસ માટે રાખો. મોબાઇલમાં રહેલ પાણી અને ભેજ એકદમ સોશાઈ જશે ને મોબાઈલ બની જશે પહેલા જેવો જ , એકદમ ઓકે.
આ ધાતુઓને બચાવવાનું પણ કામ કરે છે ને ખાધ્ય વસ્તુઓને બગાડતી અટકાવવાનું પણ કામ કરે છે. કોઈપણ ખાધ્ય સામગ્રી જેવાકે ડ્રાય ફ્રૂટ્સ, મસાલા કઠોળ કે અનાજ ને ભેજથી બચાવવા હોય તો તે જેમાં પણ ભરેલ છે તે વાસણમાં કે બરણીમાં 3 થી 4 સિલિકા જેલની પડીકી નાખી દો, કઠોળ કે અનાજ માં કે પછી મસાલામાં બિલકુલ ભેજ લાગવા નથી દેતું ને વસ્તુને લાંબા સમય સુધી સારી રાખવામા મદદ કરે છે.
કોઈ જૂની યાદને પણ સાચવી રખવાનું કામ કરે છે. જો કોઈ જૂના ફોટોગ્રાફ્સ પડ્યા હોય ને એ પડ્યા પડ્યા જ સમય જતાં એકબીજા સાથે ચોટી જાય છે તો એવામાં તેને એકદમ સરસ રાખવા માટે આલ્બમમાં બે કે ત્રણ સિલિકા ના પાઉચ મૂકી દો. ફોટામાં વાતાવરણમાં રહેલો ભેજ અસર કરશે નહી ને ફોટા લાંબા સમય સુધી એકબીજા સાથે ચોટશે પણ નહી.
જો તમે તેને ફેંકીને હવે પસ્તાતા હોય તો ઓનલાઈન તેની ખરીદી કરી શકો છો ને તેને તમારી લાઇફનો હિસ્સો બનાવી શકો છો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here