સિક્કીમના પહાડોમાં 4500 ફૂટની ઊંચાઈ પર ના અદ્દભુત એયરપોર્ટ 15 Photos જોયા તમે? ક્લિક કરીને જુવો નઝારો…

0

હવે સિક્કિમ ને અધિકારક રૂપે પોતાનું એક એયરપોર્ટ મળી ગયું છે. અત્યાર સુધી સિક્કિમ ફરવા માટે આવેલા લોકો માટે સૌથી મોટી સમસ્યા બનતી હતી કે તેઓને બાગડોગરા એયરપોર્ટ પર આવવું પડતું હતું. તેના પછી બસ કે ટેક્સી લેવી પડતી હતી. ટ્રેન થી સફર કરનારા પહેલા જલપાઈહગુડી પહોંચતા હતા અને પછી ત્યાંથી તેઓને ટેક્સી કરીને આવવું પડતું હતું. આ યાત્રા લાંબી હોવાની સાથે સાથે ખુબ જ થકાવનારી પણ બનતી હતી. આ સિવાય ગેંગટોક આવનારા પર્યટક બાગડોગરા થી હેલીકોપ્ટર સેવા નો પણ ઉપીયોગ કરતા હતા, પણ હવે તેવું નથી રહ્યું. હવાઈ સફર કરનારા યાત્રીઓ હવે સીધા જ સિક્કિમ માં પાક્યોન્ગ એયરપોર્ટ પર ઉતરી શકશે અને પોતાના સમયનો સદ્દઉપીયોગ કરી શકશે. આ એયરપોર્ટ સિક્કિમની રાજધાની ગેંગટોક થી એકદમ નજીક છે.ટેક્નિકલ દ્રષ્ટિ થી ખુબ જ મહત્વનું છે એયરપોર્ટ:
તમને જણાવી દઈએ કે 4500 ફૂટ ની ઊંચાઈ પર સ્થિત પાક્યોન્ગ એયરપોર્ટ ભારતના સૌથી ઊંચાઈ વાળા પાંચ એયરપોર્ટ માં નું એક છે. જે 900 એકડ ના ઇલાકા માં ફેલાયેલો છે. તેના સિવાય તે ઉત્તર-પૂર્વી રાજ્યો માં બનેલું ગ્રીનફિલ્ડ એયરપોર્ટ પણ છે. આ એયરપોર્ટ પછી અહીં પર્યટન ઉદ્યોગ ને ઘણો ફાયદો પહોંચવાની શક્યતા છે.આ સિવાય આ એયરપોર્ટ આપાત સ્થિતિ માં ભારતીય વાયુ સેના માટે પણ કામ આવી શકે તેમ છે.સિક્યોરિટી ની પણ ખાસ વ્યવસ્થા:
આ એયરપોર્ટ પર સિકયોરોટી ની પણ ખાસ વ્યવસ્થા છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2017 માં ભારત-ચીન ની વચ્ચે ડોકલામ વિવાદ ચાલ્યો હતો અને બન્ને તરફ સેનાનો જમાવડો થયો હતો. તે સમયે લાગી રહ્યું હતું કે યુદ્ધ પણ યોજાશે. જો કે ભારત આપાત સ્થિતિ થી લિપટવા માટે પુરી રીતે સજાગ હતું.2008 માં મળી હતી પ્રોજેક્ટ ને પરવાનગી:
જણાવી દઈએ કે વર્ષ 2008 માં આ પાક્યોન્ગ એયરપોર્ટ માટેની પરવાનગી આપવામાં આવી હતી. તેના માટે પુંજ લૉયડ ને 37 મિલિયન ડોલરનો કરાર પણ આપવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ ને વર્ષ 2009 માં તત્કાલીન નાગરિક વિમાન મંત્રી પ્રફુલ પટેલ એ આધારશિલા રાખી હતી. જો કે આ પ્રોજ્ક્ટ ને પૂરું કરવા માટે વર્ષ 2012 નો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો, પણ સ્થાનીય લોકોના વિરોધના ચાલતા આ કામ માં બાધા આવી ગઈ હતી. તેના પછી એયરપોર્ટ ઓથોરિટી એ તેમાં હસ્તક્ષેપ કરીને સ્થાનીય લોકોને ભરોસો અપાવ્યો કે તેઓને તેઓનો હક જરૂર મળશે. તેના પછી અહીં કામ ફરીથી શરૂ કરવામાં આવ્યું.એન્જીનીયરીંગ ની મિસાલ:
તમને જણાવી દઈએ કે અહીં 1,700 મીટર × 30 મીટર લાંબો રનવે, 116 મીટર માં ટેક્સી વે બનેલું છે. તેના સિવાય અહીં બે એટીઆર અને એક સમયમાં 72 વિમાનો ઉભા રહી શકે છે. આ એયરપોર્ટ ની બીલ્ડીંગ 25600 વર્ગ ફૂટ માં બનેલી છે. અહીં પર 80 ગાડીઓ એકસાથે ઉભી રહી શકે છે. તેના સિવાય ફાયર સ્ટેશન અને એટીસી પણ છે. આ એરપોર્ટ પોતાનામાં એક એન્જીનીયરીંગ ની મિસાલ પણ છે. જે પહાડ પર આ એયરપોર્ટ બનાવામાં આવ્યું છે ત્યાં તેનું નિર્માણ કરવું ખુબ જ મુશ્કિલ હતું. જો કે ભવિષ્ય માં અહીં કોઈપણ પ્રકારનો અકસ્માત ના થાય તેના માટે અહીં અમુક ઉપાયો કરવા પણ જરૂરી હતા, તેના માટે ઇટલી જીયોટેકનિક કંપની ની પણ મદદ લેવામાં આવી છે.માર્ચ માં ઉતર્યું હતું એયરફોર્સ નું વિમાન:
5 માર્ચ 2018 ને પહેલી વાર આ એયરપોર્ટ પર ઇન્ડિયન એયરફોર્સ નું ડોર્નિયર વિમાન ઉતાર્યું હતું. તેના પછી 10 માર્ચ 2018 એ સ્પાઇસજેટ નું પહેલું કમર્શિયલ વિમાન આ એયરપોર્ટ પર ઉતર્યું હતું. 5 મૈં 2018 ના રોજ આ એયરપોર્ટ ને કમર્શિયલ ફ્લાઇટ ઓપરેશન નું લાઇસેંસ મળ્યું હતું. સ્પાઇસજેટ ના પાક્યોન્ગ ને કલકતા ની ઉડાન માટે મંજૂરી આપી દીધી છે. 4 ઓકટોમ્બર 2018 થી અહીં સેવા શરૂ થઇ જાશે. તેના સિવાય ભૂટાન ની ડ્રક એયર પણ અહીં થી આગળના વર્ષ માટે જાન્યુઆરી થી સેવા શરૂ કરી દેશે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here