સાસુ-સસરા, માતા-પિતા, પત્ની અને સાળી સાથે દર્શન માટે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા રણવીર સિંહ, જુઓ 10 તસ્વીરો….

0

દીપિકા અને રણવીર હવે એકબીજાના જીવનસાથી બની ચુક્યા છે. હાલમાં જ મુંબઈ માં થયેલા ભવ્ય રીશેપ્શન પછી દીપિકા-રણવીર ને લઈને નવી નવી ખબરો આવતી જ રહે છે. એવામાં બંને દર્શન માટે મુંબઈના ફેમસ મંદિર સિદ્ધિવિનાયક પહોંચ્યા હતા. જ્યા તેઓની સાથે પરિવાર પણ હતો.આ મંદિર માં બંને એ ગણપતિ બાપા ના દર્શન કર્યા હતા. આ દરમિયાન ત્યા પહોંચલા મીડિયા ફોટોગ્રાફર્સે તેઓની સુંદર તસ્વીરો પણ લીધી હતી. ખાસ વાત એ રહી હતી કે, કેમેરા ને જોતા જ રણવીર હંમેશા ની જેમ પોતાના એક ખાસ અંદાજ માં પોઝ આપી જ દે છે.
તસ્વીરો માં તમે જોઈ શકો છો કે દીપિકા-રણવીર બંને પારંપરિક ભારતીય કપડા પહેરીને આવ્યા હતા. બંને ના ડ્રેસ નો રંગ લગભગ એક જ સમાન હતો.જણાવી દઈએ કે દીપિકા-રણવીર એ ઇટલી ના ફેમસ લેક કોમો માં 14-15 નવેંબર ના રોજ લગ્ન કર્યા છે.
બેંગ્લોર માં 21 નવેમ્બર ના રોજ રીશેપ્શન આપ્યા પછી મુંબઈ માં ખાસ કરીને મીડિયા ગેસ્ટ માટે 28 નવેંબર ના રોજ  રીશેપ્શન નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.આ મૌકા પર રણવીર અને દીપિકા પોતાના પરિવાર ની સાથે હાજર નજરમાં આવ્યા હતા. રણવીર ના સસરા પ્રકાશ પાદુકોણ, સાસુ અને સાળી પણ તેઓની સાથે નજરમાં આવ્યા હતા. આ તસ્વીર માં દીપિકા ના પિતા પ્રકાશ પાદુકોણ, દીપિકા ની બહેન અનીષા પાદુકોણ અને દીપિકા ના સસરા જગજીત સિંહ ભવનાની પણ નજરમાં આવ્યા છે.આ તસ્વીર માં બંને વેવાઈ ને એકસાથે જોઈ શકાય છે.આ મૌકા પર રણવીર ની સાસુ માં ઉજાલા પાદુકોણ અને તેની બહેન રિતિકા એ પણ રણવીર-દીપિકા ની સાથે ગણપતિ ના દર્શન કર્યા હતા.જો કે હજી એક ખાસ રીશેપ્શન બાકી છે જે ખાસ કરીને બૉલીવુડ સિતારાઓ માટે અને મુંબઈ ના ખાસ લોકો માટે આયોજિત કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર આ રિસ્પેશન 1 ડિસેમ્બર ના રોજ મુંબઈ માં યોજાઈ શકે તેમ છે.Crowd
Sasu-Sasra

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here