હિન્દુસ્તાનનાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની એકલૌતી દીકરી ઇશા અંબાણીએ પોતાના મિત્ર આનંદ પીરામિલ સાથે લગ્ન રચાવાનું એલાન કરી દીધું છે. કાલે ઇશા અને આનંદની સગાઈ થઇ ગઈ છે. સગાઈ બાદ અંબાણી અને પીરામિલ પરિવાર સિદ્ધિવિનાયક મંદિર પર દર્શન માટે પહોંચ્યા છે.
ઇશા અને આનંદની સગાઈ બાદ સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યો અંબાણી પરિવાર.
દર્શન બાદ પુરા પરિવારે સાથે પોઝ આપ્યો હતો.
ઇશા અને આનંદ બંને ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. બંને પરિવારોનો રિશ્તો પણ 40 વર્ષ પહેલાનો છે.
બંને પરિવારો વચ્ચે 4 દશકોની આ દોસ્તી હવે રિશ્તેદારીમાં બદલવા જઈ રહી છે.
બંને નાં લગ્ન ભારતમાં જ થવાના છે.
જણાવી દઈએ કે ઇશા 26 વર્ષની છે. તે હાલ રિલાયંસ Jio અને રિલાયંસ રીટેલની બોર્ડ મેમ્બર છે.
ઈશાએ યેલ યુનીવર્સીટીથી સાઈકોલોજી અને સાઉથ એશિયન સ્ટડીજ માં ગ્રેજયુએશન કર્યું છે
જ્યારે આનંદ પીરામીન ભારતની ફેમસ રીયલ એસ્ટેડ કંપનીઓ માના એક પીરામિલ રિયલ્ટીનાં સંસ્થાપક છે. તેના પહેલા તેણે ગ્રામીણ સ્વાસ્થ્ય નાં ક્ષેત્ર માં પહેલ કરતા ‘પીરામિલ સ્વાસ્થ્ય’ ની શરૂઆત કરી હતી.
આનંદની ઉમર 32 વર્ષ છે.
પીરામિલ સ્વાસ્થ્ય આજે એક દિવસમાં 40,000 કરતાં પણ વધુ લોકોનો ઈલાજ કરી રહી છે. જણાવી દઈએ કે આનંદ આ સમયે પીરામિલ ગ્રુપના એક્જ્યુંટીવ ડાયરેક્ટર પણ છે. સાથે જ આનંદ ‘ઇન્ડિયન મર્ચેન્ટ ચેમ્બર’ ની યુવા વિંગનાં સૌથી નાની ઉંમરનાં પ્રેસીડેંટ પણ રહી ચુક્યા છે.
લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
