શુક્રનું મંગળ રાશિમાં પરિવર્તન, 12 રાશિ પર શું પ્રભાવ પડે છે, અને રાશિ અનુસાર તેના શું ઉપાય છે જુઓ…

0

શુક્રને ધનુ રાશિમાંથી મકર રાશિમાં પરિવર્તન થઈ રહ્યું છે. શુક્રને ભોગ-વિલાસનો કારક માનવામાં આવે છે. તમારી જિંદગી કેટલી ઉંચાઈ પર જશે તેનું કારણ પણ શુક્રને જ માનવામાં આવે છે. તેમજ શુક્રને એશ-આરામનો કારક માનવામાં આવે છે. અને લકઝરીયસ લાઈફ પણ શુક્રને કારણે જ મળે છે.

જુઓ બાર રાશિમાં શુક્રનુ પરિવર્તન શું પ્રભાવ પાડે છે…

1) મેષ રાશિ
મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. જેથી શુક્રનું રાશિ પરિવર્તન તેમના માટે શુભ પરિણામ લાવી રહ્યું છે. શત્રુ પક્ષ તરફથી સાવધાની રાખવી. સસુરાલ પક્ષ તરફથી તમને શુભ સમાચાર પ્રાપ્ત થશે. નોકરી વર્ગ તેમજ વિદ્યાર્થીઓ વર્ગ માટે લાભકારક રહેશે.

ઉપાય:- શુક્રને શુભ કરવા માટે સફેદ ચંદનનું તિલક તમારે લગાડવુ.

2) વૃષભ રાશિ
શુક્રનું રાશિ પરિવર્તન તમારા માટે ધાર્મિક યાત્રા પર ધન ખર્ચ થઇ શકશે. ખભા સંબંધિત રોગ થવાની સંભાવના છે. બહાર ફરવામાં ખર્ચા વધી શકશે.

ઉપાય:- શુક્રને શુભ કરવા માટે લાલ આસન પર બેસીને શ્રીસૂક્તનો પાઠ કરવો.

3) મિથુન રાશિ
શુક્રનું રાશિ પરિવર્તન મિથુન રાશિવાળા જાતકો માટે ધાર્મિક યાત્રાઓ પર ખર્ચ થવાના યોગ બની રહ્યા છે. તેમજ સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવું. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. કોઈ સ્ત્રીના કારણે ધનહાની થઈ શકશે.

ઉપાય:- શુક્રની શુભ કરવા માટે દેવી દુર્ગાની ગુલાબી પુષ્પોની માળા અર્પિત કરી.

4) કર્ક રાશિ
શુક્રનું રાશિ પરિવર્તન કર્ક રાશિવાળા જાતકો માટે પ્રેમ સંબંધોમાં સફળતા લાવશે. દાંપત્યજીવનમાં મધુરતા આવશે. પ્રેમ-પ્રસંગ થશે. આર્થિક સ્થિતિ સુધરશે. સંગીત તથા ગ્લેમરના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે.

ઉપાય:- શુક્રને શુંભ કરવા માટે ભગવાન શંકરને સફેદ ફૂલ અર્પિત કરવા.

5) સિંહ રાશી
શુક્રનું રાશિ પરિવર્તન સિંહ રાશિના જાતકો માટે ઘર અને વહાણમાં ખર્ચા થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું રહેશે. કાર્યક્ષેત્રમાં સુધારો આવશે. નવી નવી જોબની ઓફર આવશે. મિત્રો સાથે ફરવામાં વાદવિવાદ થવાની શક્યતા છે.

ઉપાય:- શુક્રને શુભ કરવા માટે મીઠાઈનું દાન કરવું. અને સુહાગન સ્ત્રીઓને લાલ વસ્તુઓ કરવી.

6) કન્યા રાશિ
શુક્રનું રાશિ પરિવર્તન કન્યા રાશિવાળા જાતકો માટે ધનલાભ થવાના યોગ બની રહ્યા છે તેમજ પ્રેમમાં સફળતા મળશે. યાત્રાના યોગ બની રહ્યા છે. દરેક મુસીબતનો સામનો તમે આસાનીથી કરી શકશો. સમાજમાં માન સન્માન વધશે.

ઉપાય:-શુક્રને શુભ કરવા માટે લક્ષ્મીજીને ખીરનો ભોગ ધરાવો.

7) તુલા રાશિ
શુક્રનુ રાશિ પરિવર્તન તુલા રાશિવાળા જાતકો માટે ધનલાભ થશે મનની નિરાશા દૂર થશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન કરી શકશો. વાણી દ્વારા કોઈ પણ કાર્ય સિદ્ધ કરી શકશો.

ઉપાય:- શુક્રને શુભ કરવા માટે ચોખાનુ દાન કરવું.

8) વૃશ્ચિક રાશિ
શુક્રનું રાશિ પરિવર્તન વૃશ્ચિક રાશિ માટે ભૌતિક સુખ સુવિધા વધારવા માટે તમને ખૂબ મહેનત કરાવશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કોઈ નવા બિઝનેસથી તમને ફાયદો થશે.

ઉપાય:- શુક્રને શુભ કરવા માટે ચોખાનું દાન કરવું.

9) ધનુ રાશિ
શુક્રનું રાશિ પરિવર્તન ધન રાશિવાળા જાતકો માટે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનુ રહેશે. ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે સાથે સાથે ખર્ચા પણ વધશે.

ઉપાય:- શુક્રને મજબૂત બનાવવા માટે ગાયથી બનેલી ખીર ભગવાન શિવલિંગ ઉપર ચઢાવી અને ગરીબોને દાન કરવી.

10) મકર રાશિ
શુક્રનું રાશિ પરિવર્તન મકર રાશિના જાતકો માટે ધનની વૃદ્ધિ થશે વ્યાપાર તેમજ નોકરીમાં લાભ થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે.

ઉપાય:- શુક્રને શુભ કરવા માટે સફેદ વસ્ત્રનું દાન કરવું.

11) કુંભ રાશિ
શુક્ર રાશિ પરિવર્તન કુંભ રાશિના જાતકો માટે વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. સમજી વિચારીને સ્ત્રીઓ સાથે વાત કરવી. કરિયરમાં બદલાવ આવશે.

ઉપાય:- શુક્રને શુભ કરવા માટે પત્નીનું સન્માન કરવું. તેમજ તેમને કોઈ ગુલાબી વસ્ત્રો આપો.

12) મીન રાશિ
શુક્રનું રાશિ પરિવર્તન મીન રાશિના જાતકો માટે અટકેલું ધન મળશે. ભાઈ બહેન સાથે સંબંધ પહેલા કરતા મજબૂત બનશે. જરૂરીયાત કરતા વધારે ખર્ચ થશે.

ઉપાય:- શુક્રને શુભ કરવા માટે જરૂરમંદ સ્ત્રીઓને સુહાગનની વસ્તુઓનું દાન કરવું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here