શુક્રવારના દિવસે ભૂલથી પણ ન કરો કામ, નહીતર લક્ષ્મીજી થઈ જશે નારાજ ને ચાલ્યા જશે તમારા ઘરમાંથી..

0

હિન્દુ ધર્મમાં, લક્ષ્મીજીને સંપત્તિની દેવી કહેવાય છે. એવું માનવામાં આવે છે કે, જ્યાં લક્ષ્મી રહે છે તે ઘરમાં ક્યારેય શેનીય કોઈ અછત રહેતી નથી. એટ્લે આ જ કારણે અત્યારે દરેક તેમને પ્રસન્ન કરવામાં જ લાગી રહ્યા છે. કોઈ અછત નથી. આ કારણ એ છે કે દરેક વ્યક્તિ લક્ષ્બીજીને ખુશીમાં વ્યસ્ત છે.

હિંદુ ધર્મમાં એક એવી પણ માન્યતા છે કે અઠવાડિયાના દરેક દિવસો કોઈ ખાસ દેવી દેવતાની પૂજા કરવામાં આવે છે. તેમાં આપણે શુક્રવારે લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ. માટે, શુક્રવારે તમારે એવું કોઈ કામ ન કરવું જોઈએ, જેના લીધે લક્ષ્મી નારાજ થઈને તમારા ઘરમાંથી ચાલ્યાં જાય.

શુક્રવારના દિવસે આ કામ કરવાથી આવશે દરિદ્રતા :

સાંજના સમયે સૂવું :

સાંજનો સમય પૂજાનો સમય છે. એટ્લે આ સમયે ઘરમાં હકારાત્મક ઊર્જા હોવું ખૂબ જ મહત્વનું છે, મોટાભાગે સાંજના સમયે દેવી દેવતાઓનો ઘરમાં વાસ થતો હોય છે. આ એટ્લે જ્યારે સમય દરમિયાન ઘરમાં જો કોઈ એક વ્યક્તિ પણ સૂતી હશે તો ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાશે. તમારા સુવાથી ઘરમાં પણ બધા લોકોમાં આળસ આવી જાય છે. ને લક્ષ્મીજીને. આ આળસુ નકારાત્મક વાતાવરણમાં રહેવાનુ પસંદ નથી. એટલે લક્ષ્મીજી તમારા ઘરમાંથી જ નીકળી જવાનું પસંદ કરશે. પછી તમે ચાહે કેટલીય વાર પૂજા કરશો તો પણ લક્ષ્મીજી ક્યારેય પ્રસન્ન નહી થાય.

ઘરમાં ગંદકી :

શુક્રવારના દિવસે તમારા ઘરને બની શકે તેટલું સાફ રાખો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું છે, અને લક્ષ્મી ઝડપથી સ્વચ્છ ઘરમાં પ્રવેશ કરે છે. પરંતુ જે ઘરોમાં દીવાલો પર ધૂળ, અને કરોડિયાના ઝાળાં લાગેલા હશે અને ઘરમાં ચીજો અસ્તવ્યસ્ત હશે. એ ઘરમાં લક્ષ્મી ક્યારેય પ્રવેશ કરતી નથી. જો તમારું ઘર એકદમ સ્વચ્છ હશે તો તમારા ઘરમાં પોઝિટિવ ઉર્જા પણ વધુ હશે ને એ ઉર્જા જ લક્ષ્મીજીને સામેથી ખેંચી લાવશે.

સ્ત્રીનું અપમાન :

તમે ઘણીવાર એ સાંભળ્યુ હશે કે ઘરની વહુ દીકરી મા લક્ષ્મીજીનો જ અવતાર છે. આવામાં તમારે તમારા ઘરની સ્ત્રીઓનુ માન સન્માન કરવું જોઈએ. એમનું મન સન્માન કરવાથી પણ લક્ષ્મીજી આપોઆપ તમારા ઘરમાં ખેંચાઇ આવશે. જો એમનું અપમાન કરશો તો લક્ષ્મીજી નારાજ થઈ જતા હોય છે. જે ઘરમાં સ્ત્રી પર અત્યાચાર કરવામાં આવે છે. ત્યાં ક્યારેય લક્ષ્મીજી ઘરમાં પગ પણ નથી મૂકતાં. માટે દરેક દિવસે મા લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે સ્ત્રીને માન સન્માન આપવું જોઈએ.

જાનવરોની હત્યા :

શુક્રવારના દિવસે તમારે કોઈપણ જાનવરની હત્યા કરવી જોઈએ નહી. કે એને કોઈ પણ નૂકશાન પહોંચાડવું ન જોઈએ. આનો મતલબ એ થયો કે તમે નોનવેજ પણ આ દિવસે ન ખાવ. સાથે જ તમે આ દિવસે ઘરમાં આવતા કોઈ જીવ જંતુને મારશો નહી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here