શુક્રનું કર્ક રાશિમાં પરિવર્તન જાણો કઈ રાશિની બદલાવાની છે કિસ્મત….વાંચો આર્ટિકલ

0

મેષ – શુક્રને પરિવર્તન તમારી રાશિના ચોથા ભાવમાં થઈ રહ્યું છે જોકે આ સુખ ભાવ છે.. ચોથા ઘરનો શુક્ર હંમેશાં રાજયોગ આપે છે.. જેનાથી સુખ-સુવિધા અને વૈભવમાં વધારો થશે. અવિવાહિત લોકો માટે સંબંધના શુભ સમાચાર આવી શકે છે.. ધનની વૃદ્ધિ થશે.. કર્મ ભાવ રાખીને શુભ કામ કરવામાં આવે તો કાર્યક્ષેત્રમાં પ્રગતિ અને સફળતા નિશ્ચિત છે .શરીરમાં પાણીની ઉણપ થઇ શકે છે. તેથી સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું.

વૃષભ રાશી- તમારા સમકક્ષ વ્યક્તિ તમારી જેમ કામ કરીને આગળ આવશે પણ તો તમને ઈર્ષાભાવ થઈ શકે છે.શુક્ર તમારી રાશિમાં લગ્ન અને છઠ્ઠા ઘરના સ્વામી છે એટલા માટે શત્રુ અને રોગથી તમારી રક્ષા કરશે. ભાગ્યસ્થાનમાં દ્રષ્ટિ હોવાને કારણે તમને ભાગ્યોદય થશે. કાર્યક્ષેત્રમાં કોઈપણ પ્રકારના વાદ-વિવાદથી પોતાને દૂર રાખવું. સામર્થ્યથી વધારે કામ ન કરવું અન્યથા તમારી માટે સાચું અને સારું પરિણામ નહીં આવે.

મિથુન રાશિ – તમારી રાશિ શુક્રના પરિવર્તન ના બીજા સ્થાન પર થઈ રહી છે અચાનક જ તમને ધનની કમી લાગશે. શરૂઆતના સમયમાં સંતાન ,પ્રેમ , સંબંધ અને શિક્ષણ ની બાબતોમાં પરેશાની આવી શકે છે.. છતાં પણ તમને પોઝિટિવ પરિણામ મળવાનું શરૂ થશે . કપડાં અને આભૂષણોમાં પૈસા ખર્ચાય શકે છે..

કર્ક રાશિ – તમારી રાશિમાં જ શુક્રનું પરિવર્તન થઈ રહ્યું છે એટલા માટે તમારે સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું . તમારા સ્વભાવમાં ઉગ્રતા નો અહેસાસ તમને થઈ શકે છે. તેટલા માટે કોઈ યોગ્ય જગ્યા નો ઉપયોગ કરવો શરીરમાં ખાસ કરીને ચહેરાનું ધ્યાન રાખવું. સમય સાથે સુખ-સમૃદ્ધિમાં વધારો થશે પરિવાર અને માતા સાથે સમય પસાર કરવાનો મોકો મળશે. તમારા વ્યવહાર અને કાર્યશૈલીમાં પોઝિટિવ પરિવર્તન આવશે.

સિંહ રાશિ – સિંહ રાશિના જાતકો માટે શુક્રનું પરિવર્તન રાશિના બારમા ઘરમાં થાય છે . આ સમયે તમારે કોર્ટ-કચેરી અને રોગ વગેરેમાં ધનનો વ્યય થઈ શકે છે . માથા ઉપર અને આંખ સંબંધિત રોગથી બચવું .શત્રુઓથી મુશ્કેલીઓ વધી શકે છે. સમય સાથે તમને કાર્ય કરવામાં આનંદ આવશે .કાર્યક્ષેત્રની તમારી પ્રશંસા પણ થશે .તમને અપેક્ષિત પરિણામ મળશે. આ સમયે તમારા સપનાને સાકાર કરવા માટે સમય આપશે.

કન્યા રાશિ – કન્યા રાશિના જાતકો માટે શુક્રનું પરિવર્તન તમારી રાશિના અગિયારમાં ભાવમાં થાય છે એ તમારા લાભ સ્થાનમાં છે. શિક્ષણ અને બાળકોના બાબતમાં મુશ્કેલીઓ વધી શકે છે. અહીં તમારા ભાગ્ય બદલવાનો સંકેત મળે છે . સાથે જ ધાર્મિક રીતે પણ તમે આગળ વધશો . ધન ભાવનો સ્વામી શુક્ર છે એટલા માટે ધન્ વૃદ્ધિનો યોગ બને છે . બીજા સ્થાનનો સ્વામી જ્યોતિષશાસ્ત્રમાં મારકેશ માનવામાંઆવેછે. નાના મોટા રોગો ને ધ્યાનમાં લેવા જેથી આગળ જઈને મુશ્કેલી ના પડે..

તુલા રાશિ – તુલા રાશિના જાતકો માટે તમારી રાશિના શુક્રનું પરિવર્તન દસમા ઘરમાં થાય છે છે . તે તમારો કર્મ ભાવ છે. ચોથા ભાવમાં હોવાને લીધે સમયની સાથે-સાથે સુખ-સુવિધા એશ્વર્યા અને ધનમાં વૃદ્ધિ થશે .તમારી રાશિમાં શુક્ર લગ્ન અને આઠમા સ્થાન પર છે, લગ્નથી તમારી શારીરિક મુશ્કેલીઓ દૂર થઇ શકે છે , જીવનની સુખ-સુવિધાઓનો આનંદ લઈ શકો એવા યોગ બને છે, પરંતુ શારીરિક કમજોરી નો સંકેત પણ મળશે.

વૃશ્ચિક રાશિ – વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્રનો પરિવર્તન તમારી રાશિના નવમા ઘરમાં થઈ રહ્યું છે . એટલા માટે સમય અને કર્મો પર ધ્યાન આપવું . તમારી રાશિમાં શુક્ર સાતમા અને બારમા ભાવનો સ્વામી છે. શરૂઆતના સમયમાં દાંપત્યજીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તથા તમને ખોટા ખર્ચા પણ બની શકે છે .સાતમાં ભાવનો સ્વામી હોવાને લીધે રોગની વૃદ્ધિ થઇ શકે છે . જેનાથી માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે . પ માં ભાવમાં દ્રષ્ટિ હોવાને કારણે ઘરમાં બધા જ પ્રકારની મુશ્કેલીઓ દૂર થશે.

ધન રાશી – આ રાશિના જાતકો માટે શુક્રનો પરિવર્તન તમારી રાશિના આઠમાં ભાવમાં થઈ રહ્યું છે. જેથી તમારી સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ માં વધારો થશે. કોઈ નજીકના વ્યક્તિના સ્વાસ્થ્યને લીધે યાત્રા થઈ શકે છે. કોઈપણ પ્રકારના કાનૂની , અદાલતી કાર્યવાહીનો શિકાર પણ તમે થઈ શકો છો . એટલા માટે સતર્ક રહેવું. ધનભાવમાં શુક્રની દ્રષ્ટિ હોવાને કારણે સમય સાથે ધનમાં વૃદ્ધિ ના યોગ બની રહ્યા છે . તમારી રાશિમાં શુક્ર અને છઠ્ઠા ઘરનો સ્વામી છે . શત્રુ વૃદ્ધિ પણ થઈ શકે છે. લાભનો સ્વામી હોવાથી સારોએવો ધનલાભ થવાના સંકેત છે.

મકર મકર – રાશિના જાતકો માટે શુક્રનો પરિવર્તન તમારી રાશિના સાતમા ઘરમાં થાય છે . સાતમો ભાવ દાંપત્યજીવન ને જુવે છે.. શરૂઆતના સમયમાં દાંપત્ય જીવનમાં નકારાત્મક પરિસ્થિતિ બની શકે છે .વાદ વિવાદને કારણે માનસિક પરે મુશ્કેલીઓ પણ રહી શકે છે. સમય સાથે તમારા દાંપત્ય જીવનને સામાન્ય કરવાની ક્ષમતા તમારામાં છે . પ્રથમ ભાવમાં દ્રષ્ટિ હોવાને કારણે તમારી અંદર એક નવી ઉર્જાનો સંચાર થશે . તમારી રાશિમાં શુક્ર અને પાંચમાં ભાવનો સ્વામી છે શરૂઆતના સમયમાં તમારા સંબંધોમાં મુશ્કેલીઓ આવી શકે છે પછી સંબંધ સામાન્ય થઈ જશે.

કુંભ રાશિ – આ રાશિ ના જાતકો માટે શુક્ર છઠ્ઠા ઘરમાં આવશે તે તમારા શત્રુઓ અને રોગનું ઘર છે.
જુના શત્રુઓ અને રોગોથી સાવધાન રહેવું. વ્યય ભાવમાં દ્રષ્ટિ હોવાને લીધે શરૂઆતના સમયમાં ખર્ચો થઈ શકે છે .પરંતુ ભવિષ્યની યોજનાઓ માં ઈન્વેસ્ટ કરવુ.
તમારી રાશિ શુક્ર ભાગ્ય અને શુભ ભાગનો સ્વામી છે તેટલા માટે ભાગ્યવર્ધક સમય બની રહ્યો છે . ભાગ્ય અને કર્મની સહાયતાથી તમે જીવનની બધી જ પ્રકારના સુખ અને આનંદ મેળવી શકશો.

મીન રાશી – મીન રાશિના જાતકો માટે શુક્ર પાંચમાં ભાવમાં પરિવર્તિત થશે . જે તમારા સંતાન શિક્ષણ અને પ્રેમ સંબંધો નું ધ્યાન રાખશે. પ્રેમની જીવનમાં પોઝિટિવ અસર દેખાઈ રહી છે . લાભ ભાવમાં દ્રષ્ટિ હોવાને લીધે થોડા દિવસે સુધી તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. થોડા સમય પછી પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. તમારી રાશિમાં શુક્ર પરાક્રમ અને આંઠમાં ભાવનો સ્વામી હોવાને કારણે તમારી પરાક્રમ કરવાની શક્તિ વધશે .કાર્ય કરવામાં તમારી રુચિ ને જોઈને લોકો તમારા વખાણ કરશે . આઠમાં ભાવનો સ્વામી હોવાને લીધે સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ વધી શકે છે . એટલા માટે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું .થોડા સમય પછી પરિસ્થિતિ સામાન્ય થઈ જશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here