શું તમને યાદ છે ‘No Smoking Ad’ ની આ ક્યુટ બાળકી? 9 વર્ષ બાદ પણ દેખાઈ છે એટલીજ માસુમ…

0

આજકાલ બોલીવુડ સેલીબ્રીટીની સાથે તેમના બાળકો પણ ચર્ચામાં આવતા હોય છે. વાત પછી શાહરૂખખાનની દીકરી સુહાના કે પછી કરીનાના દીકરા તૈમુરની હોય.એવા ઘણા સ્ટાર્સ કિડ્સ લાઈમ લાઈટમાં રહેતા હોય છે.

પણ આજે અમે તમને એક એવી યુવતી વિશે કહેવા જઈ રહ્યા છીએ, જેને તમે મોટાભાગે સિનેમાઘરોમાં ફિલ્મ શરુ થવાના પહેલા અને ઇન્ટરવેલના સમયે જુઓ છો. જો કે અમે વાત કરી રહ્યા છીએ No Smoking Ad માં આવનારી ક્યુટ ગર્લ વિશે.

મીનીસ્ટ્રી ઓફ હેલ્થ એંડ ફૈમિલી વેલફેયર દ્વારા No Smoking Ad બનાવવામાં આવી હતી. આ Ad ને દરેક થીએટર અને મલ્ટીપ્લેક્ષમાં મુવી શરુ થવાના પહેલા મોટાભાગે બતાવવામાં આવે છે. 53 સેકંડના આ એડમાં એક નાની એવી ક્યુટ બાળકી પોતાના પાપાને સ્મોકિંગ કરવા માટે રોકતી હોય છે. હાલ આ લીટલ ગર્લ ખુબ મોટી થઇ ગઈ છે અને હાલ 16 વર્ષની થઇ ચુકી છે.

Ad માં આવનારી આ ક્યુટ ગર્લનું નામ છે ‘સીમરન નાટેકર’, જેનો જન્મ મુંબઈમાં 2002ના વર્ષમાં થઇ હતો. no Smoking Ad સીમરનની પહેલી એડ હતી જે 2008માં ઓન એઅર થયો હતો. આ એડમાં સીમરનની માંસુમીયતે દરેકનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું.

સીમરન આજ સુધીમાં ઘણી એવી સીરીયલ્સ અને ઐડ ફિલ્મ્સમાં કામ કરી ચુકી છે.

સિમરન ડોમીનોસ, કેલોગ, વિડીયોકોન, કલીનીક પલ્સ, બાર્બી ખીલોના, અને ઘણા અન્ય વિજ્ઞાપનોમાં પણ નજરમાં આવી ચુકી છે.

તે ટીવી ધારાવાહિક ‘પહરેદાર પિયા કી’ માં પણ જોવામાં આવી હતી.

સિમરન બોલીવુડ ફિલ્મ ‘દાવત-એ-ઈશ્ક’ માં ફરીદાની ભૂમિકામાં નજરમાં આવી હતી.

સિમરન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટીવ રહે છે. ઇનસ્ટાગ્રામ પર સીમરનને 38 હજાર ફોલોઅર્સ છે.

સીમરનને પોતાની નાની એવી ઉમરમાં જ પોતાની ભોળી એવી મુસ્કાન અને પોતાની અદાકારીથી લોકોના દિલમાં પોતાની સારી એવી જગ્યા બનાવી લીધી છે.

Story Author: આરતી પટોડીયા

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.