શું તમને ખબર છે આપણા પૂર્વજોએ શોધેલા ખાટલાનું વિજ્ઞાન રહસ્ય? ખાટલામાં સુવાનાં અગણિત ફાયદાઓ જરૂર વાંચો

1

આજ કાલ ની બેડ પર સુવા વાળી મોર્ડન અને યુવાન પેઢી પહેલાના જમાનાના ખાટલાની મજા શું જાણે?

દોસ્તો,  તમને તો જાણ હશે જ કે આપળા પૂર્વજોએ ખાટલા ની શોધ કરી હતી. આપળા દાદા-દાદી, નાના-નાની તથા અમુકના માં-બાપ પણ આવાજ ખાટલામાં સુતા હતા. તે સમયમાં અત્યારના સમયનાં મોર્ડન બેડ ક્યા જોવા મળતા હતા. ખાટલાને અન્ય નામ થી પણ ઓળખવામાં આવે છે. જેમ કે ખાંટ, ચારપાઈ, ખટિયા વગેરે. અલગ અલગ રાજ્યો પ્રમાણે તેને અલગ અલગ નામથી ઓળખવામાં છે.

પણ હાલના સમયમાં અમુક લોકોના ઘરે જ ખાટલો જોવા મળે છે. અમુક લોકોએ પોતાના પૂર્વજોની યાદી સમાન આવા ખાટલાને સાચવી રાખ્યા છે. ગામળાના અમુક વિસ્તારોમાં પણ આજે ઘરે ઘરે ખાટલા જોવા મળે છે. જ્યારે શહેર નાં લોકો આજે આવી જૂની પુરાની વસ્તુઓને વહેંચી રહ્યા છે.

શહેર નાં લોકો આવી જૂની વસ્તુઓ વાપરવામાં શરમ અનુભવે છે અને olx પર મૂકી દે છે અને વહેંચી નાખે છે.

પણ અસલ વાત એમ છે કે આપળે મામુલી સમજતા આ ખટલાની કિંમત ઓસ્ટ્રેલીયામાં કાઈક આવી છે. સાંભળતાજ હોંશ ઉડી જાશે, તો દિલ થામીને બેસજો.

આપળે જે વસ્તુને બિનજરૂરી અને બેકાર માનીએ છીએ તેની માંગ આજે ફોરેનમાં વધી રહી છે. આજ ખાટલો કે જેને આપળા દેશની સંસ્કૃતિ હોવા છતાં પણ તેને સાચવી નથી શકતા તેની કિંમત ઓસ્ટ્રેલીયામાં 999 ડોલર છે, એટલે કે ભારત પ્રમાણે તેની કિંમત 50,000 ની આસપાસની છે.

શું થયું? આંખો પહોળી થઈ ગઈ ને..

આ  ખાટલાનું  મહત્વ ભારત કરતા અન્ય દેશોમાં વધારે સમજવામાં આવ્યું છે. કેમ કે આ ખાટલામાં આરામ તો મળેજ છે સાથે જ ઘણા વૈગ્નાનીક કારણો પણ છે જે આપળા શરીરને તંદુરસ્ત રાખે છે અને અનેક રોગોથી પણ બચાવે છે.

તમને વિચાર આવતો હશે કે લાકડા અને કાથાની દોરી થી બનેલો આ મામુલી ખાટલો શરીર માટે લાભદાઈ કઈ રીતે હોઈ શકે?

1. વૈજ્ઞાનીક તારણો પ્રમાણે સુતા સમયે માથા અને પગ કરતા પેટ નાં ભાગમાં વધારે બ્લડ સર્ક્યુલેશનની જરૂર હોય છે કેમ કે રાતના સમયે પણ પેટમાં ખોરાકનું ડાઈજેશન ચાલુજ હોય છે. અને સુવાની તે સ્થિતિ કોઈ મોર્ડન બેડ પર નહીં પણ ખાટલામાં સુવાથી મળે છે. જે સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે.

2. દુનિયામાં કોઈ પણ આરામ ખુરશી જોઈ લો તેમાં પણ ખાટલા ની જેમ જ માથું અને પગ બન્ને ને ઉપર અને પેટ ને નીચે રાખતા જોવા મળશે.

3. ખાટલા ઉપર સુવા વાળા ને કમરનો દુઃખાવો કે સાંધાનો દુઃખાવો પણ નથી થતો..

4.  ખાટલા ના પાયા તે મુજબ બનાવવામાં આવે છે કે તેની ઉપર કીડીઓ કે સાંપ, વીંછી કે અન્ય ઝેરીલા પ્રાણીઓ ચડી ન શકે.

5. ખાટલા ની દોરી ઢીલી થઇ જાય છે તો તેને ખેચતી વખતે કસરત થાય છે તે ઘણા બધા યોગાસન કરવાથી થાય એટલી આ દોરી ભરવા થી થઇ જાય છે.

6. બહિ ઉપર પગ રાખીને એકદમથી જોર લગાડવું પડે છે જેનાથી આપણું પેટ અને હાથ પગ ની માસપેશીયો ની પુરેપૂરી કસરત થઇ જાય છે.

7. ડોકટરો પણ ગર્ભવતી તથા બાળકના જન્મ બાદ મહિલાને ખાટલામાં સુવાની સલાહ આપતા હોય છે.

આજ કાલ લોકોના ઘરમાં બેડ ઘુસી ગયા છે જે બીમારીનું કારણ છે. કેમ કે બેડ માં સુવાથી પેટને સારી રીતે લોહી પહોંચતું નથી જેથી સ્વાસ્થ્ય બગડી શકે છે. સાથે જ દિવસ દરમિયાન પણ બેડ નીચે અંધારું જ રહે છે જેથી ત્યાં અન્ય જેરી જાનવરો પણ આવી શકે છે સાથે જ બેડ નીચે સાફ સફાઈ પણ સારી રીતે થઈ શક્તિ નથી.

જ્યારે ખાટલાની વાત કરીએ તો તેને ગમે ત્યાં ઉભો મૂકી શકાય છે અને સાફ સફાઈ કરી શકાય છે, સાથે જ સૂર્ય પ્રકાશ પણ આસાનીથી આવી શક છે જે જીવાણુંને મારવા માટેનો સૌથી બેસ્ટ ઉપાય છે.  પ્રકાશને લીધે અન્ય જીવાણુંઓ પણ દુર રહે છે.

જરા વિચારો માત્ર સુવાથી આપળા શરીરને આટલો બધી ફાયદો થતો હોય તો શા માટે તેને ઘરથી દુર કરવું જોઈએ. સાથે જ તેનાથી જીમ,યોગાસનો, ડાયેટ વગેરેમાં પણ ઘણો ઘટાડો આવશે. ઘર બેઠાજ આરામથી વ્યાયામ થઈ શકે છે માત્ર આ ખાટલાને લીધે.

જરા વિચારો, માત્ર લાકડા અને દોરી થી બનેલો આ ખાટલો કેટલા ફાયદા આપે છે, તો શા માટે તેને અવગણવો જોઈએ.

રહી વાત અન્ય દેશોની તો ઓસ્ટ્રેલીયા જેવા દેશોમાં આ ખાટલાની માંગ ખુબજ વધી રહી છે અને લોકો આપળી સંસ્કૃતિના પણ વખાણ કરે છે. ત્યાના લોકો એ આ ખાટલાની કિંમત 50,000 ની ગણી છે. સાથે જ ત્યાં કસ્ટમર નાં ઓર્ડર પ્રમાણે આ ખાટલાને બનાવવામાં આવે છે અને ખરીદે છે.

માત્ર એક ખાટલાથી ઘરમાં બીમારી દુર રહેશે જેથી બીમારીને લગતા અન્ય ખર્ચા પણ બચી જાશે અને સ્વાથ્ય જળવાઈ રહેશે. લાખો રૂપિયા દવાખાનાંમાં આપવા તેના કરતા સાવ ઓછી પ્રાઈઝમાં આ ખાટલો ખરીદવો વધુ હિતાવહ છે.

દોસ્તો, આ જાણકારી તમે તમારા પરિવારજનો, મિત્રો તથા અન્ય લોકોને પણ આપો જેથી તમારા લીધે તેઓનું  જીવન તંદુરસ્ત નીવડશે અને તમે કોઈક નાં આશીર્વાદ તથા દુવા નાં ભાવી બનશો. અન્ય દેશ જો આપળી સંસ્કૃતિને સમજી શકતા હોય તો આપળે ભારતીઓ કેમ નહિ?

તો ક્યારે ખરીદો છો તમે આ ખાટલો…..

Story Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here