શું તમને ખબર છે બપોરે ભરપેટ જમ્યા પછી ઊંઘ કેમ આવે છે? વાંચો આની પાછળનું રાઝ..


જો કે ફિટનેસ ની વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે સાંજ કરતા બપોર ના સમયે ભરપેટ જમવું જોઈએ. કેમ કે રાત નો સમય એવો છે કે તેમાં જમ્યા પછી સુઈજ જાવાનું હોય છે જેને લીધે ભરપેટ જમ્યા બાદ ખોરાક નું પાચન થાવા માં વાર લાગે છે. ઘણી વાર એવા ખોરાક ને લીધે અપચો જેવી સમસ્યા પણ થાતી હોય છે. માટે કહેવામાં આવે છે કે રાત ના સમયે માત્ર હળવો ખોરાક જ લેવો જોઈએ.

પણ બપોરે ભર પેટ જમવાથી પણ એક સમસ્યા ઉદ્ભવે છે. એક જોતા આ સમસ્યા તો નહિ પણ એક આદત છે.

જેમ કે બપોર નો સમય એવો છે કે જેમાં જમ્યા બાદ પણ ઓફીસ વર્કરો ને ફરી થી કામે લાગી જવું પડતું હોય છે.સાથે જ મજુર લોકો ની તો વાત જ શી કરવી. પણ સમસ્યા એ છે કે બપોર ના સમયે ભરપેટ જમ્યા બાદ ખુબજ ઊંઘ આવે છે. ઘર બેઠા લોકો ને તો આવી કોઈ પણ પ્રકાર ની સમસ્યા નથી નડતી સમસ્યા તો એને જ છે કે જેને ભોજન બાદ પણ કામ માં લાગી પડવાનું હોય છે.

આવું વિચારીને અમુક લોકો બપોર નું ભોજન ખુબજ નહીવત લે છે જેથી તેમને ઊંઘ નાં આવી શકે. પાણ તમને શું લાગે આ ઊંઘ નાં આવવાનો સરળ અને ઉચિત ઉપાય છે? ઘણીવાર એવું બનતું હોય છે કે આં બાબત ને લીધે શરીર ને જરૂરી એવો ખોરાક ના મળતા શરીર ને ઘણા એવા જરૂરી દ્રવ્યો ની ખામી નો સામનો કરવો પડતો હોય છે. અને જોત જોતા માં પછી તે એક બીમારી મા પરીણમે છે. તમારું સ્વાદિષ્ટ ટિફિન તમારી રાહ જુએ છે, પણ તમને થાય છે –“અરે યાર બપોરે જમ્યા પછી મને બહુ ઊંઘ આવશે, પણ જમ્યા વિના છૂટકો ખરો?” પછી થાય, “પણ યાર, જમ્યા પછી ઊંઘ આવે છે કેમ?”

ઘણા લોકો જાત જાતનાં કારણો જણાવશે. કોઈ કહે, ”આપણે કામ પતાવીને થાકેલા હોઈએ એટલે જમ્યા પછી રિલેક્સ લાગે એટલે ઊંઘ આવે. ” બીજા અમુક ‘સાઈન્ટિફિક’ બની સમજાવશે- ”મોટા ભાગે આપણા મગજને લોહી પહોંચતું હોય ત્યાં સુધી આપણને ઊંઘ ન આવે, પણ જમ્યા પછી પાચન કરવા લોહી પેટ તરફ દોડી જવાથી, મગજ ન ચાલતું હોઈ ઊંઘ આવે.” જો કે દરેક લોકો ની આ બાબત મા અલગ અલગ ધારણા હોય છે.

પોષણ અને આરોગ્યના એક નિષ્ણાત જણાવે છે કે જ્યારે વ્યક્તિ પેટ ભરીને ખાય છે ત્યારે તેના શરીરમાં રહેલું ઈન્સ્યુલિન નામનું દ્રવ્ય વધે છે. કેમ કે, જ્યારે તમે વધુ ખોરાક આરોગો છો, ત્યારે તમારા શરીરના પૈન્ક્રિઆસ એટલે કે સ્વાદુપિંડ ઉર્ફ જઠર, વધુ પ્રમાણમાં ઈન્સ્યુલિન નિકાળે છે, જેના લીધે તમારા શરીરમાં ઊંઘ લાવતો હૉરમોન વધે છે ને મગજ તરફ ધસે છે, જ્યાં એ સેરોટોનિન અને મેલાટોનિન નામનું રસાયણ પેદા કરે છે, જેમાં મેલાટોનિન એ ઊંઘ લાવતો હૉરમોન છે. બીજું કે, વધુ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે શર્કરાવાળા તેમજ હાઈ પ્રોટિન્સયુક્ત ખોરાકને લીધે પાચનક્રિયા પર જોર આવે છે, એટલે તમારા શરીરની ઊર્જાનો ૬૦થી ૭૦ ટકા જેટલો ભાગ એના પાચનમાં જાય છે. એના લીધે બીજા અંગોની ઊર્જા (એનર્જી) પાચનક્રિયામાં વપરાય છે. પરિણામે, તમારું શરીર થાક કે આળસ અનુભવી ઊંઘ ઘેલું બને છે.

તો એનો ઉપાય શો? કદાચ એકસામટું ઘણું બધું જમી લેવાને બદલે તમે થોડા થોડા સમયાંતરે હળવો ખોરાક લઈ શકો.

‘સ્વીટતૂથ’ એટલે કે મિઠાઈના રસિયા જાણી લે કે તેઓ આળસ અને ઊંઘને નોતરું આપે છે. વધુ સતર્ક રહેવા તમે ફળફળાદીની મિઠાશ માણી શકો.

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
1
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
1
Cute

શું તમને ખબર છે બપોરે ભરપેટ જમ્યા પછી ઊંઘ કેમ આવે છે? વાંચો આની પાછળનું રાઝ..

log in

reset password

Back to
log in
error: