શું તમે પણ સફેદ વાળની સમસ્યા થી સુજી રહ્યા છો, તો અપનાવો આ ઘરેલુ નુસખો, વાળ કાળા કરવાની સાથે-સાથે થાય છે આ ફાયદાઓ….

0

તમે જોયું હશે કે પહેલાના લોકોના વાળ લાંબા સમય સુધી કાળા રહેતા હતા, જ્યારે આજ-કાલની જનરેશન ના વાળ જલદી જ સફેદ બની જાતા હોય છે. ક્યાંક ને ક્યાંક તેનું કારણ પ્રદુષણ, ખરાબ લાઈફસ્ટાઇલ અને ખરાબ ખાન-પાન છે. સફેદ વાળને છુપાવવા માટે લોકો તમામ પ્રકારના કેમિકલ્સ અને ટ્રીટમેન્ટ નો સહારો લેતા હોય છે. જેમાં ઘણીવાર લોકોને પહેલા કરતા વધુ સફેદ વાળનો સામનો કરવો પડતો હોય છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે કોઈપણ ખર્ચ કર્યા વગર ઘરે જ સફેદ વાળને કાળા કેવી રીતે કરી શકાય.. વાળને કાળા કરવા માટે જે ચીજની જરુર પડવાની છે તે દરેકના કિચનમાં આસાનીથી મળી શકે છે. તમારા ઘરમાં ચા ની ભૂકી તો હશે જ ને. તેમાં ટૈનિક એસિડ હોય છે જે તમારા વાળને માત્ર થોડા જ સમયમાં બ્લેક બનાવામાં મદદ કરે છે. તેના માટે તમારે 6 ચમચી ચા ની ભૂકી ને 30 મિનિટ સુધી પકાવાની રહેશે. પછી તેને ગાળી લો અને હવે આ પાણીને ઠંડુ થયા પછી વાળમાં લગાવો. તમે ઈચ્છો તો તેમાં કોફી પણ મિક્સ કરી શકો છો.

વાળને કાળા કરવાની સાથે-સાથે ચા નું પાણી ના અન્ય પણ ઘણા ફાયદાઓ છે:1. હેયરફોલ ઓછું કરવામાં મદદગાર
2. વાળનો ગ્રોથ સારો બને છે.
3. વાળની ડ્રાઈનેંસ અને રફનેસને દૂર કરે છે.
4. વાળની ચમક વધારે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here