શું તમે પણ રોકી રહ્યા છો તમારી છીંકને તો થઇ જાઓ સાવધાન, થઇ શકે છે આ 10 નુકસાન…

0

160/કિમી/કલાકની તીવ્રતા સાથે નીકળે છે છીંક.

आनछ्हूऊऊऊ…જેવી જ તેણે છીંક ખાધી કે બધા લોકો તેના તરફ જોવા લાગ્યા જાણે તેણે કઈક એવું કામ કરી નાખ્યું હોય જે આજ સુધી ક્યારેય ન કર્યું હોય. આવી જ સીચ્યુંએશન મોટાભાગે આપણા બધા સાથે થતી હોય છે. આવી ઘણી બાબતો આપણે પબ્લિક સામે કરવાનું ટાળતા હોઈએ છીએ.

છીંક આવવી એવું જ એક કામ છે. કેમ તે એક નેચરલ પ્રોસેસ છે છતાં પણ ઘણીવાર આપણે આપણી છીંકને રોકતા હોઈએ છીએ. તેના માટે તેઓ ઘણીવાર પોતાના નાક કે મો ને બંધ કરીને તો ક્યારેય પોતાનું ધ્યાન ભટકાવીને છીંક રોકવાની કોશીસ કરતા હોય છે. પણ શું તમેં જાણો છો કે છીંક રોકવાથી માત્ર શ્વાસ નળી જ નહીં પણ આપણા શરીરના અન્ય હિસ્સાઓમાં પણ ઊંડો અસર પડે છે. સાથે જ તેનાથી આપણા દિમાગની નસો પણ ફાટી શકે છે.

તો ચાલો આજે અમે તમને જણાવીશું છીંક રોકવાથી ક્યા-ક્યા નુકસાન થઇ શકે છે.

1. સારું સ્વાસ્થ્ય કારક:

મોટાભાગે તમે જોયું હશે કે છીંક આવવા પર લોકો પોતાની છીંક રોકી લેતા હોય છે કે પબ્લીકલી છીંક ખાવાથી કતરાતા હોય છે. પણ તમારી છીંક તમારા સારા સ્વાસ્થ્યનું સૂચન કરે છે.

2. છીંક આવવાનું કારણ:

કોઈ બાહરી તત્વ કે સંક્રમણ શ્વાસ નાં માધ્યમ વડે શરીરમાં પ્રવેશ કરી રહ્યું હોય ત્યારે આપણને છીંક આવે છે. એવામાં શરીરને નુકસાન કરનારા તત્વ શરીરની બહાર ફેંકાઈ જાય છે.

3. 160 કિમી/કલાક ની રફતાર:

જ્યારે પણ છીંક આવે છે ત્યારે તમારા શરીરથી 160 કિમી/કલાક નાં રફતારથી તેજ હવા નીકળે છે. એવામાં તમે છીંક રોકવાની કોશીસ કરશો તો ખુદ જ વિચારી શકો છો કે તેનાથી આપણા શરીરમાં કેવા પ્રભાવ પડી શકે છે?

4. અન્ય અંગો પર પ્રભાવ:

જયારે તમે છીંક ને રોકો છો ત્યારે હવાની ગતિનો દબાવ તમારા શરીરનાં અન્ય અંગો પર પડે છે. ખાસ તૌર પર તમારા કાન પર તેનો વધુ પ્રભાવ પડે છે.

5. ઈયરડમ ફાંટી શકે છે:

જો તમે લગાતાર છીંક રોકી રહ્યા છોવ તો તેનાથી તમારો ઈયરડમ ફાટી શકે છે, જેને લીધે તમે હંમેશાના માટે બેરા થઇ શકો છો.

6. મગજની નસો પર પ્રભાવ:

છીંક ને રોકવાથી મગજની નસો પર તેની ખરાબ અસર પડે છે. તે મસ્તિસ્કની રક્તવાહિકાઓ કમજોર કરી દે છે. જેને લીધે મગજની નસો ફાટવાની આશંકા રહે છે.

7. આંખો પર અસર:

કાનોમાં અતિરિક્ત છીંક રોકવાથી આંખોની રક્તવહીનીઓ પ્રભાવિત થઇ જાય છે. આંખોની પુતલીઓનાં સફેદ ભાગમાં રક્ત વાહિનીઓ તૂટવાની આશંકા રહે છે.

8. બેક્ટેરિયાનું નિષ્કાસન:

તેના સિવાય છીંક રોકવાથી શરીરમાં મોજુદ ખતરનાક બેક્ટેરિયા બહાર નીકળી નથી શકતા. તેને લીધે બીમાર રહેવાનો ખતરો પણ રહે છે. તેનાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા પણ ઓછી થઇ જાય છે.

9. હાર્ટ એટેક:

છીંક રોકવાથી ગરદન માં ઈજા કે મોચ આવી શકે છે. તેનાથી અતીરક્ત દિલનો દોહરો પડવાની આશંકા રહે છે કેમ કે તેનો પ્રભાવ દિલ અને ફેફસાં પર પણ પડે છે.

10. તો પછી શરમાશો નહી:

તો પછી શરમાશો નહી. છીંક આવવી એક નેચરલ પ્રોસેસ છે. તેને રોકવાનો પ્રયાસ કરવો તમારા સ્વાસ્થ્ય પર ભારી પડી શકે છે. માટે છીંક ખાતા રહો અને સ્વસ્થ રહો.

લેખન સંકલન : GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આવી જ સ્વાસ્થ્યની ટીપ્સ/ફાયદેમંદ માહિતી વાંચવા માટે આપણું GujjuRocks પેઈજ લાઇક કરો અને જોડાઈ રહો

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!