શું તમે ક્યારેય વિચાર્યું છે ગર્ભપાતના સમયે બાળકના કેવા હાલ થતા હોય છે, મનમાં મમતાના ભાવ હોય તો આ આર્ટીકલ જરૂર વાંચો..

0

એક મહિલા માટે માં બનવું તેમના જીવનનો સૌથી સુંદર પલ હોય છે. પણ જરા વિચારો તે સમયે તે મહિલાના દિલ પર શું વીતતું હશે જ્યારે તેને કેહવામાં આવે કે બાળકને ગીરાવી દો, ગર્ભપાત કરાવી લો, આ બાળક હમણાં નથી જોઈતું, એવામાં તેમના દર્દનો અંદાજો લગાવવો પણ નામુમકીન છે. પણ આપણા દેશમાં ગર્ભપાતને ખુબ જ આસાન શબ્દ માનીને બોલી દેવામાં આવતું હોય છે. ખાસ તૌર પર મહિલાનું ગર્ભપાત કરવાની વાત બોલવામાં આવે છે, જયારે તેમના ગર્ભમાંનું બાળક કન્યા હોય. ઘણીવાર લોકોને બાળક ન જોઈતું હોય તો તેઓ  ગર્ભપાત કરાવતા હોય છે. પણ શું તમને ખબર છે આસાન લાગનારી ગર્ભપાતની આ પ્રક્રિયા કેટલી દર્દનાક અને ભયાનક હોય છે. ગર્ભપાતને લઈને તો લોકોમાં ઘણીવાર ચર્ચા કરતા સાંભળ્યા હશે, પણ તે બાળક વિશે ક્યારેય પણ વાત નથી કરતા કે તે અજ્ન્મેલા બાળકનું શું થાય છે.

આજે અમે તમને ગર્ભપાતના સમયે થનારી ભયાનક પ્રક્રિયાને રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ, જેમાં એ પણ જાણવા મળશે કે કેવી રીતે ગર્ભપાત થાય છે. આગળના વર્ષ Felicia Cash નામની એક મહિલાએ ફેસબુક પર એક પોસ્ટ શેઈર કરી હતી, જેમાં તેમણે જણાવ્યું કે ગર્ભપાતના સમયે તે બાળકોની સાથે શું થાય છે?

Felicia Cash ને પોતાની પોસ્ટમાં લખ્યું કે,’જુલાઈ 2014માં મારું મિસકૈરેજ થયું હતું, જેના લીધે મારું 14 હફ્તા અને 6 દિવસનું બાળક  Japeth Peace મરી ગયું હતું. તે સમયે તે આશ્ચર્ય જનક રૂપથી ખુબ વિકસિત થઇ ચુક્યું હતું, તેના પગની આંગળીઓ અને અંગુઠા પણ બની ચુક્યા હતા. સાથે જ તેના નખ પણ નીકળવાના શરુ થઇ ગયા હતા અને દેખાવા લાગ્યા હતા. તેની નાની-નાની નસો તેની પાતળી સ્કીન માંથી દેખાઈ આવતી હતી. સાથે જ તેમની માસપેશીઓ પણ નજરમાં આવી રહી હતી. તેના માટે હું કહું છું કે અળધીઅવધીમાં તે કોશિકાઓનો એક સમૂહ કે માત્ર એક માંસનો ટુકડો જ ન હતો, પણ તેની બોડી પણ એક હ્યુમન બોડી જેવી લાગવા લાગી હતી. તે એક સુંદર અને સ્વસ્થ બાળક હતું જેની રચના ભગવાને કરી હતી અને હવે તે તેની સાથે જ રહેશે.

તેની સાથે જ Japeth Peace એ લખ્યું કે,’હું આ પોસ્ટ તે લોકોને જાણકારી દેવા માટે લખી રહી છું, જેઓને એ જાણ નથી હોતી કે 3 મહિનાની ગર્ભાવસ્થામાં પણ ભ્રુણ પૂરી રીતે વિકસિત થઇ જતું હોય છે. અને તેટલા માટે 3 મહિનાના ગર્ભપાતને હલકામાં ન લેવું જોઈએ. જો કે હું એ કહેવા જઈ રહી છે કે સાળા 3 મહિનાની અવધિમાં બાળક કોઈ માંસનો ટુકડો કે નિર્જીવ વસ્તુ નથી હોતી. આટલા કમ સમયમાં પણ બાળક વિકસિત થઇ જાતું હોય છે.

ગર્ભધારણનાં 16 દિવસો બાદ જ તેમનું નાનું એવું દિલ ધડકવા લાગતું હોય છે, અને પોતાના ખૂનને પંપ કરવા લાગતું હોય છે. મતલબ કે બાળકનું દિલ મહિલાના ગર્ભવતી હોવાની જાણકારી હોવાના પહેલા જ પોતાનું કામ શરુ કરી દેતું હોય છે, જ્યારે લોકોમાં એક ખોટી ધારણા હોય છે કે જ્યાં સુધી તે બાળકોની ધણકન સાંભળી નથી શકતા કે જોઈ નથી શકતા, તેનું દિલ વિકસિત નથી થયું એવું નથી હોતું. જ્યારે સૌની પહેલા દિલ જ બનતું હોય છે અને પોતાનું કામ શરુ કરી દેતું હોય છે. ગર્ભધારણના 6 હફ્તા બાદ બાળકાના શ્રવણ અંગો એટલે કે કાન પણ બનવા લાગે છે અને તેમની તંત્રિકા તંત્ર 7માં હફ્તામાં કામ શરુ કરવા લાગે છે.

તેની સાથે જ તેમણે લખ્યું કે,’આ બધી જાણકારી તમને ઈન્ટરનેટ પર અને મેડીકલ જર્નલ્સ પર કે પછી પ્રેગનેન્સી ગાઈડસમાં આરામથી મળી જાશે. જો કે અમુક કારણોથી લોકોને લાગે છે કે આ બધું ગર્ભવસ્થામાં ખુબ દીવસો બાદ બને છે. બની શકે કે આવું એટલા માટે કેમ કે તે લોકો દ્વારા બેવકૂફ બની રહ્યા છો, જેઓ તેમનું સોષણ કરવા માંગતા હોય. કે પછી એવું પણ બની શકે કે તે બધુજ જાણતા હોવા છતાં પણ આંખો પર પટ્ટી અને કાનોમાં રૂ નાખી લેતા હોય છે,  કેમ કે આ સત્ય ખુબ જ કડવું છે અને આ સચ્ચાઈ તેઓના અમુક ખાસ નિર્ણયોમાં બાધા ન બની જાય માટે તેઓ બધું જ જાણતા હોવા છતાં પણ પોતાની ઈચ્છાથી ગર્ભપાત કરાવતા હોય છે.

હું આશા કરું છું કે આ જાણકારી અને મારા સંતાનની દિલ પીગાળનારી આ ફોટોસ ગર્ભાવસ્થા, ગર્ભસ્થ શિશુ અને ગર્ભપાત સાથે જોડાયેલી જાણકારીને સમજવામાં થોડી વધુ મદદ કરશે. સાચે જ માં બાળકની આ માર્મિક તસ્વીરોને જોઇને એવું લાગે છે કે અબોર્ટ થનારા બાળકને કેટલી તકલીફ પડતી હશે.

અંતમાં હું બસ એજ કહેવા માંગુ છું કે જો તમે પણ ગર્ભપાત કરાવાનું વિચારી રહ્યા છો, તો એકવાર ફરી આ સચ્ચાઈને જાણ્યા બાદ પુન:વિચાર કરો કે શું યોગ્ય છે. તે કોઈપણ રીતે શર્મનાક, કમજોર, કે કોઈની નિંદા કરવાનો પ્રયાસ નથી. આ તે માંતાની તમને અપીલ છે, જેણે મિસકૈરેજને લીધે પોતાનું બાળક ગુમાવ્યું હતું. માટે જે પણ કદમ ઉઠાવો પણ જરા સમજી વિચારીને. ગર્ભપાત સિવાય બીજા ઘણા બધા વિકલ્પ મોજુદ છે.

Felicia Cashની આ પોસ્ટ તેઓના દિલો સુધી જરૂર પહોંચશે જેઓનો કોઈ કારણોસર મિસકૈરેજ થઇ ગયું હોય અમે પોતાના બાળકને ગુમાવી દીધું હોય.

પણ હું સવાલ તેઓને કરવા માંગુ છું જેઓ પોતાની મરજીથી ગર્ભપાત કરાવતા હોય છે, શું તેઓને એ વાતનો અહેસાસ નથી થતો કે તે દુનિયામાં આવવા પહેલા જ ગર્ભની અંદર બાળકને મારી દેતા હોય છે. શું તમને ખબર છે કે ગર્ભપાત ના સમયે બાળકને કેટલી તકલીફ પડતી હોય છે? કદાચ તો નહિ, ત્યારે જ તો અજ્ન્મેલા બાળકની સાથે એટલી ક્રુરતા કરવાની હિમ્મત કરી શકતા હોવ.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જ્યારે હોસ્પીટલમાં કોઈ મહિલાનું અબોર્શન કરવામાં આવે છે તો તેને સૈલાઈન અબોર્શન (Saline Abortion) કહેવામાં આવે છે. આ પ્રક્રિયા ખુબ દર્દનાક હોય છે. જેમાં ઇન્જેક્શનની મદદથી મહિલાના ગર્ભમાં એક એવું લીક્વીડ નાખવામાં આવે છે, જેની અસરથી બાળક મરી જાય છે. આ લીક્વીડની અસર એટલી ખતરનાક હોય છે કે બાળકનાં ફેફસા અને સ્કીન પૂરી રીતે જલી જાય છે અને તે મરી જાય છે. તેના બાદ મહિલાનું પ્રશવ કરાવામાં આવે છે, જેના બાદ મરેલું બાળક ગર્ભમાંથી બહાર આવે છે. પણ જરા વિચારો જો તેના બાદ પણ જીવિત બચી જાય તો તે જ્લેલું અને અવિકસિત બાળકનું કોઈ ઈલાજ થઇ શકતું નથી અને ન કોઈ દેખભાળ, પણ તેને મરવા માટે છોડી દેવામાં આવે છે.

આજે પણ આપના દેશમાં ગર્ભમાં છોકરી હોવા પર ગર્ભવતી મહિલાનું જબરજસ્તીથી ઘરમાં જ અબોર્શન કરાવી દેવામાં આવે છે, જેને કારણ ઘણીવાર મહિલાઓને પણ મૌત આવી જાતી હોય છે. જ્યારે ઘણીવાર બળાત્કારનાં પરિણામ સ્વરૂપ ગર્ભવતી મહિલાના ડોક્ટરની મદદથી અબોર્શન કરાવામાં આવે છે. કેમ કે આપનું સમાજ તેને અપનાવતું નથી.

અહી હું એક વાત કહેવા માંગીશ કે જો તમને બાળક નથી જોઈતું તો પ્રોટેક્શનનો ઉપયોગ કેમ નથી કરતા? અને તે છતાં પણ ગર્ભધારણ થઇ જાય, તો તેને મારવું ઉચિત નથી, શું તેના માટે અન્ય કોઈ વિકલ્પ નથી, તે બાળકને તમે એ લોકોને આપી શકો છો, જે બેઔલાદ છે, જે બાળક માટે તરસતા હોય છે. તમને પ્રોટેક્શન ખરીદવામાં શરમ આવે છે, પણ શું નાના એવા જીવને મારી નાખવામાં શરમ નથી આવતી?

આ ખુબ મોટો સવાલ છે, તેના વિશે  જરૂર એકવાર વિચાર કરજો. જો તમે વિચારશો તો તમને તે જીવનો દર્દ સમજમાં આવશે જે દુનિયામાં આવવા માંગે છે, પણ આવી નથી શકતો.

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.