શું તમે કરવા માંગો છો “દિપવીર” જેવા આલીશાન લગ્ન? વાંચો કેટલો ખર્ચ કરવો પડશે તમારે આવા લગ્ન કરવા માટે..વાંચો રસપ્રદ લેખ

0

બોલીવુડની સૌથી સુંદર જોડી દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ હંમેશા માટે એક બીજાના થવા જઈ રહ્યા છે. ૧૪ અને ૧૫ નવેમ્બરના દિવસે બંને લગ્નના બંધનમાં બાંધવા જઈ રહ્યા છે. દિપીકા અને રણવીરના લગ્ન એ ઇટલીમાં લેક કોમોમાં પૂર્ણ થશે. અહિયાંના વિલા દેલ બાલબીએનલો (Villa del Balbianello) માં લગ્નની દરેક વિધિ પૂર્ણ કરવામાં આવશે. બંને અત્યારે ઇટલી પહોચી ગયા છે. અહિયાં થવા વાળા લગ્ન પર બધાની જ નજર છે. ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઇ પણ આજ જગ્યાએ થઇ હતી.

૮.૨૦ લાખ રૂપિયા છે એક દિવસનું ભાડું

અમુક લોકોનું માનવું છે કે આ લગ્નએ સૌથી મોંઘા લગ્ન રહેશે. એક ન્યુઝ અનુસાર માનીએ તો જે વિલામાં રણવીર અને દિપીકા એ અગ્નિની સાક્ષીએ ફેર ફરશે એ જગ્યાનું એક દિવસનું ભાડું એ ૮૦૦૦-૧૦૦૦૦ યુરો એટલે કે લગભગ ૮.૨૦ લાખ રૂપિયા છે. તમને જાણીને આંચકો લાગશે પણ આ ભાડું એ કલાકના હિસાબથી નક્કી કરવામાં આવ્યું છે. આ ભાડું એ ફક્ત લગ્ન અને રિસેપ્શન માટેની જગ્યાનું જ છે. અહિયાં રહેવાના મહેમાનો અને લગ્નમાં ઉપયોગમાં લેવા વાળી જગ્યા પ્રમાણે ભાડું નક્કી કરવામાં આવ્યું છે. દિપીકા અને રણવીરના લગ્નમાં ફક્ત ૮૦ મહેમાનોને બોલાવવામાં આવ્યા છે. ૮૦ થી વધુ મહેમાનોને અહિયાં બોલાવવાની પરમીશન નથી. અહિયાં રિસેપ્શન જે ખુરશીઓ વાપરવામાં આવે છે તેનું ભાડું અલગથી લેવામાં આવે છે.એક ખુરશીનું ભાડું એ ૧૦ યુરોથી પણ વધુ છે.

વિલા દેલ બાલબીએનલોમાં લગ્ન એ સામાન્ય રીતે લોગ્ગીયામાં ગોઠવવામાં આવે છે, ત્યાં મહેમાનો એ એક ગેલેરીમાં ઉભા રહીને લગ્નનું આયુજન જોઈ શકશે. લગ્નમાં મોબાઈલ લઈને જવાની પરમીશન નથી કારણકે લગ્નના ફોટો ક્યાંક બહાર લીક થઇ જાય નહિ.

બે દિવસ ચાલશે બધી લગ્નની વિધિ

દિપીકા એ સાઉથઇન્ડિયન છે અને રણવીર એ સિંધી છે તો લગ્ન એ બંને રીત રીવાજ અનુસાર કરવામાં આવશે. ૧૪ નવેમ્બરના દિવસે કોંકણી રીવાજ અનુસાર અને ૧૫ નવેમ્બરના દિવસે સિંધી રીવાજથી બંનેના લગ્ન થશે. બંને દિવસના મેનુ પણ અલગ અલગ છે.

કેટરિંગ માટે અલગથી પૈસા આપવા પડશે.

જગ્યાના ભાડા સિવાય અહિયાં કેટરિંગ માટે અલગથી પૈસા થશે. ખાસ વાત એ છે કે અહિયાં અમુક જ કેટરિંગવાળા લોકોને જ કામ આપવામાં આવે છે. સામાન્ય રીતે અહિયાં થવાવાળા લગ્ન પ્રસંગનું ભાડું એ લગભગ ૩૦૦૦ યુરો એટલે કે ૨૫૦૦૦૦ રૂપિયા છે. આ ભાડામાં મહેમાનો અને વર વધુ માટે અલગથી રૂમો આપવામાં આવતી નથી. જો પ્રસંગ એ ત્રણ કલાકથી વધુ ચાલે છે તો હાઉસકીપિંગ માટે લગભગ ૩૦૦ યુરો વધારે આપવા પડે છે. આ વિલામાં લગ્ન પ્રસંગ માટે ફોટોગ્રાફીની વ્યવસ્થા કરવામાં આવે છે.

વિલા દેલ બાલબીએનલો કોમોના એક નાનકડા તળાવના ટાપુ પર આવેલ છે. અહિયાં પહોચવા માટે હોડીનો ઉપયોગ કરવામાં આવે છે. આ વિલાને ૧૬મી સદીના અંતિમ સમયમાં બનાવવામાં આવ્યું છે. વિલાની આસપાસ ફરવા માટે ૧૮૦૦૦ આપીને હોડી બુક કરાવી પડે છે.

મુંબઈ અને બેંગલુરુમાં થશે રિસેપ્શન

ઇટલીમાં લગ્ન કરીને દિપીકા અને રણવીર એ મુંબઈ અને બેંગલુરુમાં લગ્નનું રિસેપ્શન રાખવામાં આવશે. મુંબઈમાં રિસેપ્શન એ ૨૮ નવેમ્બરના દિવસે ગ્રાન્ડ હયાત હોટલમાં થશે આ પાર્ટી એ રણવીર સિંહના માતા પિતા દ્વારા રાખવામાં આવી છે. દિપીકાના હોમટાઉન બેંગલુરુમાં રિસેપ્શન એ ૨૧ નવેમ્બરના દિવસે કરવામાં આવશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here