શું તમે જાણો છો ‘જાદુ’ ની પાછળ કોનો છુપાયલો હતો અસલી ચેહરો, જાણો ક્યા અભિનેતાએ નિભાવ્યુ હતું આ કેરેક્ટર….

0

બાળકો પર આધારિત તો જો કે ઘણી એવી ફિલ્મો બનતી હોય છે પણ 2003 માં આવેલી ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ જેવી ફિલ્મ આજ સુધી આવી નથી. આ ફિલ્મ સુપર હીટ બની હતી. બાળકોએ આ ફિલ્મને લઈને ખુબજ ક્રેઝ હતો. એ પણ કહી શકીએ કે ફિલ્મ હીટ હોવા પાછળ સૌથી મોટો હાથ બાળકોનો જ હતો. મજાની વાત એ છે કે આ ફિલ્મમાં નાના બાળકોની સાથે સાથે એક મોટો બાળક પણ હતો. જે રોહિત મેહરા હતો. રોહિત મેહરા શરીર થી મોટો બની ગયો હતો પણ માનસિક રૂપથી નાનો છોકરો જ હતો.

ઉમરમાં મોટો થઈ ગયા છતાં પણ તેની હરકતો એકદમ નાના બાળક જેવીજ હતી અને તે પેલા નાના બાળકોનો બેસ્ટ ફ્રેન્ડ પણ હતો. પણ આ બધા સિવાય પણ ફિલ્મમાં એક અન્ય ફેમસ એક્ટર હતો. જો કે ફિલ્મમાં બધાથી મહત્વ પૂર્ણ કેરેક્ટર હતો એમ કહીએ તો પણ ચાલે. તમે તો સમજી જ ગયા હશો કે અમે કોની વાત કહી રહ્યા છીએ. હા, અમે વાત કરી રહ્યા છીએ ફિલ્મમાં બીજા ગ્રહ પરથી આવેલા ‘જાદુ’ ની. જો કે બાકીના કીરદારોના ચેહરા તો તમે જોયેલાજ છે પણ શું જાદુને જોઇને તમે કહી શકશો કે આ કિરદાર નું કામ કોણે કર્યું હતું? ચાલો અમે આજે તમને જણાવી દઈએ કે, કોઈ મિલ ગયા નાં ‘જાદુ’ ની કહાની. જાણો છો આ એલિયનની પાછળ અસલ ચહેરો કોનો હતો?

‘છોટુ દાદા’ નાં નામથી છે ફેમસ:

જે વ્યક્તિએ કોઈ મિલ ગયા માં જાદુ નો કિરદાર નિભાવીને આપણા બધાના દિલને જીતી લીધું હતું તેનું નામ છે ‘ઇન્દ્રવદન જે પુરોહિત’. પણ દુઃખની વાત એ છે કે આટલો મશુર કિરદાર નીભાવાવાળા ઇન્દ્રવદન હાલ આ દુનિયાથી અલવિદા થઈ ગયા છે. 28 સપ્ટેમ્બર 2014 નાં રોજ તેમણે આ દુનિયાથી રજા લઇ લીધી હતી.

નાના પળદા પર કર્યું હતું કામ:

ઇન્દ્રવદન ફિલ્મ સિવાય  નાના પળદા પર પણ કામ કરેલા નજરમાં આવ્યા હતા. તેમણે ઘણી એવી ટીવી સીરીયલોમાં કામ કર્યું હતું. સબ ટીવી પર આવતો બાળકો નો ફેવરીટ શો ‘બાલ-વીર’ માં તેમણે ‘ડૂબા-ડૂબા’ નો રોલ પ્લે કર્યો હતો.

ઓસ્ટ્રેલીયાથી આવ્યો હતો જાદુ:

એક ઈન્ટરવ્યુંમાં ઋત્વિક રોશને જણાવ્યું હતું કે જાદુનો કોસ્ટચ્યુમ વિશેષ રીતે ઓસ્ટ્રેલીયાથી બનાવવામાં આવ્યો હતો. જાદુના કોસ્ટચ્યુમને જેમ્સ કોલનર નામના આર્ટીસ્ટે ડીઝાઇન કર્યો હતો.

આ કોસ્ટચ્યુમ એટલો અનોખો હતો કે તેને ડીઝાઈન કરવામાં એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ કોઈ નોરમલ કોસ્ટચ્યુમ ન હતો, તેમાં ઘણા એવા સ્પેશીયલ ફીચર્સ પણ હતા. આ કોસ્ટચ્યુમની આંખો જાનવર અને ઇન્સાન થી પ્રભાવિત કરીને બનાવવામાં આવી હતી.

ડરી ગયા હતા હાથી:

ફિલ્મના એક સીનમાં જાદુને ઘણા એવા હાથીઓની સામે આવવું પડયું હતું. ફિલ્મમાં તમે જોયું હશે કે હાથી ને સામે જોઇને જાદુ ડરી જાય છે. પણ વાસ્તવામાં કાઈક ઉલ્ટુંજ થયું હતું. વાત કાઈક એવી હતી કે જ્યારે જાદુ હાથીને સામે આવ્યા ત્યારે બધા હાથીઓ જાદુને જોઇને ડરી ગયા હતા. આ સીન શૂટ કરવામાં ખુબ મુશ્કેલીઓ સર્જાઈ હતી. આ વાતની જાણકારી ફિલ્મના ડાયરેક્ટર રાકેશ રોશને એક ઇન્ટરવ્યુ દરમિયાન આપી હતી.
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.