શું તમે જાણો છો કે બ્લેડની વચ્ચે જગ્યા શા માટે રાખવામાં આવે છે, જાણો તેની પાછળનું દિલચસ્પ કારણ…

0

હર રોજ ઉપયોગમાં લેવાતી એવી ઘણી વસ્તુઓ હોય છે જેનો આપણે પ્રયોગ કરતા હોઇએ છીએ, પણ તેના વિશેની ઘણી ખરી વાતોની આપણને જાણ નથી હોતી. જેમ કે બ્લેડ ને જ લઇ લો. બ્લેડ એવી વસ્તુ છે જે દરેક ઘરમાં મળી આવે છે. શેવિંગ કરવાથી લઈને હેયર કટિંગ સુધી માં બ્લેડનો ઉપીયોગ કરવામાં આવે છે.

પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બ્લેડની વચ્ચેનાં ભાગમાં ખાલી જગ્યા શા માટે છોડવામાં આવે છે? બ્લેડ કોઈપણ કંપનીની હોય, પણ તેમાં ખાલી જગ્યા એક ડીઝાઇન શા માટે હોય છે?

કદાચ તમને આ વાતની જાણ નહી હોય, તો ચાલો આજે તમને આ ખાસ ડીઝાઇનની પાછળની કહાની બતાવીએ.

જીલેટ કંપનીનાં પ્રમુખ સંસ્થાપક કિંગ કૈંપ જીલેટે વિલિયમ નીકર્સનની મદદ વડે વર્ષ 1901 માં બ્લેડની ડીઝાઈન બનાવામાં આવી હતી.

1980 માં કિંગ કૈંપ જીલેટ બોટલનાં ઢાંકણ બનાવનારી એક કંપનીમાં સેલ્સમેનનું કામ કરતા હતા. તે સમયે તેમણે નોટીસ કર્યું કે કેવી રીતે ઉપીયોગમાં લીધા બાદ લોકો બોટલોનાં ઢાંકણ ફેંકી દે છે. છતાં પણ આવી નાની એવી વસ્તુથી આવી મોટી કંપની ચાલી રહી છે.

આ ‘યુઝ એંડ થ્રો’ નાં ફંડા થી જ તેણે બ્લેડ બનાવાનો વિચાર આવ્યો. એવામાં તેમણે પણ કઈક એવી વસ્તુ બનાવા વિશે વિચાર કર્યો, જેને લોકો ઉપીયોગમાં લીધા બાદ ફેંકી શકે અને અને તે સસ્તી પણ હોય.

તે સમયમાં પુરુષ રશ વડે શેવિંગ કરતા હતા, જે ખતરનાક માનવામાં આવતું હતું. એવામાં કિંગ કૈંપ જીલેટ શેવિંગ માટેનો વિકલ્પ શોધવાની કોશીસ કરવામાં લાગી ગયા. આખરે 1901 માં તેમને સફળતા મળી અને બે ધાર વાળી બ્લેડની શોધ કરી. તેજ વર્ષે તેણે નવા બ્લેડના ડીઝાઈનના પેટેંટ પણ કરી લીધું અને વર્ષ 1904 માં એક ઔદ્યોગીક રૂપમાં બ્લેડનું ઉત્પાદન શરુ પણ કરી દીધું હતું. 1904 નાં સમય જીલેટે પહેલીવાર 165 બ્લેડ બનાવી. સૌથી પહેલા જીલેટે બ્લુ જીલેટ નામથી બ્લેડ બનાવાનું શરુ કર્યું હતું.

જણાવી દઈએ કે 1901 માં જીલેટ જ એક કંપની હતી, જેણે રેજર અને બ્લેડ બનાવાની શરુ કરી હતી. તે સમયે કોઈ પણ કંપની બ્લેડ બનાવાના મેદાન પર ન હતી.

પણ જ્યારે બાદમાં બ્લેડ બનવાની શરૂઆત બીજી કંપનીઓએ કરી, તો તેણે જીલેટને જ ડીઝાઈનને કોપી કરવી પડી હતી. આવું એટલા માટે કેમ કે તે સમયે માર્કેટમાં રેજર જીલેટ કંપની નાં જ આવતા હતા. માટે રેજરમાં બ્લેડ ફીટ કરવા માટે શેવ તે જ ડીઝાઇનનો રાખવો પડતો હતો.

ત્યારથી લઈને આજસુધી બ્લેડનો માત્ર એક જ ડીઝાઈન માર્કેટમાં આવી હતી.આજે દુનિયામાં હર રોજ લગભગ 1 મિલિયનની આસપાસ બ્લેડ બને છે અને દરેક એક જ ડીઝાઈનની હોય છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!