શું તમે જાણો છો કે ભારતમાં સમોસા કઈ રીતે આવ્યા, જાણો તેની પાછળ ની રોચક કહાની…

0

ભારતમાં મોટાભાગે બધાના ફેવરિટ ફૂડ માનું એક સમોસા છે. દરેક શહેરમાં, ગલી-સોસાયટી થી લઈને મોટી મોટી હોટેલોમાં પણ સમોસા આસાનીથી મળી જાય છે. નાના હોય કે મોટા દરેક ને સમોસા ખુબ જ પસંદ આવતા હોય છે, પણ એ વાત ખુબ ઓછા લોકો જાણતા હશે કે આખરે સમોસા આવ્યા ક્યાંથી? તો જાણો આજે સમોસા સાથે જોડાયેલી ખાસ વાતો.સમોસાનો ઇતિહાસ છે ખુબ જ જૂનો:

આપણા ફેવરિટ સમોસા નો ઇતિહાસ ખુબ જ જૂનો છે. દેશમાં આ વ્યનજનની શરૂઆત થવા પહેલા ભારતની આસપાસના દેશોમાં સમોસા ખુબ જ પહેલાથી જ પ્રચલિત હતા. માનવામાં આવે છે કે સૌથી પહેલા સમોસા બનાવાનું કામ ઇરાક માં શરૂ થયું હતું. જો કે સમોસા નો આકાર ત્રિકોણ કેવી રીતે બનાવામાં આવ્યો એ વાતની જણકારી સ્પષ્ટ થઇ શકી નથી.

ફારસી શબ્દ ના નામથી મળ્યા સમોસા:
કહેવાય છે કે ફારસી ભાષાના ‘સંબોસાગ’ શબ્દથી સમોસા શબ્દ બન્યો છે. ઇતિહાસકારો અનુસાર મોહમ્મદ ગજનવી ના શાહી દરબાર માં એક નમકીન ડીશ પીરસવામાં આવતી હતી અને આ ડીશ ને મીટ કીમા અને સૂકા મેવા ભરીને બનાવામાં આવતી હતી. ભારતમાં લગભગ 2000 વર્ષ પહેલા સમોસા અસ્તિત્વમાં આવ્યા હતા, જયારે આર્ય ભારત આવ્યા હતા. મધ્ય એશિયા ની પહાડીઓથી પસાર થતા સમોસા ભારત પહોંચ્યા હતા.

ભારત આવ્યા પછી સમોસા માં આવ્યા ઘણા બદલાવ:

ભારતમાં આવ્યા પછી સમોસા માં ઘણા પ્રકારના બદલાવ આવ્યા છે. આપણે જે સમોસા ખાઈએ છીએ, તેમાં ઘણા પ્રકારના સ્વાદિષ્ટ મસાલા બટેટાની સાથે મિલાવીને ભરવામાં આવે છે. કહેવામાં આવે છે કે 16 મી સદી માં જયારે પુર્તગાલી ભારત આવ્યા, ત્યારે તેઓ બટેટા લઈને આવ્યા હતા. તેના પછીથી જ સમોસામાં બટેટાનો બનેલો મસાલો ભરવામાં આવવા લાગ્યો.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here