શું તમે જાણો છો ફિલ્મોની શૂટિંગ બાદ એક્ટર્સ ના કપડા નું શું કરવામાં આવે છે? જાણો અહીં…

0

કરીના કપૂરે પણ ‘વીરે દી વેડિંગ’ માં સેમ આવી જ ડ્રેસ પહેરી હતી. તમને પણ તમારી આસપાસ આવી વાતો કરતા લોકો મળી જાતા હશે. ભારતમાં દરેક વર્ષ લગભગ 1000 જેટલી ફિલ્મો બને છે. જે સાબિત કરે છે કે આપણા દેશમાં ફિલ્મોને લઈને કેટલી હદ સુધી દીવાનગી ભરેલી છે. ફિલ્મો જોઈને અમુક લોકો સ્ટંટ કરવાની કોશીસ કરતા હોય છે અને પોતાના હાથ-પગ ભાંગી બેસતા હોય છે. ફિલ્મો થી ઘણા ચોરો ચોરી કરવાનું શીખી લે છે તો ઘણા પ્રેમીઓ પ્રેમનો ઈઝહાર કરવાનું શીખી લેતા હોય છે. આ બધાની વચ્ચે લોકોનું ધ્યાન આ એક્ટર્સ ના કપડાં પર પણ આકર્ષિત થતું હોય છે. જો ફિલ્મો જોઈને તમારા મનમાં એ વિચાર આવતો હોય કે ફિલ્મની શૂટિંગ પછી સ્ટાર્સ ના કપડાનું શું થાય છે, તો ચાલો આજે અમે તમને જણાવીએ આખરે આ કપડા ક્યાં જાય છે?

1. રિયુઝ:જો કે સિતારાઓ ફિલ્મોમાં અલગ-અલગ કપડામાં નજરમાં આવતા હોય છે પણ અમુક પ્રોડક્શન હાઉસ સ્ટાર્સના આ કપડાને સ્ટોર કરીને રાખે છે, જેથી ભવિષ્યમાં તેને રિયુઝ કરી શકાય.

2.આવી રીતે કરવામાં આવે છે રિયુઝ:સ્ટોર કરવામાં આવેલા કપડાને જરૂર પડવા પર જુનિયર આર્ટિસ્ટ દ્વારા ઉપીયોગમાં લેવામાં આવે છે.

3. ડિઝાઈનર લઇ જાય છે ઘરે:જયારે સેલીબ્રીટીસ કોઈ ફિલ્મ માટે ડિઝાઈનર હાયર કરે છે, તો ડિઝાઈનર ફિલ્મની શૂટિંગ પછી તે કપડાંને પોતાની સાથે લઇ જાય છે. જેમ કે અનુષ્કા શર્મા દ્વારા બોમ્બે વેલ્વેટ માં પહેરવામાં આવેલું ગાઉન તેના ડિઝાઈનર દ્વારા રાખી લેવામાં આવ્યું હતું.

4. રીડીઝાઈન:અમુક પ્રોડક્શન હાઉસમાં આ કપડા ને ફરીથી ડિઝાઇન કરવામાં આવે છે. બારીકીથી ડિઝાઇન કરવામાં આવેલા કપડા ને એવી રીતે બદલી નાખવામાં આવે છે કે તે ફરીથી નવા નજરમાં આવવા લાગે.

5. નીલાંમ પણ થાય છે કપડા:ફિલ્મ રોબોટ માં રજનીકાંત અને ઐશ્વર્યા રાઈ દ્વારા પહેરવામાં આવેલા કપડા ને નીલાંમ કરી દેવામાં આવ્યા હતા અને તેના દ્વારા થયેલી કમાણી  NGO ને આપી દેવામાં આવી હતી.

6. આપી દેવામાં આવે છે ભેંટ રૂપે:અમુક પ્રોડક્શન હાઉસ ફિલ્મોમાં ઉપીયોગ માં લીધેલા કપડાંઓને યાદના તૌર પર સ્ટાર્સ કે કૃ મેમ્બર્સ ને ભેંટ સ્વરૂપે આપી દે છે.

7. વહેંચી નાખવામાં આવે છે:અમુક ફિલ્મોમાં ઉપીયોગ કરવામાં આવેલા કપડા મોટી કિંમતો માં વહેંચી નાખવામાં આવે છે, અને કમાણી ને ચૈરિટી માટે ઉપીયોગમાં કરવામાં આવે છે.

8. એક્ટર્સ પણ રાખી લે છે કપડા:ઘણીવાર એક્ટર્સ યાદ સ્વરૂપે આ કપડા ને પોતાની પાસે જ રાખી લે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!