શું તમે હજી પણ નથી અજમાવ્યો આ ઉપાય તો આજથી કરો, ઓશિકા નીચે રાખો લસણ અને જુઓ 12 જાદુઈ ફાયદા…

0

આયુર્વેદ અનુસાર લસણ ને અનેક પ્રકાર ની બીમારી માટે નો રામબાણ ઉપાય માનવા માં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે લસણ ની ગંધ થી પણ ઘણા ફાયદા થાય છે. ખાસ કરી ને તેને રાતે સૂતી વખતે ઓંશિકા ની નીચે રાખી ને સુવા માં આવે તો તે વ્યક્તિ ની ઘણી બીમારી ને કાયમ ને માટે દૂર કરી દે છે. ચાલો તો આજે લસણ ના આવા ફાયદાઓ વિશે થોડું જાણીએ.

1. લસણ ને ઓંશિકા ની નીચે રાખી સુવા થી તેની ગંધ ને કારણે શરીર ના બેક્ટરીયા નો નાશ થઈ જાય છે. તેનાથી સ્કીન ઇન્ફેકશન, પિંપલ્સ, ખુજલી ની પ્રોબ્લેમ દૂર થઈ જાય છે.

2. લસણ માં રહેલ વોલેટાઇલ ઓઇલ ની ગંધ શરીર માં ગરમી ઉત્પન્ન કરે છે. જેના કારણે શરદી-તાવ જેવી સમસ્યા દૂર થઈ જાય છે. રાતે ઓંશિકા ની નીચે રાખી સુવા થી શ્વાસ બરાબર રીતે લઈ શકાય છે અને તાવ પણ ઉતરી જાય છે.

3. લસણ ની દુર્ગંધ થી શરીર નું બ્લડ સર્કુલેશન માં સુધારો આવે છે. અને બીપી જેવી સમસ્યા માં પણ આરામ મળે છે.

4. લસણ ની ખૂબ જ તેજ દુર્ગંધ માખી અને મચ્છર સહન કરી શકતા નથી. આથી માખીઓ અને મચ્છર થી પણ બચી શકાય છે. જ્યાં લસણ ની ગંધ હોય છે, તે જગ્યા પર મચ્છર અને માંખીઓ કે પછી અન્ય જીવ-જંતુઓ જોવા મળતા નથી.

5. લસણ ની દુર્ગંધ થી કોલેસ્ટ્રોલ નું લેવલ કંટ્રોલ માં રહે છે. જેના કારણે હાર્ટ એટેક નો ખતરો ટળી જાય છે.

6. રાતે લસણ ને ઓંશિકા ની નીચે રાખવા થી નીંદર પણ ખૂબ જ સારી આવે છે.

7. રાતે લસણ ને ઓંશિકા ની નીચે રાખવા થી શરીર માં જિંક ની ઉણપ પણ પૂરી થઈ જાય છે. હકીકત માં લસણ માં જિંક ની પ્રચુર માત્રા મળે છે. જેના કારણે મગજ માં એક પ્રકાર ની સુરક્ષા ની ભાવના ઉત્પન્ન થાય છે. બની શકે કે શરૂઆત માં તમને લાસણા ની ગંધ ના ગમે પરંતુ ધીમે-ધીમે તેની આદત પડી ગયા પછી તમે અનિદ્રા થી બચી શકો છો.

8. એલિસીન ને એક સારો એન્ટિ-બેકટરીયલ, એન્ટિ-ફંગલ અને એન્ટિ-ઓક્સિડેંટ ના રૂપે ઓળખવા માં આવે છે. આ બધા પોષક તત્વો ને કારણે તે ખૂબ જ ગુણવાન છે. ખાસ કરી ને તે લીવર થી થતી બીમારીઓ થી આપણી રક્ષા કરે છે. આ ઉપરાંત તે ટાલ પડવા ને રોકવા માં, ધમનીઓ ને સાફ કરી ને લોહી ને શુધ્ધ કરવા માં, શરદી અને તાવ થી દૂર રહેવા માં અને એસ્પીરેટરી પ્રોબ્લેમ ને દૂર કરવા માં મદદ કરે છે. આ ઉપરાંત જો કાચા લસણ ના નાના-નાના ટુકડા ખાવા થી પણ ઘણો લાભ થાય છે.

9. જો તમને કોઈ પણ પ્રકાર નો દાંત માં દુખાવો થતો હોય તો ખાલી પેટે લસણ નું સેવન કરવું. તેની એક કળી થી પણ ઘણો ફાયદો થાય છે. અને તેનાથી દુખાવા માં પણ આરામ મળે છે. હકીકત માં લસણ માં દર્દ નિવારક ગુણ રહેલો છે જે દર્દ ને દૂર કરવા માં મદદ કરે છે.

10. શાસ્ત્રો માં કહેવા માં આવ્યું છે કે લસણ લોકો ને ખરાબ આત્મા થી બચાવે છે. અને લસણ ને ઘર ની અંદર રાખવા થી ખરાબ શક્તિઓ ઘર માં પ્રવેશ કરતી નથી. આમ રાતે ઓંશિકા ની નીચે લસણ ની કળી રાખી ને સુવા થી નીંદર માં કોઈ બાધા નથી આવતી અને ખરાબ સપના પણ નથી આવતા. કારણ કે લસણ નકારાત્મકતા ને દૂર કરે છે અને ભૂત સહિત અન્ય તકલીફો થી પણ બચાવે છે.

11. લસણ એક મલ્ટીબેનિફિસિયલ છે, લસણ માં રસાયણિક રૂપે ગંધક નું પ્રમાણ વધુ હોય છે. તેને પીસવા થી એલિસીન નામનું યોગીક પ્રાપ્ત થાય છે, જે પ્રતિજેવીક વિશેષતાઓ થી ભરપૂર છે. આ સિવાય લસણ માં પ્રોટીન, એંજાઈમ તથા વિટામિન બી, સેપોનીન, ફ્લેવોનોઈડ વગેરે પદાર્થ મળે છે. લસણ નું નામ સાંભળી ને મગજ માં એક તેજ ગંધ દોડવા લાગે છે. આમ લસણ માં ઘણા તત્વો રહેલા છે જે અનેક બીમારી ના ઈલાજ માં ફાયદો આપે છે. લસણ એક એવી વસ્તુ જે રસોઈ માં પાક કલા થી લઈ ને અનેક રોગો ના ઉપચાર કલા સુધી ઉપયોગ કરી શકાય છે.

12. લસણ ના ઘણા ફાયદા છે, જેમા નો એક અને સૌથી મોટો ફાયદો એ છે કે લસણ થી શરીર નું લોહી શુધ્ધ થાય છે. જેના કારણે સ્કીન સારી બને છે, સ્કીન માં નિખાર આવે છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here