શું તમે દીવાલ માંથી ખરતી પોપડી અને તિરાડો થી પરેશાન છો? તો અત્યારે જ વાંચો આ અસરકારક નુસખા….

0

વર્ષના સૌથી સુહામણા મૌસમ ચોમાસામાં ચા ની ચુસ્કીઓની સાથે સાથે વરસાદ ને એન્જોય કરવાની કઈક અલગ જ મજા હોય છે. પણ આ મૌસમમાં અમુક નુકસાન પણ ઉઠાવવા પડતા હોય છે. આ તે સમય હોય છે જયારે ઘરમાં સિલન, ફંગસ અને લીકેજ વગેરેની સમસ્યાઓ થાતી હોય છે, જે ઘરમાં રહેનારા લોકો માટે ખુબ મોટી સમસ્યા બની જાય છે.તો તમે સુંદર આશિયાનાને આ તિરાડ થી બચાવાના ઉપાય પહેલાથી જ કરી લો જેથી ઘરને આ નુકસાનથી બચાવી શકાય છે.

સીલન(પોપડી,તિરાડ) થવાનું નું મુખ્ય કારણ:

ઘરની દિવાલો, છતની કિનારીઓ, કિચન કે પછી બાથરૂમ માં નજર આવનારી તિરાડો માત્ર વરસાદને લીધે જ નજરમાં નથી આવતી પણ તેના ઘણા અન્ય કારણો પણ જવાબદાર હોય છે જેમ કે જમીન નું પાણી જે દીવાલો થી બિલ્ડીંન્ગની ઉપર સુધી આવી જાતુ હોય છે.

જો ઘર બનાવાના સમયે ડીપીસી(ડેમ્પ પ્રુફિંગ કોડ) ને યોગ્ય રીતે ન કરાવ્યું તો આ સમસ્યા આવી શકે છે. એવી જ રીતે જો દીવાલો પર પ્લાસ્ટર કરવાના સમયે ક્રેક્સ એટલે કે તિરાડો રહી જાય છે તો પણ વરસાદનું પાણી તેના દ્વારા અંદર ને અંદર જ ફેલાઈ જાય છે, જે સિલનનું કારણ બને છે.

બચાવ માટેના ઉપાય:

સૌથી પહેલા તો આ સિલનના કારણોની જાણ કરવી જરૂરી છે જેથી તેને રોકી શકાય. જેની જાણ કરવાના બે ઉપાયો છે. પહેલું એ છે કે વોટર ટેન્ક માં થોડું પાણી ભરીને તેમાં કપડામાં નાખવામાં આવતી ગળી ને મિલાવો અને તેને બે દિવસ સુધી રહેવા દો. જયારે આ ટેન્ક માનું પાણી આવશે ત્યારે તેનાથી લીકેજ વાળી જગ્યા પર નીલો રંગ નજરમાં આવશે. જેના દ્વારા લીકેજની જગ્યા ની જાણ થઇ શકશે. તેને પ્લાસ્ટર ની મદદથી ઠીક કરી શકાય છે. વોટરપૃફિંગ પ્રોડક્ટ્સ આ સિલન થી બચવા માટે ખુબ જ અસરદાર હોય છે.

બીજો ઉપાય એલડબ્લ્યુ પ્લાસ્ટો જેને સિમેન્ટની અંદર મિલાવીને પ્લાસ્ટર કરવામાં આવે છે અને ત્રીજું હોય છે એપૌકસી. તે પેંટના ફોર્મમાં પણ હોય છે, જે થોડું પ્લાસ્ટિક જેવું હોય છે. તેનાથી તિરાડો નથી આવતી અને સિલન થવાનો ખતરો પણ ઓછો થઇ જાય છે.

પેંટ કરવાનો યોગ્ય સમય:
જો કે પેંટ કરવા માટેનો દરેક સમય કે મૌસમ સારો જ હોય છે, પણ સૌથી યોગ્ય સમય છે ગરમીનો, કેમ કે પેંટ કરવા માટે 3 લેયર્સ કરવામાં આવે છે અને તેના પહેલા પુટ્ટી પણ લગાવામાં આવે છે, જેને વાલ પુટ્ટી કહેવામા આવે છે. આ ગરમીના મૌસમમાં જલ્દી જ સુકાઈ જાય છે.

નવું ઘર બનાવતા પહેલા:
જો તમે નવું ઘર બનાવાનું વિચારી રહ્યા છો તો તેમાં ડેમ્પ પ્રુફિંગ કરવાનું ન ભૂલો. જો બિલ્ડીંગ માં બેસમેન્ટ બની રહ્યું છે તો તેને વોટરપૃફિંગ કરવું ખુબ જ જરૂરી છે. સિલનનું મુખ્ય કારણ ગ્રાઉન્ડ વોટર હોય છે. જો ગ્રાઉન્ડ વોટર એક દીવાલ પાર ચઢે છે તો તે પુરી બિલ્ડીંગ સુધી પ્રસરી જાય છે.

આજકાલના ઘરોમાં પીવીસી પાઇપ લગાવામાં આવતા હોય છે, માટે પાઇપ થી સિલનનો ખતરો ઓછો થઇ જાય છે. પણ ગ્રાઉન્ડ વોટર જ સૌથી વધુ સિલનનું કારણ બને છે. બહારની દીવાલોનું પ્લાસ્ટર વોટરપૃફિંગ કમ્પાઉન્ડ નાખીને કરવામાં આવે તો તે ઓછામાં ઓછા 15 એમએમ સુધી હોવું જોઈએ.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here