શું તમે 4G ડેટા પ્લાન લેવાનું વિચારો છો, આ રહ્યા Jio-idea-એરટેલ-BSNLના નવા પ્લાન, જાણો શેમાં છે .. સૌથી વધુ ફાયદો

0

રિલાયન્સ જિઓની સમર સરપ્રાઈઝ ઓફર પૂરી થયા બાદ નવી ઓફર રિલાયન્સ દ્વારા બજારમાં ઉતારતા જ ફરી ટેલીકોમ કંપનીઓની વચ્ચે પ્રાઈસ વોર શરૂ થઈ ગયું છે. જોકે આ તમામને વચ્ચે મોબાઈલ યૂઝર્સને ફાયદો જ થઈ રહ્યો છે. કારણ કે તમામ ટેલીકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને જાળવી રાખવા માટે અન્ય ટેલીકોમ કંપનીઓ કરતાં સસ્તી ઓફર આપી રહી છે. જો તમે પણ 4G ડેટા પ્લાન લેવાનું વિચારી રહ્યાં હોય અને જિઓ, આઇડિયા, એરટેલ, બીએસએનએલ યૂઝર્સ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. અમે અહીં તમને દરેક કંપનીના vbe બેસ્ટ 4G ડેટા પ્લાન વિશે બતાવી રહ્યાં છીએ.

Jioના 399 રૂપિયાના પેકમાં યૂઝર્સ રોજનો 1GB હાઇ સ્પીડ ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. ડેલી લિમિટ પુરી થયા પછી સ્પીડ ઓછી થઇ જાય છે. કંપની 309 રૂપિયાનો પ્લાન પણ યૂઝર્સને આપી રહી છે. આમાં પ્લાનની વેલિડિટી 56 દિવસની રહેશે, બાકી ફેસિલિટી 399 રૂપિયા વાળા રિચાર્જની જેમ જ મળતી રહેશે.

એરટેલ 349 રૂપિયામાં 28 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 1GB 2G/3G/4G ડેટા આપી રહ્યું છે. આની સાથે 28 દિવસ સુધી અનલિમિટેડ કૉલિંગની સુવિધા પણ આપી રહ્યું છે. ઉપરાંત એરટેલ 245 રૂપિયામાં 28 દિવસ સુધી અનલિમિટેડ કૉલિંગની સુવિધા પણ આપી રહ્યું છે, આમાં 3GB ડેટા યૂઝરને મળશે.

વૉડાફોન 445 રૂપિયામાં 1GB ડેટા દરરોજ આપી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની રહેશે. આમાં યૂઝર્સને અનલિમિટેડ કૉલિંગ પણ મળશે. વૉડાફોન 348 રૂપિયામાં 28 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 1 GB 3G/4G ડેટા આપી રહ્યું છે. આની સાથે 28 દિવસ સુધી અનલિમિટેડ કૉલિંગની પણ સુવિધા આપી રહ્યું છે.

આઇડિયા 453 રૂપિયામાં 84 દિવસ સુધી રોજનો 1GB 3G ઇન્ટરનેટ ડેટા આપી રહ્યું છે. આ ઉપરાંત 84 દિવસ સુધી અનલિમિટેડ વૉઇસ કૉલિંગની સુવિધા પણ આપી રહ્યું છે. કંપનીના 297 રૂપિયાના રિચાર્જ પર અનલિમિટેડ આઇડિયા ટુ આઇડિયા વૉઇસ કૉલિંગ ઓફર કરી રહ્યું છે. દરરોજ 1GB 3G ડેટા આપી રહ્યું છે, આની વેલિડિટી 70 દિવસની છે. ઉપરાંત 351 રૂપિયાના રિચાર્જ પર આઇડિયા 28 દિવસની વેલિડિટીની સાથે રોજ 1GB 3G ડેટા અને અનલિમિટેડ વૉઇસ કૉલિંગ આપવામાં આવી રહ્યું છે.

BSNL યૂઝર્સને 333 રૂપિયાના પ્લાનમાં રોજના 3GB 3G ડેટા આપી રહ્યું છે, આની વેલિડિટી 90 દિવસની છે. આ ઉપરાંત 444 રૂપિયાના પ્લાનમાં રોજનો 4GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આની વેલિડિટી 90 દિવસની છે. BSNLના 666 રૂપિયાના પ્લાનમાં રોજના 2GB 3G ડેટા આપવામાં આવી રહ્યો છે. આની સાથે અનલિમિટેડ વૉઇસ કૉલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. 666 રૂપિયાના પેકની વેલિડિટી 60 દિવસની છે.

 

 

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here