શું તમારે રૂપિયા ઉધાર લેવા પડે છે? તો આ 1 ઉપાય કરો, જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યા નહિ નડે…

0

આજકાલ પૈસાની જરૂરત કોને નથી હોતી? ભાગ્યે જ કોઈ એવું હશે જેને જરૂરત નહિ હોય. આજકાલ મધ્યમવર્ગના વ્યક્તિ માટે ઘરમાં બે છેડા ભેગા કરવા એ ખરેખર મુશ્કેલ બની જતું હોય છે. ઘણીવાર તો એવું પણ થતું હોય કે એક મુશ્કેલ પૂર્ણ થાય અને તેની સાથે જ બીજી બે નવી મુસીબત ઉભી જ હોય. દરેક વ્યક્તિની લગભગ દરેક સમસ્યાનો એક જ ઉપાય છે અને તે છે પૈસા. હા જો વ્યક્તિ પાસે પૈસા હોય તો તે ઘણું બધું કરી શકે પણ અમુક લોકો હોય છે જેમની જોડે પૈસા નથી હોતા પણ તે છતાં તેને અમુક કામ કે પ્રસંગ જે કરવા પડે એ તો કરવા જ પડે છે. પછી એક જ ઉપાય એ વ્યક્તિ પાસે હોય અને એ ઉપાય તે અજમાવે છે એ છે બીજા પાસેથી પૈસા ઉધાર માંગવા.

વ્યક્તિ એ ઉધાર પૈસા લઇ તો તરત લે છે પણ જયારે તે પરત આપવાના આવે છે ત્યારે તેની જોડે વ્યવસ્થા થઇ ગઈ હોય તો સારી વાત છે પણ જયારે તેની પાસે પૈસા નથી હોતા અને એ આપવાનો સમય આવી જાય છે ત્યારે તેને વધુ તકલીફ થાય છે. પછી ઘણીવાર વ્યક્તિ એ એક ઉધાર ચુકવવા માટે બીજા પાસેથી ઉધાર લઈને ચૂકવતો હોય છે પણ આ કોઈ સરળ રસ્તો નથી જો તમને પણ આવી તકલીફ અવારનવાર થતી હોય તો આજે અમે તમારી લાવ્યા છે બહુ સરળ ઉપાય જેમાં તમારે બહુ ખર્ચો પણ નથી કરવાનો. આવો જાણીએ શું ઉપાય કરવાનો છે.

જો તમે ક્યારેય પૈસા ઉધારમાં લેવાનું વિચારી રહ્યા છો તો તમારે પૈસા એ બુધવારના દિવસે લેવા જોઈએ અને જો કોઈ દેવું ઉતારવા માંગો છો અને પૈસા પાછા આપવા માંગો છો તો તમારે એ વ્યવહાર એ મંગળવારના દિવસે કરવો જોઈએ. આ સિવાય તમે મંગળવારના દિવસે હનુમાનજી અથવા મહાદેવ મંદિરમાં જઈને લાલ મસુરની દાળ અર્પણ કરવાની રહેશે.

ગમે એટલી મહેનત કરો પૈસા ભેગા નથી થઇ રહ્યા અને વારંવાર બીજા કોઈ પાસેથી ઉધાર માંગવા પડે છે તો તમારે આ એક સરળ ઉપાય કરવાનો છે તમારે ઘરના મુખ્ય દરવાજાની ડાબી અને જમણી બંને બાજુ લીલા રંગના ગણપતિની મૂર્તિ અથવા ફોટો લટકાવવાનો રહેશે.

વધારે દેવું થઇ ગયું હોય તેવા મિત્રો માટે આ એક સચોટ ઉપાય છે તેમણે દર બુધવારે ગણપતિ સ્ત્રોતનો પાઠ કરવાનો રહેશે અને સાથે સાથે મગ બાફીને તેમાં ઘી ઉમેરીને એ વાનગી એ ગાયને ખવડાવવાની રહેશે. આ ઉપાય કર્યાના થોડા જ સમયમાં તમને ફર્ક તેખાવા લાગશે.

જો તમે ઈચ્છો છો કે ફરીથી ક્યારેય તમારે કોઈની પાસે પૈસા માંગવા ના પડે અને તમને સારી કમાણી થાય તો તમારે દિવસમાં બે વાર કીડીઓને લોટ અને ખાંડ મિક્સ કરીને ખવડાવવું રહેશે. જો દરરોજ આ કામ ના કરી શકો તો તમે તમારા ઘરના સારા પ્રસંગોમાં અથવા તો સારી તિથિઓના દિવસે પણ આ કામ કરી શકો છો. આમ કરવાથી તમને તત્કાળ દેવામાંથી મુક્તિ મળશે અને ભવિષ્યમાં તમારે કોઈ જોડેથી પૈસા લેવાની જરૂરત નહિ રહે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here