શું તમને ખબર છે મહિલાઓને શ્મશાન ઘાટ શા માટે નથી લઇ જવામાં આવતી, વાંચો આ 4 કારણ…

0

જો કે દરેક કામોને પુરુષો અને મહિલાઓમાં વહેંચી નાખવામાં આવ્યું છે. પણ આપણા સમાજમાં મહિલાઓને ઘણા ખરા કામ કરવાની પરવાનગી આજે પણ નથી. આ કામોને ન કરવા માટે તેને સખ્ત નિર્દેશ કરવામાં આવે છે. એમાનું જ એક છે મહિલાઓને સ્મશાન ઘાટ પર જવું. તેની પાછળ જો કે ઘણા કારણ છે, તમે તેને વૈજ્ઞાનિક કારણ કહી શકો કે પછી લોકો દ્વારા બનાવેલા નિયમો.

1. પણ શું તમે જાણો છો કે આવું કેમ? આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે આવું કેમ?  પહેલું કારણ તો એ કે મહિલાઓ ખુબ કોમળ દિલના હોય છે. તેઓ ખૂન ખરાબા, બાળવું, ભયાનક દ્રશ્ય વગેરે નથી જોઈ શકતી. માટે મહિલાઓને સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે નથી લઇ જવામાં આવતી.

2. બીજું કારણ એ છે કે હિંદુ રિવાજના આધારે જેઓ અંતિમ સંસ્કાર કરવા માટે જાય છે તેઓનું મુંડન કરાવવું પડે છે. આ બધું મહિલાઓને નથી સુહાતું, માટે મહિલાઓને અંતિમ સંસ્કારમાં જવાની પરવાનગી નથી હોતી.

3. ત્રીજું કારણ એ છે કે યુવતીઓ કઠોર દિલની નથી હોતી અને કોઈ પોતાનું મર્યા બાદ ખુદને રોકી નથી શકતી, અને એવામાં શ્મશાન ઘાટ પર મહિલાઓનું રડવું મતલબ મરેલા વ્યક્તિની આત્માને શાંતિ નથી મળતી, માટે મહિલાઓને આ પ્રથામાં શામિલ કરવામાં નથી આવતી.

4. ચોથું સૌથી મોટું કારણ એ છે કે મોટાભાગે અંતિમ સંસ્કાર બાદ પુરા ઘરની સફાઈ કરવામાં આવે છે, જેનાથી કોઈપણ નકારાત્મક શક્તિ ઘરમાં નથી રહી શકતી. ઘરની સાફસફાઈ તથા અમુક કામો માટે મહિલાઓને ઘરમાં જ રોકી લેવામાં આવે છે, માટે જ તેઓને અંતિમ સંસ્કારમાં લઇ જવામાં નથી આવતી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!