શું ઘરમાં કરવી છે પૈસાની વર્ષા ?? તો ઝડપથી હટાવી દો આ 7 વસ્તુને ઘરમાંથી…તરત જ દેખાશે અસર

0

આવો જાણીએ ઘરમાં તો એવી કઈ વસ્તુ છે જેના કારણે ધનવર્ષા આપણા ઘરમાં અટકી રહી છે.આવી વસ્તુઓને શોધીને ઝડપથી ઘરમાંથી દૂર કરી દેવી જોઈએ જેથી લક્ષ્મી પ્રસન્ન થાય અને ધનની વર્ષા થાય.

બધા જ એવું ઈચ્છે છે કે પોતાના ઘરમાં ધન વરસાદ થાય. પોતાને કોઇ જ પ્રકારની મુશ્કેલીઓ ન આવે. આ માટે જાણવું પડશે કે ઘરમાં કોઈ એવી વસ્તુ છે કે જે negativity ફેલાવી રહી છે. આવો જાણીએ.

1. કબુતર નો માળો
જો તમારા ઘરમાં કબુતર નો માળો છે, તો તેને તરત જ હટાવી દો. કેમ કે આર્થિક વૃદ્ધિ માટે તે અવરોધરૂપ બને છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે ઘરમાં કબુતર નો માળો ન બનવા દેવો જોઈએ અથવા તો હોય તો તેને દૂર કરી દેવો જોઈએ.

2. તુટેલો કાચ
વાસ્તુશાત્ર અનુસાર માનવામાં આવે છે કે તુટેલો કાચ નેગેટિવિટી ફેલાવે છે. તેને તરત જ દૂર કરી દેવો જોઈએ. ઘરમાં આવતી આર્થિક મુશ્કેલીઓ વધારે છે. ધનવર્ષા માટે તેનું ઘરમાંથી જવું ખૂબ જ અનિવાર્ય છે.

3. કરોળિયાના જાળા
માનવામાં આવે છે કે ઘરમાં કરોળિયાના જાળા રાખવાથી દુર્ભાગ્ય આવે છે. મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી કરોળિયાના જાળાને ઘરમાંથી દૂર કરી દેવા જોઈએ.

4. ટપકતો નળ

ઘરમાં જો કોઈ નળ બગડી ગયો છે , અને ધીમે ધીમે બંધ કર્યા પછી પણ ટપકે છે , તેવાં નળને ઘરમાંથી દૂર કરી દેવો જોઈએ. તેનાથી ખાલી પાણીનો વ્યય જ નથી થતો, પરંતુ ઘરની પોઝિટિવિટી નો પણ વ્યય થાય છે. આથી આવા તુટેલા નળ ને ઘરમાંથી દૂર કરવા જોઈએ.

5. સુકા ફુલ
ભગવાનની પૂજામાં વપરાયા બાદ થોડા દિવસ બાદ ફુલ સૂકા થઈ જાય છે. આ ફૂલ ઘરમાં રહેવાથી લક્ષ્મીજીની કૃપા દૂર થઈ જાય છે. આથી આવા સૂકા ફૂલને ઘરમાંથી દૂર કરવા જોઇએ જેથી ધનની વર્ષા થાય.

6. ચામાચીડિયા નો ફોટો
ઘણા લોકો શોખ માટે ચામાચીડિયાનો ફોટો ઘરમાં રાખતા હોય છે. આવું રાખવાથી ગરીબી અને રોગ વધે છે. આર્થિક દ્રષ્ટિએ પણ હેરાનગતિ થાય છે.આથી આ રીતના ચિત્રો ને ઘરમાંથી દૂર કરવા જોઈએ.

7. મધપૂડો
ઘરમાં જો મધપૂડો હોય તો મધમાખી થી ખતરો તો છે જ પરંતુ આર્થિક રીતે પણ ખૂબ જ નુકસાનકારક છે. જલ્દી થી મધપૂડો હટાવો જોઈએ.

આટલી વસ્તુ ને ઘરમાંથી દૂર કરી દેવાથી ધનની વર્ષા થશે , મહાલક્ષ્મીજીની કૃપા થશે, જીવનમાં આનંદ થશે અને ખુશીઓનો વરસાદ થશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here