જાણો આખરે શું છે દહીં-હાંડીનો અર્થ, લોકો શા માટે ગોવિંદો બનીને ફોડે છે મટકી? વાંચો આર્ટિકલ

આ વખતે 3 સપ્ટેમ્બર ના રોજ જન્માષ્ટમી નો તહેવાર છે, પુરા દેશના અલગ-અલગ રાજ્યો માં અલગ અલગ રીતે તૈયારીઓ ચાલી રહી છે. ક્યાંક આ દિવસે રાસલીલા નું આયોજન કરવામાં આવે છે તો ક્યાંક અન્ય આયોજનો કરવામાં આવે છે. પણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં આ દિવસે દહીં જમાડવામાં આવે છે અને હાંડી તૈયાર કરવામાં આવે છે, કેમ કે જન્માષ્ટમી ના દિવસે અહીં દહીં હાંડી ની સ્પર્ધા યોજવામાં આવે છે.શું છે પરંપરા:

દહીં હાંડી પ્ર્તીયોગીતાના ચાલતા છોકારોનો એક સમૂહ એકબીજા પર ચઢીને પિરામિડ બનાવે છે, અને ઊંચાઈ પર લટકેલી હાંડી જેમાં દહીં ભરેલું હોય છે તેને ફોડે છે. આ છોકરો ગોવિંદો બનીને આ સમારોહમાં ભાગ લે છે. આ દરમિયાન ખુબ જ ગીત સંગીત હોય છે અને પિરામિડ બનેલા છોકરાઓની આસપાસ લોકો પાણી ફેંકે છે. જેને લીધે દહીં હાંડી સુધી પહોંચવું આસાન નથી હોતું. જે છોકરો હાંડી ફોડે છે તે વિજેતા બને છે.શું છે હેતુ:

માનવામાં આવે છે કે કૃષ્ણ ને દહીં ખુબ જ પસંદ હતું અને તે હાંડી માંથી ચોરીએ તેને ખાતા હતા માટે દહીં હાંડી ખેલ તેને સમર્પિત છે માટે તેના જન્મદિવસ પર તેને તેના દ્વારા યાદ કરવામા આવે છે. દહીં હાંડી પ્રતિયોગિતા આસાન નથી હોતી, આ દરમિયાન જો કોઈ નીચે પડી જાય તો ખુબ જ ઇજા પણ થાય છે, પણ આ રમત એ દર્શાવાની કોશિશ કરે છે કે જો તમારો લક્ષ્ય નિશ્ચિત હોય અને તમે મહેનત અને હિંમત દેખાડો તો દરેક મુશ્કિલ આસાન થઇ જાય છે.  શા માટે લોકો બને છે ગોવિંદા:
ગોવિંદો તે જ હોય છે જે અંત સુધી હાર નથી માનતો, માટે આ પ્રતિયોગિતા એટલા માટે હોય છે કે જેથી આ લોકો સમજે કે જે પણ ચીજને મેળવવા માટે નિરંતર મેહનત કરવાની હોય છે જે ચોક્કસ મૌકા નો લાભ ઉઠાવે અને પ્રયત્ન કરે છે, તેજ જીતે છે. માટે લોકો દહીં હાંડી ને ફોડીને અસલમાં ગોવિંદા બને છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!