શું આપ જાણો છો કેટલા ચહેરાઓ લઈને આપ જીવી રહ્યા છો? પોતાની જાતને વધુ નજીકથી જોવા માટે વાચો આ લેખ….

0

માણસના મનનો કોયડો

સૃષ્ટિના સર્જનહાર ઈશ્વરની સૌથી અદભુત અને અવર્ણનીય રચના એટલે “મનુષ્ય”. દુનિયા માં રહેલા દરેક જીવોમાં માત્ર મનુષ્ય જ એક એવો જીવ છે જેને ઈશ્વરે બોલવાની, વિચારવાની, અનુભવવાની અને રજૂ કરવાની શક્તિ આપી છે. સૃષ્ટિના સર્જનહાર ઈશ્વરે અલગ અલગ મનુષ્ય બનાવ્યા છે. ઈશ્વરે બનાવેલા આ માણસોને જોઈને કયારેક એ પણ વિચારમાં પડી જતો હશે! માણસનું તળિયું શોધી એના મનનાં કોયડાને ઉકેલવો એ લગભગ અશક્ય છે. કેટલાય ચહેરા લઈને જીવતો માણસ વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે. સામજીક જીવનમાં કંઈક અલગ, વ્યાવસાયિક ક્ષેત્રમાં કંઈક અલગ, અને વ્યક્તિગત જીવનમાં કંઈક અલગ આટલા બધા ચહેરા સાથે એ જી તો હોય છે આથવા એમ કહું તો ચાલે કે એને જીવવું પડે છે. કયારે કેટલું ખુલવુ,કયારે કેટલું બંધ રહેવું, કોને પોતાની કંઈ બાજુ બતાવવી કંઈ ન બતાવવી, કોને કમજોરી બતાવવી કોને તાકાત બતાવવી આ બધી જ ફિવટ દરેક મનુષ્યને હોય જ છે.

અમુક લોકો આ નો ઉપયોગ કરે છે અમુક લોકો નથી પણ કરતાં(એના માટે એમની આજુબાજુનું વાતાવરણ જવાબદાર છે.) મનુષ્ય એ માત્ર ઈશ્વરનો બનાવેલ એક જીવ નથી પણ આખેઆખો કોયડો છે. કયાંક એ ઉંડો સમુદ્ર છે તો કયાંક આખું પુસ્તક છે. લાખો ઈચ્છાઓ, સપનાંઓ, પ્રેમ, નફરત, ગમા, અણગમા, પરિસ્થિતિઓના સરવૈયા, સમયના હિસાબો, કર્મની ચિઠ્ઠીઓ બધું જ એક જ હૃદયમાં લઈને જીવતો માણસ એ ખરેખર એક અવર્ણનીય રચના જ હોઈ શકે કુદરતની. સમય સાથે વહેતા અને જીવતા આવડે છે અને. કલ્પનાની બહાર અને વિચારોથી ઉપર હોય છે.
દેખાતા ચહેરા પાછળ કેટલાય પડો વચ્ચે ઢંકાયીને સાચા અસ્તિત્વને સંકેલીને એક ખૂણામાં બેઠો હોય છે માણસ જેને ખરેખર ઈશ્વરે બનાવીને મોકલ્યો હતો. પણ ઈશ્વરની બનાવેલી આ દુનિયામાં જીવવા માટે પોતાની જરુરિયાત,સમયની માંગ અને વ્યક્તિના સાથ ના હિસાબ થી એ પોતાને બનાવતો ગયો. પરંતુ એક સમય અને પરિસ્થિતિ એવી પણ આવે છે જયાં માણસ પોતે પહેરેલા આ દરેક ચહેરાને ઉતારીને એ ખુલ્લો પડે છે પોતાનુ સામે જ એ પોતે બની શકે છે. એ જે ખરેખર એને ભગવાને બનાવ્યો હતો. માણસની પોતાના સુધી પહોંચવાની આ સફર બહુ જ મુશ્કેલ હોય છે. પોતાના સ્વીકારની, પોતાને શોધવાની, પોતાને ઓળખવાની આ સફરની મંજીલ દરેક માણસ મેળવી નથી શકતો. કોઈની આ સફર કયાંક અટકી જાય છે તો કોઈકની આ સફર માત્ર શોધમાં જ ચાલ્યા કરે છે લોકો કહે છે બીજાને સમજવા મુશ્કેલ છે પણ હું માનું છું ત્યાં સુધી માણસે પોતાની જાતને જાણવી, ઓહખવી અને સમજવી વધારે મુશ્કેલ છે.

બહુ ઓછા લોકો પોતાના સાચા વ્યક્તિત્વને જીવંત રાખી શકે છે. બહુ ઓછા લોકો જાત સાથે લડી શકે છે, હસી શકે છે, રડી શકે છે, સવાલ કરી શકે છે, જવાબ મેળવી શકે છે અને બહુ જ ઓછા લોકો પોતાને સ્વીકારી શકે છે!
વિચારજો અને પ્રયત્ન કરજો તમે કેટલા ઓળખો છો પોતાને!
ખ્યાતિ ઠક્કર
સફર

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here