શ્રીકૃષ્ણએ ઉગાડ્યા હતા અહી મોતીના ઝાડ, આજની તારીખે પણ ભક્તો મોતીઓ ભેગા કરી ઘરે લઇ જાય છે .. વાંચો આર્ટીકલ

હમણાજ જન્માષ્ટમી નો અવસર ગયો છે અને લોકો આ અવસર ની ધામધુમ થું ઉજવણી પણ કરી હતી. લોકો આ અવસર ની આતુરતા થી રાહ જોતા હોય છે કે ક્યારે આ પ્રસંગ આવે અને કાના ને હિંડોળે જુલાવવાનો અનેરો આનંદ મળે.

કૃષ્ણ નાં જન્મ થી લય ને તેની જીવન ગાથા હર કોઈ ને ખબર છે. તેની કથા અનુસાર કૃષ્ણ નો જન્મ મથુરા ની જેલ મા માતા દેવકી અને પિતા વાસુદેવ નાં ખોળે થયો હતો. પણ મામા કંસ ના ડર ને લીધે વાસુદવ મધરાતે જ ટોપલા માં લઈ ને નીકળી પડયા અને ગોકુળ મા યશોદા અને નંદબાબા નાં ઘરે મૂકી આવ્યા. માતા યશોદા અને નંદબાબા એ કૃષ્ણ ને લાડ પ્યાર થી ઉછેરી ને મોટા કર્યા હતા. કૃષ્ણ ની ગોપીઓ સાથે ની રાસ લીલા, માખણ નું ચોરવું, વૃંદાવન મા ગાયો ચરાવાવી, દોસ્તો સાથે ની મોજ મસ્તી, રાધા સાથે ની પ્રેમ લીલા, સુદામા સાથે ની જીગરી દોસ્તી વગેરે જેવા પ્રસંગો અને લીલાઓ ખુબ જ રસપ્રદ છે.

આજે લોકો વ્રજ મા જઈ ને કૃષ્ણ ની આ લીલાઓ ને માણે છે કૃષ્ણ દર્શન કરે છે. પણ શું તમને ખબર છે કે કૃષ્ણ ની એક સાબિતી આપતું વ્રુક્ષ જે આજે પણ વ્રજ ની ભૂમિ પર ઉપસ્થિત છે.

આ વ્રુક્ષ એક ખાસ પ્રકાર નું છે અને તે કૃષ્ણ ના સમય નું છે. આ વ્રુક્ષ ની ખાસિયત એ છે કે તેમાં ફળ કે શાકભાજી નહી પરંતુ મોતી ઉત્પન થાય છે. અહી ખૂણે ખૂણે થી કૃષ્ણ ના ભક્તો દર્શને આવે છે અને આ મોતી ને પોતાની સાથે ઘરે લઇ આવે છે. સદિયો પહેલાનું આ વ્રુક્ષ આજે પણ ઢગલા બંધ મોતી ઉત્પન કરે છે. લોકો નું એવું માનવું છે કે આ મોતીઓ ને ઘરમાં રાખવાથી ઘરમાં સુખ શાંતિ તેમજ સમૃદ્ધી મા વધારો થાય છે.

મથુરામાં બરસાના અને નંદગાંવની વચ્ચે મોતી કુંડ આવેલો છે. આ કુંડ ત્રણ બાજુથી પીલુ (ડોગર) ના વૃક્ષોથી ઘેરાયેલ છે. આ વૃક્ષોમાં મોતી જેવા ફુલો થાય છે. આં મોતી જેવા ફૂલો ને લોકો પુણ્યકારી સમજે છે અને ઘરમા મંદિર કે તિજોરી મા રાખે છે.

કૃષ્ણ ના જીવન સાથે ની આ પણ એક ઘટના છે જેને લીધે આ વ્રુક્ષ નો ઉદ્ભવ થયો હતો. એવું માનવામાં આવે છે કે કૃષ્ણ સમય દરમિયાન આ મોતી કૃષ્ણ એ ઉગાડ્યાં હતા જે નંદબાબા પાસેથી જબરજસ્તી થી લીધા હતા.

કૃષ્ણ કથા અનુસાર ગોકુલ મા ભારે વરસાદ થયો હતો અને કૃષ્ણ એ પોતાની એક આંગળી થી જ ગોવર્ધન પર્વત ઊંચકી ને લોકો ને આશરો આપ્યો હતો અને જીવ બચાવ્યા હતા. આ પ્રસંગ પછી અનેરો અવસર કૃષ્ણ ના જીવન મા આવ્યો હતો. એટલે કે નંદબાબા અને રાધા નાં પિતા વૃષભાનું એ કૃષ્ણ અને રાધા ની સગાઈ કરવાનું નક્કી કર્યું હતું. આ સમાચાર સાંભળતાજ બન્ને નાં હરખ નો તો પાર જ ન હતો. જાણે કે દુનિયાની બધીજ ખુશી મળી ગઈ હોય. આ દિવસ ની તો બન્ને બાળપણ થી જ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે બન્ને એક થઈ જાય અને કૃષ્ણ સાથે રાધા નું નામ જોડાઈ જાય.

આ પ્રસંગ મા રાધા નાં પિતા વૃષભાનું એ નંદબાબાને ભેંટના રૂપમાં મોતી આપ્યા હતા. આ કીમતી મોતી જોઈને નંદબાબા ને ચિંતા સતાવતી હતી કે આટલા કીમતી મોતી ને કઈ રીતે સાચવવા.

પણ શ્રી કૃષ્ણ એ તેની ચિંતા સમજી લીધી અને નંદબાબા પાસે થી મોતી પાછા લઇ લીધા. આ મોતી મેળવવા માટે તેમણે મા યશોદા સાથે ઝગડો પણ કર્યો. ત્યાર પછી  ઘરની બહાર નીકળીને કુંડ પાસે જમીનમાં મોતી વાવી દીધા, જયારે યશોદાએ કૃષણને પૂછ્યું કે મોતી ક્યાં છે. ત્યારે તેમને આ વિશે ની બધી જાણ કરી.

આ કાર્ય થી નંદબાબા અને મા યશોદા ખુબજ નારાજ થયા કે આટલા કીમતી મોતી ને જમીન મા કેમ વાવી દીધા. અને એ પણ રાધા નાં પિતા એ ભેટ સ્વરૂપે આપેલા..નંદબાબા એ લોકો ને જમીનમાંથી આ મોતી કાઢવા માટે મોકલ્યા. જયારે માણસો ત્યાં પહોંચ્યા ત્યારે જોયું તો વૃક્ષ ઉગી ગયું હતું અને વૃક્ષ ઉપર ઢગલા બંધ મોતી લટકતા હતા. ત્યારે બળદગાડી ભરીને મોતી ઘેર મોકલ્યા. ત્યાર થી કુંડનું નામ મોતીકુંડ પડી ગયું. માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણ અને રાધા વચ્ચે સાંસારિક સંબંધ ન હતો, પરંતુ નંદગામનો આ મોતીકુંડ આજે પણ બંનેની સગાઈના સાક્ષી સ્વરૂપે હયાત છે.

આ વ્રુક્ષ આજે પણ રાધા અને શ્રી કૃષ્ણ ના સગાઈ ના પ્રસંગ ને યાદ અપાવે છે.

લોકો વ્રજ 84 ગામની જાત્રા દરમિયાન ખાસ અહી આવે છે અને આ મોતી જેવા ફળ ને ઘરે લઇ આવે છે. જો કે આ વ્રુક્ષ વ્રજ ભૂમિ પર બીજી અમુક જગ્યાએ પણ જોવા મળે છે પણ ચમત્કારની વાત એ છે કે મોતી જેવું દેખાતું આ ફળ માત્ર મોતીકુંડની પાસે રહેલ વૃક્ષોમાં જ જોવા મળે છે.

તમે પણ જ્યારે પણ વ્રજ  ભૂમિ ની જાત્રા એ જાવ ત્યારે આ પવિત્ર વ્રુક્ષ નાં મોતી લેવાનું નાં ભૂલશો. મોતી ને ઘરે લઈ આવો અને મંદિર મા રાખો પછી જુઓ તમારા જીવન મા કેવો બદલાવ આવે છે.

જય શ્રી કૃષ્ણ…બોલો રાધે રાધે ….

GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!