શ્રીદેવી ના મૃત્યુ ના 9 મહિના પછી અર્જુન કપૂરે કર્યો ખુલાસો, જણાવી તેના મૃત્યુ ની એક ખાસ વાત, કહ્યું તે સમયે….

0

ટીવી નો સૌથી ચર્ચીત શો ‘કોફી વિથ કરન’ ના હોસ્ટ બૉલીવુડ ના સૌથી ફેમસ ફિલ્મમેકર કરન જોહર છે. કરન ના આ શો માં ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના તમામ સિતારાઓ ગેસ્ટ ના રૂપે શામિલ થાય છે અને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે દિલ ખોલીને વાત કરે છે. આગળના સમયમાં આ શો માં ગેસ્ટ ના સ્વરૂપે અભિનેતા બોની કપૂર ના દીકરા અર્જુન કપૂર બહેન જ્હાન્વી કપૂર સાથે પહોંચ્યા હતા. શો ના દરમિયાન ભાઈ-બહેન ની આ જોડીને ખુબ પસંદ કરવામાં આવી હતી. બંને એ પોત-પોતાના જીવન પર ઘણી વાતોના ખુલાસા કર્યા હતા. જયારે શ્રી દેવી ના મૃત્યુ પર તેનું શું રિએક્શન હતું તેના પર પણ અર્જુને વાત કહી હતી. આવું કંઈક હતું અર્જુન કપૂર નું રીએકશન:

કરન ના શો ના દરમિયાન અર્જુન ને જયારે પૂછવામાં આવ્યું કે શ્રી દેવી ની મૃત્યુ પછી તેનું કેવું રિએક્શન હતું અને શ્રી દેવીના ગયા પછી તેણે કેવી રીતે પુરા પરિવારને સંભાળ્યું. તેના પર અર્જુન એ કહ્યું કે,”તેના મૃત્યુ ની ખબરે ક્ષણ વારમાં જ મારું પૂરું જીવન બદલાવી નાખ્યું. હું ક્યારેય ન ઇચ્છુ કે આવું કોઈ દુશ્મન ની સાથે પણ થાય. મેં અને મારી બહેન અંશુલા એ જે પણ કર્યું તે બધું વિશ્વાસ અને સત્ય થી કર્યું”.

જે મને અને અંશુલા ને મારી માં ના ગયા પછી મળ્યું ન હતું:અર્જુને આ શો દરમિયાન કહ્યું કે મેં અને અંશુલા એ જ્હાન્વી અને ખુશી ની સ્થિતિ ને સમજી. અમને બંને ને તેના દુઃખ નો અનુભવ હતો કે આવા સમયમાં કોઈનો સપોર્ટ કેટલો જરૂરી હોય છે. જો કે આવો સપોર્ટ મને અને મારી બહેન અંશુલા ને મળ્યો ન હતો જયારે અમારી માં નું મૃત્યુ થયું હતું. પણ તેનો અર્થ એ નથી કે તે પ્રેમ અને સપોર્ટ ખુશી અને જ્હાન્વી ને પણ ન મળે. જો અમારી માં જીવિત હોત તો તે પણ આવું જ કઈક ઇચ્છતી કે દિલમાં કોઈ પણ પ્રકારનો મતભેદ ન રાખો, અને સપોર્ટ કરો. જીવન ખુબ જ નાનું હોય છે”. Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here