શ્રીદેવીની મૌત પર રાની મુખર્જી ને લાગ્યો સદમો, નહિ કરે આ કામ….

0

અચાનક થયેલી બોલીવુડની ચાંદની શ્રી દેવીની મૌત પર પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને શોકમાં મૂકી દીધા છે. શ્રી દેવીની મૌતથી તેના ફેંસને પણ ભારી ધક્કો લાગ્યો છે. એવામાં એક્ટ્રેસ રાની મુખર્જી પણ આ ખબર સાંભળીને ખુબ જ હેરાન રહી છે. માટે તેમણે એક નિર્ણય લીધો છે કે….

એક્ટ્રેસ શ્રી દેવીની મૌત સાથે બોલીવુડમાં સદમો છવાઈ ગયો છે. સાથે જ એક્ટ્રેસ રાની મુખર્જીએ મીડિયા સાથે વાતચીત કરતા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. જ્યારે તેણે તેના આ મહિના 21 માર્ચે આવી રહેલો 40 માં બર્થ ડે મનાવાની વાત પૂછવામાં આવી તો ત્યારે તેણે ખુબ ગમગીન થઈને જવાબ આપ્યો કે તે પોતાનો બર્થ ડે મનાવશે નહિ.

રાનીએ શ્રી દેવી સાથે જોડાયેલી યાદો પણ શેઈર કરી હતી. રાનીએ કહ્યું કે શ્રી દેવી એક સારી કલાકાર જ નહી પણ એક પસંદીદા વ્યક્તિ પણ હતી અને તેના જવાથી બોલીવુડ ને પણ ભારી નુકસાન થયું છે તેની ભરપાઈ કરવી મુશ્કિલ છે.

જણાવી દઈએ કે રાનીએ એ પણ જણાવ્યું કે જ્યારે છેલ્લી વાર શ્રી દેવીની પોતાની સાથે મુકાલાત થઇ ત્યારે તેણે કહ્યું હતું કે તે તેની અપકમિંગ ફિલ્મ ‘હિચકી’ જરૂર જોશે. તે પર રાનીએ કહ્યું કે હજી ફિલ્મ બનીને તૈયાર થઇ નથી. રાનીએ એ પણ જણાવ્યું કે તેણે શ્રી દેવીને કહ્યું હતું કે જ્યારે તે દુબઈ લગ્ન માંથી પરત આવશે ત્યારે તેને આ ફિલ્મ બતાવશે.

પણ આ દુઃખ ભરી ઘડીમાં બધું જ ઉલટાઈ ગયું અને રાનીને તે વાતનો ખુબજ દુઃખ છે કે તે શ્રી દેવીની આ ઈચ્છા પૂરી ન કરી શકી. રાની એ પણ ઈચ્છતી હતી કે તના પિતા અને શ્રી દેવી તેની ફિલ્મને જોઇને તેનાપર પ્રતિક્રિયા આપે પણ હવે આ બધું સંભવ નથી.Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!