શ્રી દેવી ની હમશકલ લાગે છે આ એક્ટ્રેસ, જોઇને તમે પણ કહેશો કે ‘क्या लौट आई श्रीदेवी?’….

0

બોલીવુડની સદાબહાર એક્ટ્રેસ શ્રી દેવી હવે આ દુનિયાને અલવિદા કહી ચુકી છે પણ તેના બેહતરીન ડાંસ અને અદાઓની જલક આજે પણ આપણા દિલોમાં જીવિત છે. ફિલ્મ જગતની આ પ્રભાવશાળી અને સુંદર અભિનેત્રીનાં જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. શ્રી દેવીને ઇન્ડસ્ટ્રીની તે અભિનેત્રીઓમાની એક ગણવામાં આવે છે જેને આ ઇન્ડસ્ટ્રીમાં એક વિશેષ યોગદાન આપ્યું છે.       શ્રી દેવીના અચાનક થયેલા નિધનને લઈને તેના ફેંસમાં ખુબ જ માયુસી છવાઈ ગઈ છે. લાગે છે કે તેના ફેંસને આ ગમ માંથી બહાર આવવામાં ખુબ જ સમય લાગશે. જો કે હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર અમુક એવી તસ્વીરો વાઈરલ થઇ રહી છે જેને જોઇને તમને એવું લાગશે કે જાણે કે શ્રી દેવી ફરી આવી ચુકી છે.

શ્રી દેવીની હમશકલ કહેવાતી આ તસ્વીરો ફેમસ ટીવી અભિનેત્રી ‘દીપિકા સિંહ’ ની છે. તેની તસ્વીરો હાલના દિવસોમાં મીડિયા પર ખુબ જ વાઈરલ થઇ રહ્યા છે. અમુક સમય પહેલા દીપિકાએ પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની આ તસ્વીરને શેઈર કરી હતી. તેના બાદ થી લોકો તેની તુલના શ્રી દેવી સાથે કરી રહ્યા છે. કહેવામાં આવે છે કે દીપિકાનો ચેહરો શ્રી દેવીની યાદ અપાવે છે.  દીપિકા સિંહ ટીવી સીરીયલ્સનું એક જાણીતું નામ છે. તેણે લોકપ્રિય ટીવી સીરીયલ ‘દિયા ઔર બાતી હમ’ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી, જેના બાદ તે અન્ય ઘણી સીરીયલ્સનો હિસ્સો પણ રહી હતી.
દીપિકા દ્વારા ઇનસ્ટાગ્રામ પર શેઈર કરવામાં આવેલી આ તસ્વીરમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તસવીરોમાં તેનો ચેહરો શ્રી દેવીનાં જવાનીના દિવસો સાથે ખુબ મળતો આવે છે. કહેવામાં આવે છે કે શ્રી દેવી પોતાની જવાનીનાં દિવસોમાં હુબહુ આવી જ દેખાતી હતી. તમે દીપિકાની હાલની તસ્વીરો જોઇને આ અંદાજો લગાવી શકો છો.   દીપિકા ઘણા પ્રસિદ્ધ ટીવી કલાકારો સાથે સ્ક્રીન શેઈર કરી ચુકી છે. તેણે પોતાના અભિનયનાં બલ પર ઘણી શોહરત હાંસિલ કરી છે. જો કે આલગળના ઘણા સમયથી તે ટીવી સ્ક્રીન પર નજરમાં નથી આવી રહી. ટીવી ની આ પ્રસિદ્ધ અભિનેત્રીને એક ક્યુટ દીકરો પણ છે.   દીપિકાના લગ્ન ડાયરેક્ટર રોહિત રાજ ગોપાલ સાથે થયેલા છે, જે હાલના દિવસોમાં ‘જીજીમાં’ શો ડાયરેક્ટ કરી રહ્યા છે. દીપિકાને તેના બેહતર અભિનય માટે સર્વશ્રેષ્ઠ ટીવી અકટ્રેસનો અવોર્ડ પણ મળી ચુક્યો છે. અમુક દિવસો પહેલા દીપિકાએ ટીવી શો બીગ બોસ નો હિસ્સો બનવાની ઈચ્છા પણ જતાવી હતી. લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.