શ્રી દેવી ના મૌતની ખબર સાંભળતા જ બેસુધ થયા બોની કપૂર, હવે આવી થઇ ગઈ છે હાલત..

0

54 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી ચુકેલી શ્રી દેવી નાં મૌતની ખબર સાંભળીને હર કોઈ સદમાં માં છે. કોઈને વિશ્વાસ જ નથી આવી રહ્યો કે ગત દિવસોમાં પરિવાર સાથે દુબઈના લગ્નમાં આટલી ખુશ દેખાઈ રહેલી શ્રી દેવી હવે આપણી વચ્ચે નથી રહી. હાર્ટ એટેક નાં ચાલતા મૌત બાદ શનિવાર રાતે બાથરૂમમાં મળેલી શ્રી દેવીને દુબઈ થી ભારત લાવવાની પ્રક્રિયા તેજ ચાલી રહી છે.

શ્રી દેવી ની મૌતની ખબર સાંભળતા જ તેની બંને દીકરીઓનો રોઈ રોઈને ખરાબ હાલ થઇ ચુક્યો છે. સાથે જ પતિ બોની કપૂર પણ સદમામાં છે. ફિલ્મ ‘મોમ’ માં શ્રી દેવીના પતિનો કિરદાર નીભાવેલા પાકિસ્તાની એક્ટર ‘અદનાન સિદ્દીકી’ એ બોની કપૂરની હાલત વિશે ખુલાસો કર્યો છે.

અદનાન સિદ્દીકી કહે છે કે, ”હાલ તો તે દુબઈ માં જ છે. ગત રાત બોની કપૂર સાથે મુલાકાત કરી હતી. તે બાળકો ની જેમ રોઈ રહ્યા હતા. બોની સાહેબ પૂરી રીતે તૂટી ચુક્યા છે. વારંવાર શ્રી દેવીને યાદ કરે છે. 4 દિવસ પહેલા હુ પણ મોહિતના લગ્ન માટે દુબઈ માં જ હતો. તે ખુબ જ સુંદર લાગી રહી હતી. કોણ વિશ્વાસ કરી શકે છે કે તે આજે આપણી સાથે નથી. બોની સાહેબ વારંવાર બેસુધ થઇ રહ્યા છે. તેની હાલત પણ ખરાબ થઇ ચુકી છે”.

આગળ જણાવતા અદનાન કહે છે કે, ”આવા હાલાતોમાં બોની સાહેબને પોલીસની પુછતાછ દિલ દુખાવે છે. પણ કાનૂની પ્રકિયા જટિલ તો રહેવાની જ છે. હું અંતિમ સંસ્કાર માં ભારત પણ આવવા માંગું છું, પણ બંને દેશની વચ્ચે દુર્ભાગ્યપૂર્ણ હાલાત પરવાનગી નથી આપતી. માત્ર હિન્દુસ્તાની જ નહિ પણ પાકિસ્તાન, અમેરિકા, યુએઈ માં પણ તેઓના ચાહનારાઓ વચ્ચે સન્નાટો છવાઈ ગયેલો છે.

જણાવી દઈએ કે શનિવાર રાત શ્રી દેવી બેસુધ હાલતમાં મળી આવી હતી. જેના બાદ પોલીસ અને ડોકટરોને હોટેલ બોલાવામાં આવ્યા હતા. જો કે પ્રાથમિક જાંચ બાદ જ તેને મૃત ઘોષિત કરી દેવામાં આવી હતી. જેના બાદ હાલ તમામ મેડીકલ જાંચ અને પોસ્ટમોર્ટમ બાદ શ્રી દેવીના શવ ને મુંબઈ લાવવાની પ્રક્રિયા અંતિમ પડાવ પર છે. અનુમાનના આધારે 10 વાગ્યા સુધીમાં શ્રી દેવીનું શવ ભારત પહોંચી જવાની ઉમ્મીદ છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡