શ્રી દેવી જ નહી આ 5 સેલીબ્રીટીસે પણ પેગ્નેન્સી દરમિયાન કર્યું હતું શુટિંગ, ન પડવા દીધી પોતાના કામ પર અસર…..

0

બોલીવુડ એક્ટ્રેસ શ્રી દેવી એ ગત રાતે દુબઈ માં છેલ્લા શ્વાસ લીધા હતા. શ્રી દેવી એક લગ્ન સમારોહમાં શામિલ થવા માટે દુબઈ પહોંચી હતી. રીપોર્ટસનાં આધારે તેને બાથરૂમમાં હાર્ટ એટેક આવ્યો અને ત્યાજ પડી ગઈ હતી. જ્યાં સુધી કોઈને જાણ થઇ શકે ત્યાં સુધી માં તો તેની મૌત થઇ ગઈ હતી. તેના જીવનનો એક એવો કિસ્સો જે ખુબ ઓછા લોકોને માલુમ હોય છે. ફિલ્મ જુદાઈ ની શુટિંગ નાં દૌરાન શ્રી દેવીને જાણ થઇ કે પોતે પ્રેગનેન્ટ છે. તેણે ફિલ્મ છોડવાને બદલે પોતાના કામ પર પૂરું ધ્યાન આપ્યું. જો કે માત્ર શ્રી દેવી જ નહિ એવા ઘણા સીતારાઓ છે જે શુટિંગનાં સમયે પણ પોતાના કામને જારી રાખ્યું હતું. આજે અમે એવી જ 5 ફેમસ અભિનેત્રીઓ વિશે જણાવીશું.

1. જયા બચ્ચન:

હિન્દી ફિલ્મોના ઇતિહાસની સૌથી લોકપ્રિય ફિલ્મ ‘શોલે’ ની શુટિંગનાં લગભગ સાલ ભર પહેલા જ અમિતાબ અને જયા બચ્ચનનાં લગ્ન થયા હતા. શુટિંગનાં સમયે જયા ગર્ભવતી હતી અને અમિતાબ આ ફિલ્મને આ બાબત માટે પણ યાદ કરતા રહે છે. ફિલ્મ બાદ બંનેની પહેલી સંતાન શ્વેતા બચ્ચન નો જન્મ થયો હતો.

2. કાજોલ:

ફિલ્મ ‘વી આર ફેમીલી’ અને ‘ટુનપુર ક સુપરહીરો’ ની શુટિંગ દરમીયાન કાજોલ બીજી વાર પ્રેગનેન્ટ થઇ હતી. કરન જોહર અને અજય દેવગને શુટિંગમાં તેનું પૂરું ધ્યાન રાખ્યું હતું. શુટિંગ ખત્મ થયા બાદ કાજોલે પોતાના દીકરા યુગને જન્મ આપ્યો હતો. તેની પહેલા તેની એક દીકરી પણ છે, ન્યાસા.

3. નંદિતા દાસ:

નંદિતા દાસને નિર્દેશક ‘ઓનીર’ની ફિલ્મ ‘આઈ એમ’ ની શુટિંગ કરવાની હતી પણ તે સમયે તે પ્રેગનેન્ટ થઇ ગઈ હતી. પણ તેણે ઘરે બેસવાની જગ્યાએ શુટિંગ કરવાનું ચાલુ રાખ્યું એ પણ પાંચમાં મહિના સુધી. રોચક વાત એ છે કે ફિલ્મમાં તેને એ યુવતીનો રોલ કરવાનો હતો, જે એકલી રહેતી હતી અને માં બનવા ઇચ્છતી હતી.

4. જુહી ચાવલા:

જુહી ચાવલા પણ હાલ બે બાળકોની માં છે અને ગર્ભાવસ્થાનાં સમયે પણ તે લગાતાર કામ કરતી રહી હતી. જ્યારે તે પહેલી વાર માં બનવાની હતી ત્યારે તેણે અમેરિકાનો એક સ્ટેજ શો નો પ્રસ્તાવ સ્વીકાર કર્યો હતો. જયારે બીજીવાર ગર્ભવતી હોવાના સમયે તે ફિલ્મ ‘ઝંકાર બીટ્સ’ ની શુટિંગ કતી રહી હતી. આ ફિલ્મમાં તે એક ગર્ભવતી ગૃહિણીની જ ભૂમિકા ભજવી હરી હતી.

5. ફરાહ ખાન:

ફરાહ ખાન ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ નાં નિર્દેશન કરવાની સાથે પ્રેગનેન્ટ બની હતી પણ તેણે પોતાનું કામ રોક્યું ન હતું. ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન અને પ્રમોશનનાં દૌરાન તે લગાતાર સક્રિય રહી. મીડીયાને ઘરે બોલાવીને ઇન્ટરવ્યુ આપ્યા હતા. ફરાહને એક સાથે 3 સંતાનો થયા હતા. એક દીકરો અને બે દીકરીઓ.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡