શ્રીદેવીએ લગાવી હતી મોનાના સુખી સંસારમાં આગ અને લગ્ન પહેલા થઈ’તી પ્રેગ્નન્ટ…..આવી છે બોની અને શ્રીદેવીની લવ સ્ટોરી – વાંચો ક્લિક કરીને

0

‘મિસ્ટર ઇન્ડીયા’, ‘નો એન્ટ્રી’, ‘જુદાઈ’, ‘વોન્ટેડ’ જેવી સુપરહીટ ફિલ્મો બનાવનારા બોની કપૂરે હાલમાં જ પોતાનો 64 મો બર્થ ડે સેલીબ્રેટ કર્યો હતો. સાથે જ ગત રાત શ્રી દેવી નું દુબઈમાં નિધન થઇ ચુક્યું છે.

અનીલ કપૂર સંજય કપૂરમાં મોટા ભાઈ છે અને બોની કપૂરે પોતાની પહેલી ફિલ્મ 1980 માં બનાવી હતી. આ ફિલ્મનું નામ ‘હમ પાંચ’ હતું. બોનીએ પોતાના કેરિયરમાં ઘણી એવી હીટ ફિલ્મો આપેલી છે. હાલ બોની કપૂરનો મોટો દીકરો અર્જુન કપૂર નામ કમાઈ રહ્યો છે. સાથે જ તેની દીકરી જહાનવી કપૂર પણ બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. બોની કપૂરના પહેલા લગ્ન ‘મોના શૌરી’ સાથે થયા હતા. મોના અને બોનીના બે બાળકો છે અર્જુન કપૂર અને અંશુલા કપૂર. મોના સાથે તલાક લીધા બાદ બોનીએ શ્રી દેવી સાથે લગ્ન રચ્યા હતા.

કહેવામાં આવે છે કે શ્રી દેવી લગ્ન પહેલા જ પ્રેગનેન્ટ બની ગઈ હતી. માટે બોનીએ જલ્દબાજીમાં વર્ષ 1996 માં લગ્ન કરી લીધા હતા. હવે બોની અને શ્રી દેવીનું નામ બોલીવુડની સુપર જોડીમાં આવે છે. પણ કદાચ લોકો જાણતા નહી હોય કે તેઓને એક થવા માટે કેટલા દિલ તોડ્યા હશે. આ બંનેની લાઈફનો દરેક કિસ્સો ખુબ જ દિલચસ્પ અને મજેદાર રાહ્યો છે.

બોની કપૂરે જ પહેલા શ્રી દેવીને પ્રપોઝ કર્યું હતું કેમ કે તે શ્રી દેવીના પ્રેમમાં પાગલ બની ગયા હતા, જ્યારે શ્રી દેવી તેને શરૂઆતમાં કઈ ખાસ ભાવ આપતી ન હતી. છતાં પણ બોની કપૂરે હિંમત ન હારી. શ્રી દેવી નાં નજદીક રહેવા માટે તેણે હેરાન કરી દેનારો કદમ પણ ઉઠાવ્યો હતો.

આ વાત ત્યારની છે જ્યારે બોની કપૂર પોતાના નાના ભાઈ અનીલ કપૂરને લઈને ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડીયા’ બનાવી રહ્યા હતા. તેમણે નિર્ણય કર્યો કે તે આ ફિલ્મમાં શ્રી દેવીને કાસ્ટ કરશે. પણ તેને તેના સુધી પહોંચવાનો કોઈ રસ્તો મળતો ન હતો. તેના માટે તેણે શ્રી દેવી ની માતા ને પણ કોન્ટેક્ટ કર્યો હતો. પણ શ્રી દેવી ની માતા એ બોની કપૂરને ફિલ્મ માટે વધુ પૈસા માટેની ડીમાંડ કરી હતી.

બોની કપૂર શ્રી દેવી નાં પ્રેમમાં એટલી હદ સુધી પાગલ બની ગયા હતા કે તેની માતા એ જેટલા પૈસાની ડીમાંડ કરી હતી તેના કરતા પણ વધુ ફી આપવા માટે તૈયાર થઇ ગયા હતા. આ બધુ તેણે એટલા માટે કર્યું કેમ કે તે શ્રી દેવી સાથે વધુમાં વધુ સમય વિતાવી શકે. છતાં પણ બોની ની મુશ્કિલો ખત્મ થઇ ન હતી.

આ વાત ત્યારની છે જ્યારે બોની નાં લગ્ન થયા હતા. પછી હાલાત કઈક એવા બની ગયા કે મોના કપૂર સાથે લગ્ન કરી લીધા. સાથે જ શ્રી દેવી પોતાના કામમાં બીઝી થઇ ગઈ. લગ્ન બાદ પણ બોની કપૂર મનમાં ને મનમાં શ્રી દેવીને ચાહવાનું ભૂલ્યા ન હતા. લગ્ન બાદ પણ તે શ્રી દેવીના નજદીક આવવાનો મૌકો શોધતા રહેતા હતા.

એક સમય એવો આવ્યો જ્યારે શ્રી દેવીની માતા બીમાર પડી ગઈ અને તેનો લાંબો ઈલાજ ચાલ્યો. તે મુશ્કિલ દૌરમાં બોનીએ શ્રી દેવીનો ઘણો સાથ આપ્યો હતો. સાથે જ તેની માતા નો જેટલો પણ કર્જ હતો તે બધો બોનીએ ચૂકતો કરી દીધો હતો, તેનાથી શ્રી દેવી બોની પ્રત્યે ઘણી પ્રભાવિત થઇ હતી.

તે સમયે મિથુન અને શ્રી દેવીના પ્રેમ પ્રકરણની પણ ચર્ચા થઇ રહી હતી. મિથુનને શક હતો કે શ્રી દેવી તેને દગો આપી રહી છે. મિથુનને ભરોસો અપાવવા માટે શ્રી દેવી એ બોની ને રાખળી પણ બાંધી હતી. પણ મિથુન પહેલાથી જ મેરીડ હતા અને તે પોતાની પત્નીને છોડવા માટે તૈયાર ન હતા. માટે શ્રી દેવી એ બોની કપૂરનો હાથ થામી લીધો હતો.

જણાવી દઈએ કે બોની અને મોના નો દીકરો અર્જુન કપૂર પોતાની સાવકી બહેનો જહાનવી અને ખુશી સાથે બિલકુલ પણ વાત નથી કરતા. અર્જુનને લાગે છે કે તેની માં અને પાપા શ્રી દેવી ને લીધે જ અલગ થયા હતા. અર્જુને એક ઈન્ટરવ્યુંમાં એ પણ જણાવ્યું હતું કે તેને જહાનવી અને ખુશી સથે કઈ પણ લેવા-દેવા નથી. સાથે જ અર્જુન અને અનીલ કપૂરની દીકરી સોનમ કપૂર વચ્ચે સારો વ્યવહાર છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!