શ્રી દેવી એ કારણે કર્યો હતો અનીલ કપૂર સાથે ફિલ્મ કરવાનો ઇનકાર, જાણો દિલચસ્પ ખુલાસો…..

0

શ્રી દેવીએ અનીલ કપૂર સાથે પોતાના કેરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ ‘મી.ઇન્ડીયા’ અને સૌથી ફ્લોપ ફિલ્મ ‘રૂપ કી રાની ચોરો કા રાજા’ બંન્ને આપી હતી. એક સમય હતો જ્યારે બંનેની જોડી એ લોકોના દિલોમાં જાદુ કરી રાખ્યો હતો. શ્રી દેવી અને અનીલ કપૂરની જોડી ‘લમ્હે’, ‘લાડલા’, ‘જુદાઈ’ અને ‘જોશીલે’ જેવી ફિલ્મોમાં નજરમાં આવી હતી. બંને એ લગભગ દર્જન ભરી ફિલ્મો એકસાથે કરી હતી. પણ શ્રી દેવીના કેરીયરમાં એક એવો મૌકો આવ્યો જ્યારે તેણે અનીલ કપૂર સાથે ફિલ્મ કરવાનો ઇનકાર કરી દિધો હતો. અનીલ કપૂર બોની કપૂરના ભાઈ છે. શ્રી દેવીએ બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા.

54 વર્ષની ઉમરમાં દુબઈમાં થયું શ્રી દેવીનું નિધન:  

મી. ઇન્ડીયા નાં સેટ પર શ્રી દેવી અને અનીલ કપૂર:

શ્રી દેવી આ બધું તે સમયે કર્યું હતું જ્યારે તેમને ‘બેટા’ ફિલ્મ ઓફર થઇ હતી. આ ફિલ્મે માધુરી દિક્ષિતને બોલીવુડની દિગ્ગજ સ્ટાર બનાવી દીધી અને તેને ‘ધક ધક ગર્લ’ નામ પણ આપવામાં આવ્યું હતું. કહેવામાં આવે છે કે શ્રી દેવી એ અનીલ કપૂર સાથે એટલા માટે ફિલ્મનો ઇનકાર કર્યો કેમ કે તે પહેલાથી જ અનીલ કપૂર સાથે ઘણી એવી ફિલ્મો કરી ચુકી હતી. માટે શ્રી દેવી એક જ વસ્તુને વારંવાર રીપિટ કરવા માંગતી ન હતી.

ફિલ્મ ‘હિમ્મતવાલા’ નાં સેટ પર શ્રી દેવી અને જીતેન્દ્ર:

પોતાના જમાનામાં સૌથી વધુ ફી લેનારી શ્રી દેવીએ જીતેન્દ્ર સાથે પણ સૌથી વધુ ફિલ્મો કરેલી છે અને લગભગ 16 ફિલ્મો બંનેએ સાથે કરી છે. દિલચસ્પ વાત એ છે કે બંનેની જોડીમાની 11 ફિલ્મો હીટ રહી છે. શ્રી દેવી ની પહેલી ફિલ્મ ‘હિમ્મતવાલા’ 1983 માં જીતેન્દ્ર સાથે કરી હતી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.