શ્રી બદ્રીનાથ – ચાર ધામ યાત્રાનું અંતિમધામ, સ્વર્ગ નો માર્ગ છે બદ્રીનાથમાં…વાંચો ઇતિહાસ…

0

બદ્રીનાથ કહો કે પછી બદ્રીનારાયણ મંદિર,

આ બંને મંદિર એ હિંદુ મંદિર છે અને જે ભગવાન વિષ્ણુને સમર્પિત મંદિર છે. આ મંદિર ઉત્તરાખંડમાં આવેલ બદ્રીનાથ શહેરમાં સ્થિત છે બદ્રીનાથ મંદિર અને શહેર એ ચાર ધામ અને નાના ચાર ધામ તીર્થસ્થળોમાંથી એક છે.

પવિત્ર સ્થળ,

બદ્રીનાથ મંદિર એ ૧૦૮ દિવ્ય વિષ્ણુ ભગવાનને સમર્પિત એવ બચેલા મંદિરોમાંથી એક છે જેમની પૂજા કરવામાં આવે છે અને તેમાં વૈષ્ણવો માટે બદ્રીનાથમાંથી એક છે. હિમાલય ક્ષેત્રમાં ખરાબ વાતાવરણને કારણે દર વર્ષે બદ્રીનાથ મંદિર એ છ મહિના માટે જ ખુલ્લું રાખવામાં આવે છે. એપ્રિલના અંતથી નવેમ્બરની શરૂઆત સુધી.

અલકનંદા નદીને કિનારે,

આ મંદિર એ સમુદ્રના સ્તરથી ૩૧૩૩ મીટર ઉંચાઈ પર છે, અલકનંદા નદીને કિનારે ચમોલી પહાડી જીલ્લામાં ગઢવાલ પહાડીઓમાં આવેલ છે. આ ભારતની સૌથી વધુ જોવાવાળું તીર્થસ્થાનોમાંથી એક છે અને અહિયાં દર વર્ષે ૧૦૬૦૦૦૦ જેટલા ભક્તો દર્શન કરવા આવે છે.

બદ્રીનાથનો ઈતિહાસ,

આ મંદિરએ આ શહેરનું મુખ્ય આકર્ષણ છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન શંકરે બદ્રીનારાયણની છબી એ એક કાળા પથ્થર પર શાલીગ્રામ પર અલકનંદા નદીમાં શોધી હતી. આ મૂર્તિ એ તપ્ત કુંડ હોટ સ્પ્રિંગની પાસે આવેલ એક ગુફામાં બનેલ છે.

મંદિરની સ્થાપના,

સોળમી સદીમાં ગઢવાળના રાજાએ મૂર્તિ ઉપાડીને અત્યારે જે બદ્રીનાથનું મંદિર આવેલ છે ત્યાં સ્થાપી હતી. બદ્રીનાથ મંદિરને સત્તરમમી સદીમાં અવ્લાંચ દ્વારા અનેક બીજી ઈમારતોને પણ બહુ નુકશાન થયું હતું જેનાથી આ મંદિરને રીનોવેશનનો સમય આવ્યો હતો.

ગઢવાલના રાજા,

ગઢવાલના રાજાઓ દ્વારા આ બદ્રીનાથ મંદિરનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. ૧૮૦૩માં હિમાલય ભૂકંપમાં આ મંદિરને બહુ નુકશાન થયું હતું પછી જયપુરના રાજાએ આ મંદિર બનાવડાવ્યું હતું. મંદિર એ ૫૦ ફૂટ ઊંચું છે અને આમાં સૌથી ઉપર એક નાનકડું ગુંબજ છે. આનો દેખાવ એ ધનુષાકાર બારીઓની સાથે પથ્થરથી બનવવામાં આવ્યો હતો.

મંદિરની વાસ્તુકળા,

એક લાંબા ધનુષાકાર જેવો તેનો પ્રવેશદ્વાર છે. વાસ્તુકલામાં આ મંદિરનું નિર્માણ બુદ્ધ મંદિરો જેવું બનાવ્યું છે. એક બુદ્ધ વિહાર જેવું તે લાગે છે. મંદિરના મંડપની અંદર એક મોટા સ્તંભવાળો હોલ છે જે ગર્ભગૃહ અથવા મંદિરની અંદર લઇ જાય છે.

બદ્રીનાથની દંતકથા,

તીર્થના નામ પર સ્થાનીય શબ્દ બદ્રી એક બોર પરથી રાખવામાં આવ્યું છે આ એક જંગલી પ્રકારનું બોર છે. એવું કહેવામાં આવે છે કે જયારે ભગવાન વિષ્ણુ આ પહાડો પર તપસ્યામાં બેઠા હતા ત્યારે તેમની પત્ની લક્ષ્મી દેવીએ એક બોરના ઝાડનું સ્વરૂપ લીધું હતું ને તેજ સૂર્યકિરણથી તેઓ તેમની રક્ષા કરતા હોય છે.

તીર્થયાત્રીઓ, સંતો અને ઋષીઓઉ ઘર,

આ મંદિરમાં ફક્ત ભગવાન બદ્રી જ બિરાજમાન કે એવું નથી પણ મંદિરના અનેક યાત્રીઓ, સંતો અને ઋષીઓનું પણ આ ઘર છે. અહિયાંથી તેઓ જ્ઞાનની શોધ અને ધ્યાન કરવા માટે આવે છે.

અન્ય કથા,

મંદિર વિષે એક કથા અનુસાર આ જગ્યાએ એકવાર ભગવાન શિવ અને દેવી પાર્વતીનું નિવાસસ્થાન હતું. ભગવાન વિષ્ણુ એક નાના બાળકનું રૂપ લઈને અહિયાં આવે છે અને રોવા લાગે છે. તેમને રડતા જોઇને અને પરેશાન જોઇને પાર્વતીમાતાએ તેમને કારણ પૂછ્યું તો તેઓએ જણાવ્યું કે ધ્યાન કરવા માટે તેઓ બદ્રી જવા માંગે છે.

શિવ અને પાર્વતી,

શિવ અને પાર્વતી એ સમજી ગયા કે બાળકના વેશમાં આવેલ આ બીજું કોઈ નહિ પણ ભગવાન નારાયણ જ છે, આ રીતે શિવ પાર્વતી એ જગ્યા છોડીને ચાલ્યા ગયા અને ત્યાં વિષ્ણુ ભગવાનનો વાસ થયો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here