શ્રાવણ શિવરાત્રી 2018- મહાદેવ કરશે તમારા કષ્ટો દૂર …વાંચો લેખ

હિન્દુ ધર્મોમાં શ્રાવણ શિવરાત્રીનું ખૂબ મહત્વનું છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન ભોલેનાથે જલ્દી ભક્તોનો સાદ સાંભળી લે છે ને તરત જ એમના દુખ દૂર કરે છે. મહાદેવના ભક્તને ક્યારેય કોઈ દૂખ કે ડરનો સામનો નથી કરવો પડતો. માટે જ તેમના ભક્તોનું પ્રમાણ પણ વધારે છે. મહાદેવનો પ્રિય વાર એટ્લે સોમવાર ને પ્રિય મહિનો એટ્લે શ્રાવણ મહિનો. એટ્લે આ દિવસો મહાદેવની પૂજા માટે શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. આમ જોવા જઈએ તો દર મહિને એક શિવરાત્રી એટ્લે બાર મહિનામાં 12 શિવરાત્રી આવતી હોય છે. પરંતુ મહાશિવરાત્રીને જ વધારે ફળદાયી માનવામાં આવી છે. ચતુર્દશીમાં માસિક શિવત્રી મળે છે, પરંતુ સવાના મહિનામાં આવતા શિવરાત્રીને ફલગૂન મહિનામાં આવતા મહાશિવરાત્રી જેવા ફળદ્રુપ ગણવામાં આવે છે.પરંતુ ફાગણ અને શ્રાવણ મહિનામાં આવનારી શિવરાત્રી પણ એટલી જ ફળદાયી છે.

શ્રાવણ મહિનાની શિવરાત્રીનું મહત્વ :

જે ભક્તોને શિવરાત્રીનાં મહત્વની ખબર હશે એમને મહા, ફાગણ અને શ્રાવણ મહિનાની શિવરાત્રી ક્યારે આવશે એની રાહમાં જ બેઠા હશે. એમાય જો શ્રાવણ મહિનાની શિવરાત્રી ને એમાય જો સોમાવાર આવતો હોય તો એ શિવરાત્રીનો મહિમા અનેરો હોય છે. કારણ કે આ સંજોગ બને ત્યારે ભગવાન શિવ પર જળાભિષેક કરવો ખૂબ જ પુણ્યકારી ગણવામાં આવ્યો છે.

શ્રાવણ મહિનો આવતા જ ભક્તો હર હર મહાદેવનાં નાદ સાથે જોવા મળે છે. ઘણા લોકો તો આ શ્રાવણ શિવરાત્રીમાં મહાદેવ પર જળાભિષેક કરવા માટે હરિદ્વાર, ગૌમુખથી કાવડ લઈને પણ આવતા હોય છે.

એવી પણ માન્યતા છે કે, શ્રાવણ મહિનામાં આવનાર શિવરાત્રીના દિવસે જો કોઈ શ્રદ્ધાળુ સાચા મનથી શિવની પૂજા કરે તો તેના બધા જ કષ્ટો મહાદેવ દૂર કરે છે ને તેના મનની બધી જ ઈચ્છા પૂરી કરે છે.

શ્રાવણ શિવરાત્રી પર મહાદેવ ખુદ કરશે કષ્ટો દૂર :

પોતાનાં ભક્તો પરના તમામ પ્રકારનાં કષ્ટો મહાદેવ દૂર કરે જ છે. પરંતુ શ્રાવણ મહિનામાં એમની કૃપા વધારે ભક્તો પર હોય છે. જો આ દિવસે ખાલી રુદ્રાભિષેક કરવામાં આવે તો કરેલા પાપોનો નાશ થઈ જાય છે.

જેમની કુંડળીમાં કાળસર્પ દોષ હોય તો તે લોકો જો બ્રમ્હ મુર્હુતમાં શિવ મંદિરમાં જઈને ષોડષોપચાર વિધિથી ભગવાન બોલાનાથની પૂજા કરો અને ધતૂરો ચડાવી 108 વાર શિવમંત્રનો જાપ કરવો ! સાથે જ ચાંદીના નાગ-નાગિનની જોડી પણ શિવલિંગ પર ચડાવો. ભોળાનાથ કરશે કાળસર્પ દોષ દૂર.

જો જાતક શારીરિક પીડામાંથી મુક્તિ ઇચ્છતો હોય તો આ દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી આ પીડાનું નિવારણ થશે અને આ મંત્રજાપ પણ ખૂબ લાભદાયી છે.

આ દિવસે મહાદેવનાં મંદિરમાં જો પંચમુખી રુદ્રાક્ષની માળા લઈને ભગવાન શિવના મંત્ર ૐ નમ: શિવાયનો જાપ કરવાથી કલેશ, કંકાશ દૂર થશે ને મન પ્રફુલ્લિત રહે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!