શ્રાવણ પૂરો થતા પહેલા નંદીના કાનમાં બોલો આ એક વાત, પુરી થઇ જાશે મનોકામના…..

0

ભારતમાં દરેક મહિને કોઈને કોઈ તહેવાર ચોક્કસ મનાવામાં આવે છે. ભારતમાં સૌથી વધુ પૂજા પાઠ નો મહિનો શ્રાવણ અને નવરાત્ર ને માનવામાં આવે છે. શ્રાવણ નો મહિનો ભગવાન શિવને ખુબ જ પ્રિય છે. આ મહિને ભગવાન શંકર દરેક કોઈની મનોકામના પૂર્ણ કરે છે. આ મહિનામાં શિવના રિદ્રાભિષેકનું ખુબ જ મહત્વ છે. માટે આ મહિનામાં, ખાસ કરીને સોમવાર ના દિવસે રિદ્રાભિષેક કરવાથી શિવ ભગવાન ની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. અભિષેક કર્યા પછી બીલીપત્ર, શમીપત્ર, ધ્રોકળ વગેરે દ્વારા શિવજીને પ્રસન્ન કરવામા આવે છે અને અંતમાં ભાંગ, ધતુરો તથા શ્રીફળ ભોલેનાથ ને ભોગના રૂપમાં સમર્પિત કરવામા આવે છે.નંદી ના કાનમાં મનોકામના બોલવાનું મહત્વ:

જયારે પણ તમે મંદિરે જાવ છો ત્યારે શિવજીની ઠીક સામે નંદી જી ને બેસાડવમાં આવેલા હોય છે. શિવજી ના દર્શન કરીને જયારે તમે બહાર નીકળો છો ત્યારે નંદી ના કાનમાં તમારી મનોકામના કહો છો. તમે જેટલી વાર મંદિરે જાવ છો એટલી વાર આવું કરતા હોવ છો. પણ શું તમે જાણો છો કે શિવની સામે નંદીને બિરાજમાન કરવાનું કારણ શું છે? ક્યારેય એવો વિચાર આવ્યો છે કે નંદી ના કાનમાં આખરે શા માટે મનોકામના કહેવામાં આવે છે. જો તમારા મનમાં પણ કઈક આવા જ સવાલો આવી રહ્યા છે તો તેનો જવાબ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ.

પૌરાણિક કથા અનુસાર, શિલાદ મુનિ એ બ્રમ્હચર્ય નું પાલન કરતા મુનિ યોગ અને તપ માં જીવન જીવવાનો નિર્ણય કર્યો હતો. તેનાથી વંશ સમાપ્ત થતો જોઈને તેના પિતા ચિંતિત થઇ ગયા અને તેમણે શિલાદ ને વંશ આગળ વધારવા માટે કહ્યું. પણ તપ માં વ્યસ્ત રહેવાને લીધે શિલાદ ગૃહસ્થી અપનાવા માંગતા ન હતા. માટે તેમણે સંતાનની કામના માટે ઇન્દ્ર દેવ ને તપથી પ્રસન્ન કરીને જન્મ અને મૃત્યુના બંધન થી હીન પુત્રનું વરદાન માગ્યું. પણ ઇન્દ્ર એ આ વરદાન આપવામાં અસમર્થતા પ્રગટ કરી અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કહ્યું. ભગવાન શંકરે શિલાદ મુનિને કઠોર તપસ્યા થી પ્રસન્ન થઈને ખુદ શિલાદ ના પુત્રના રૂપમાં પ્રગટ થવાનું વરદાન આપ્યું. અમુક સમય પછી શિલાદ ને એક બાળક મળ્યું, જેનું નામ તેણે નંદી રાખ્યું. તેને મોટો થતા જોઈને ભગવાન શિવે મિત્ર અને વરુણ નામના બે મુનિ ને શિલાદ ના આશ્રમમાં મોકલ્યા, જેઓએ નંદી ને જોઈને ભવિષ્યવાણી કરી કે નંદી અલ્પાયુ છે. નંદી ને જ્યારે તેની જાણ થઇ તો તે મહાદેવની આરાધના થી મૃત્યુને જીતવા માટે વનમાં ચાલ્યો ગયો.

ભગવાન શિવ નંદી ના તપથી પ્રસન્ન થયા અને વરદાન આપ્યું- – वत्स नंदी! तुम मृत्यु से भय से मुक्त, अजर और अमर है. આવી રીતે નંદી નંદેશ્વર થઇ ગયા. પછી સુયશા નામની કન્યા સાથે તેના લગ્ન થયા. ભગવાન શંકરે નંદી ને વરદાન આપ્યું કે જ્યા તેનો નિવાસ હોય, ત્યાં જ નંદી પણ નિવાસ કરશે. ત્યારથી જ ભગવાન શિવની સામે મંદિરમાં નંદી ની સ્થાપના કરવામાં આવે છે.

શ્રાવણના મહિનામાં ભક્તો, ગંગા નદી માંથી પવિત્ર જળ કે અન્ય નદીઓના જળ ને લાવે છે અને ભગવાન શિવ નો જલાભિષેક કરે છે. કળયુગમાં આ પણ એક પ્રકારની તપસ્યા અને બલિદાન જ છે જેના દ્વારા દેવોનાદેવ મહાદેવ ને પ્રસન્ન કરવાના પ્રયાસો કરવામાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here