શ્રાવણ મહિનામાં મહાદેવની આવી રીતે કરો પૂજા, તો થશે તમારા ઉગ્ર ગ્રહોને શાંત..

0

હિન્દુ ધર્મમાં ભગવાન શિવની આરાધના માટે શ્રાવણ મહિનાનું ખાસ મહત્વ દર્શવાયું છે. શ્રાવણ મહિનાને પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ઘણાં તહેવારો પણ આવે છે. જન્માષ્ટમી, રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારો સાથે આખો મહિનો શ્રધ્ધાળુઓ મહાદેવની પૂજા અર્ચના કરવામાં જ ગાળતાં હોય છે.

શાસ્ત્રોમાં જણાવ્યુ છે કે, જો ભગવાન મહાદેવને શ્રાવણ માસમાં પ્રસન્ન કરવામાં આવે તો તમામ મનોકામના તો પૂર્ણ થાય છે સાથે સાથે એકેય ગ્રહો નડતાં નથી. નવ ગ્રહોની કૃપા અવિરત વહેતી જ રહે છે. એ ઉપરાંત જેમની કુંડળીમાં ખરાબ યોગ થતાં હોય તેમજ ગ્રહોણું અશુભ ફળ મળતું હોય તો તે પણ શુભ ફળ મળવા લાગે છે. દેવોના દેવ મહાદેવની જો યોગ્ય રીતે પૂજા કરવામાં આવે તો મહાદેવ પોતે ગ્રહોની પડતી અશુભ છ્યાને દૂર કરી ભક્તને સુખી કરે છે.
જો તમારી કૂડળીમાં સૂર્ય અસ્ત હોય ને ખરાબ ફળ મળતું હોય તો સૂર્યના પ્રભાવથી બચવા માટે આ શ્રાવણ મહિનામાં શિવલિંગ સફેદ આંકડાનું ફૂલ ચડાવી અભિષેક કરવો.

જો તમારી કુંડળીમાં ચંદ્ર અસ્ત હોય ને અશુભ ફળ આપી રહ્યો હોય તો તમારે મહાદેવના મંદિરે જઈને સોમવારના દિવસે શિવલીંગ પર ગાયના તાજા દૂધનો અભિષેક કરવો જોઈએ.

જેમની કુંડળી મંગળ ગ્રહથી પ્રભાવિત હોય તેમણે શિવલિંગ પર ગિલોય વેલના પાન ચડાવી અભિષેક કરવો. જેનાથી મંગળ ગ્રહનો પ્રભાવ ઓછો થશે.
જેમની કુંડળી બુધ ગ્રહની અસારયુક્ત હોય તેમણે શિવલીંગ પર ઇધારાના ફૂલ ચડાવી અભિષેક કરવો જેથી બુધ ગ્રહ શુભ ફળ આપશે.

જે લોકોની કુંડળીમાં ગુરુ નીચનો બનીને ખરાબ ફળ આપી રહ્યો હોય તો એ લોકોએ તાંબાની લોટીમાં પાણી લઈને એમાં હળદર નાખવી ને એ હળદરવાળા પાણીથી જો શિવલીંગ પર અભિષેક કરવામાં આવે તો ગુરુ પણ અશુભ ફળ આપવા લાગશે.

શુક્ર ગ્રહને તમારા પક્ષમાં કરવા માટે શિવલિંગ પર પંચામૃત અને ધતૂરાના ફૂલનો અભિષેક કરવો જોઈએ

શનિ ગ્રહની છાયામાંથી બચવા શેરડીના રસથી શિવલિંગ પર અભિષેક કરશો તો શનિદેવ પરસન્ન થશે ને અવિરત એમની કૃપા તમારા પર વરસાવશે …

ઘરમાં દરિદ્રતાને દૂર કરવા માટે આખા ચોખાથી અભિષેક કરશો. તો ઘરમાં લક્ષ્મીજીની કૃપા થશે ને દરિદ્રતા થશે દૂર.

હર હર મહાદેવ..
સંકલન :જીનલ વ્યાસ
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here