શો બંધ કરવા પાછળ ભેજાબાજ કપિલનું છે મોટું પ્લાનિંગ, જાણી આવશે તેના પર ગુસ્સો

કપિલ શર્માની તબીયત ખરાબ હોવાથી તેના કોમેડી શોને ઓફએર કરવામાં આવ્યો છે. આ વાત સૌ કોઈ જાણ છે, પરંતુ આ શો બંધ કરવા પાછળ જોરદાર પ્લાનિંગ કરવામાં આવ્યું હતું તે વાતથી સૌ કોઈ અજાણ હશે. જી હાં કપિલ શર્માએ પોતાનો શો બંધ કરાવ્યો છે તેની પાછળ મોટી ભેજાબાજી છે.

કપિલ શર્માએ શો બંધ થયા પછી નિવેદન આપી જણાવ્યું હતુ કે તે તેની તબીયત સાથે વધારે બાંધછોડ કરી શકે તેમ નથી એટલે હવે તે બ્રેક લઈ અને તેના સ્વાસ્થ્ય પર જ ધ્યાન આપશે. પરંતુ આ નિર્ણય સ્વાસ્થ્ય સાથે નહીં તેની આગામી ફિલ્મ માટે લેવામાં આવ્યો છે. બોલિવૂડમાં ચાલતી ચર્ચાઓનુસાર કિસ કિસ કો પ્યાર કરું ફિલ્મથી ડેબ્યૂ કરનાર કપિલ ફિરંગીને બ્લોકબસ્ટર બનાવવા માંગે છે, તેથી તેણે કોમેડી શોને સાઈડ પર રાખી દીધો છે.

કપિલ શર્માના શો મામલે ચર્ચાઓ એવી પણ ચાલે છે કે આ તેનું પ્લાનિંગ હતુ. છેલ્લા ઘણા સમયથી તે શો અને તેમાં આવેલા નવા પાત્ર પર પણ ધ્યાન આપતો ન હતો. શોના સમયે પણ તે ફિલ્મના કામોમાં વ્યસ્ત રહેતો તેમ છતાં કેટલાક કામ અધુરા રહી જતાં હતા. શોની ટીઆરપી પણ કપિલની બેદરકારીના કારણે ઘટી હતી. આ તમામ બાબતોને તબીયત સાથે સાંકળી અને કપિલે ચેનલ પાસેથી હોશિયારી સાથે બ્રેક માંગી લીધો. એટલે કે હાલ તો કોમેડી કીંગ કપિલને તેની ફિલ્મમાં જ રસ છે અને તે અન્ય કોઈ શો પર ધ્યાન આપવા નથી માંગતો. જો કે કપિલ શર્માની ફિલ્મ પર પણ તેણે સર્જેલા વિવાદો અસર કરશે તેવું અનુમાન છે.

News Source

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!